YouVersion Logo
Search Icon

નીતિવચનો 2

2
જ્ઞાનનો પુરસ્કાર
1મારા દીકરા, જો તું મારાં વચનોનો
અંગીકાર કરશે,
અને મારી આજ્ઞાઓને
તારી પાસે સંઘરી રાખીને,
2જ્ઞાન તરફ તારો કાન ધરશે,
અને બુદ્ધિમાં તારું મન પરોવશે;
3જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે,
અને સમજણ મેળવવાને માટે
ખંત રાખશે;
4જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે,
અને દાટેલા દ્રવ્યની જેમ
તેની શોધ કરશે;
5તો તને યહોવાના
ભયની સમજણ પડશે,
અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.
6કેમ કે યહોવા જ્ઞાન આપે છે;
તેમના મુખમાંથી ડહાપણ તથા
બુદ્ધિ [નીકળે છે] ;
7તે સત્યજનોને માટે ખરું જ્ઞાન
સંગ્રહ કરી રાખે છે,
પ્રામાણિકપણાથી વર્તનારને
તે ઢાલરૂપ છે;
8જેથી તે ન્યાયના રસ્તાની સંભાળ રાખે,
અને પોતાના ભક્તોના માર્ગનું
રક્ષણ કરે.
9ત્યારે તું નેકી,
ન્યાય તથા ઇનસાફને,
હા, તું દરેક સત્યમાર્ગને સમજશે.
10તારા હ્રદયમાં જ્ઞાન પ્રવેશ કરશે,
અને સમજ તારા મનને
ખુશકારક લાગશે.
11વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે,
બુદ્ધિ તારું રક્ષણ કરશે;
12[તેઓ] તને દુષ્ટ માણસોના
માર્ગમાંથી, તથા
આડું બોલનાર માણસો કે,
13જેઓ સદાચારના રસ્તાઓ તજીને
અંધકારના માર્ગોમાં ચાલે છે;
14જેઓ દુષ્ટતા કરવામાં આનંદ માને છે,
ને દુષ્ટ માણસોનાં વિપરીત
આચરણોથી હરખાય છે;
15જેઓનાં માર્ગો વાંકા, તથા જેમના
રસ્તા અવળા છે,
તેમનાથી તેઓ તને ઉગારશે;
16[વળી તેઓ] તને પરનારીથી,
એટલે પોતાના શબ્દોથી મોહ
પમાડનાર પરસ્‍ત્રીથી ઉગારશે;
17તે તો પોતાની યુવાવસ્થાના મિત્રને
તજી દે છે,
અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો
કરાર ભૂલી જાય છે;
18કેમ કે તેનું ઘર મૃત્યુ તરફ
અને તેના માર્ગ મૂએલા તરફ
ઢળતા છે;
19તેની પાસે જનારાઓમાંનો
કોઈ પાછો આવતો નથી,
તેઓ જીવનનો માર્ગ
સંપાદન કરી શક્તા નથી.
20તું સજ્‍જનોના માર્ગમાં ચાલશે,
અને નેક લોકોનો રસ્તો
પકડી રાખશે.
21સદાચારીઓ દેશમાં વસશે,
અને નીતિસંપન્‍ન લોક તેમાં
જીવતા રહેશે.
22પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે,
અને કપટ કરનારાઓ તેમાંથી
પૂરેપૂરા ઊખેડી નાખવામાં આવશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 2