YouVersion Logo
Search Icon

માર્ક 1

1
યોહાન બાપ્તિસ્તનો સંદેશ
(માથ. ૩:૧-૧૨; લૂ. ૩:૧-૧૮; યોહ. ૧:૯-૨૮)
1ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે. એનો આરંભ 2#માલ. ૩:૧. યશાયા પ્રબોધક [ના પુસ્તક] માં લખેલું છે તેમ થયો કે,
“ જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે. 3#યશા. ૪૦:૩. અરણ્યમાં કોઈ પોકારી રહ્યું છે કે-
‘પ્રભુનો માર્ગ તૈયાર કરો,
તેમના રસ્તા સીધા કરો.’”
4એ પ્રમાણે યોહાન અરણ્યમાં બાપ્તિસ્મા આપતો, અને પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો હતો. 5અને આખા યહૂદિયા દેશનાં તથા યરુશાલેમના રહેવાસીઓ તેની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. 6અને #૨ રા. ૧:૮. યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, ને તેની કમરે ચામડાનો પટો હતો. અને તે તીડો તથા રાની મધ ખાતો હતો. 7અને તેણે એવું પ્રગટ કર્યું, “મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવે છે; હું તો નીચો નમીને તેમના ચંપલની વાધરીયે છોડવા યોગ્ય નથી. 8મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”
ઈસુનું બાપ્તિસ્મા અને પરીક્ષણ
(માથ. ૩:૧૩—૪:૧૧; લૂ. ૩:૨૧-૨૨; ૪:૧-૧૩)
9અને તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા, ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા. 10અને તરત તેમણે પાણીમાંથી ઉપર આવીને આકાશ ઊઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતો જોયો. 11અને આકાશમાંથી એવી વાણી થઈ, #ઉત. ૨૨:૨; ગી.શા. ૨:૭; યશા. ૪૨:૧; માથ. ૩:૧૭; ૧૨:૧૮; માર્ક ૯:૭; લૂ. ૩:૨૨. તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્‍ન છું.”
12અને તરત આત્મા તેમને અરણ્યમાં લઈ જાય છે. 13અને અરણ્યમાં ચાળીસ દિવસ સુધી તે રહ્યા, ને શેતાનથી તેમનું પરીક્ષણ થયું; અને જંગલી પશુઓની સાથે તે હતા; અને દૂતોએ તેમની સેવા કરી.
પ્રથમ શિષ્યોને આમંત્રણ
(માથ. ૪:૧૨-૨૨; લૂ. ૪:૧૪-૧૫; ૫:૧-૧૧)
14અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા, ને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું, 15“સમય પૂરો થયો છે, ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; #માથ. ૩:૨. પસ્તાવો કરો, ને સુવાર્તા પર વિશ્વાસ કરો.”
16અને તે ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા તેવામાં તેમણે સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા; કેમ કે તેઓ માછલાં પકડનારા હતા. 17અને ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.” 18અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેમની સાથે ગયા. 19અને ત્યાંથી થોડું આગળ જઈને તેમણે ઝબદીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા જોયા. 20અને તરત તેમણે તેઓને બોલાવ્યા. અને તેઓ પોતાના પિતા ઝબદીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેમની પાછળ ગયા.
અશુદ્ધ આત્મા વળગેલો માણસ
(લૂ. ૪:૩૧-૩૭)
21અને તેઓ કપર-નાહૂમમાં ગયા, ને તરત વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તેમણે ઉપદેશ આપ્યો. 22અને #માથ. ૭:૨૮-૨૯. તેઓ તેમના ઉપદેશથી નવાઈ પામ્યા; કેમ કે શાસ્‍ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય તેની જેમ તેમણે તેઓને ઉપદેશ આપ્યો. 23અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડી, 24“અરે, ઈસુ નાઝારી, અમારે ને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.” 25અને ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, “છાનો રહે, ને તેનામાંથી નીકળી જા.” 26અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેમાંથી નીકળી ગયો. 27અને બધા એવા નવાઈ પામ્યા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા, “આ શું છે? આ તો નવો ઉપદેશ છે! કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે, ને તેઓ તેનું માને છે.” 28અને તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.
ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા
(માથ. ૮:૧૪-૧૭; લૂ. ૪:૩૮-૪૧)
29અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત તરત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા. 30હવે સિમોનની સાસુ તાવે પડેલી હતી. અને તરત તેઓએ તેના વિષે તેમને ક્હ્યું. 31અને પાસે આવીને તેમણે એનો હાથ પકડીને એને ઉઠાડી, અને તરત એનો તાવ મટી ગયો; અને એણે તેઓની સેવા કરી.
32અને સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાંઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા. 33અને બારણા આગળ આખું શહેર એકત્ર થયું. 34અને ઘણાં જેઓ વિધવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં, ને ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યા. અને દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધા નહિ.
ગાલીલમાં ઈસુનો ઉપદેશ
(લૂ. ૪:૪૨-૪૪)
35અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા, ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. 36અને સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની પાછળ ગયા. 37અને તે તેઓને મળ્યા ત્યારે તેઓ તેમને કહે છે, “સહુ તમને શોધે છે.” 38અને તે તેઓને કહે છે, “આપણે પાસેનાં ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.” 39અને #માથ. ૪:૨૩; ૯:૩૫. આખા ગાલીલમાં ફરીને તેઓનાં સભાસ્થાનોમાં જઈને તે ઉપદેશ આપતા હતા ને દુષ્ટાત્માઓ કાઢતા હતા.
એક કોઢિયો શુદ્ધ થયો
(માથ. ૮:૧-૪; લૂ. ૫:૧૨-૧૬)
40અને એક કોઢિયો તેમની પાસે આવે છે, ને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે, “જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.” 41અને ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તે તેને અડક્યા, ને તેને કહ્યું, “મારી ઇચ્છા છે; તું શુદ્ધ થા.” 42અને તરત તેનો કોઢ ગયો, ને તે શુદ્ધ થયો. 43અને ઈસુએ સખત ચેતવણી આપીને તરત તેને બહાર મોકલ્યો. 44અને તે તેને કહે છે, “જોજે, કોઈને કંઈ કહેતો ના. પણ જઈને પોતાને યાજકને બતાવ, અને #લે. ૧૪:૧-૩૨. જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું, તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.” 45પણ તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગાઓમાં રહ્યા; અને લોકો ચારે તરફથી તેમની પાસે આવતા હતા.

Currently Selected:

માર્ક 1: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in