YouVersion Logo
Search Icon

માથ્થી 3

3
યોહાન બાપ્તિસ્તનું શિક્ષણ
(માર્ક ૧:૧-૮; લૂ. ૩:૧-૧૮; યોહ. ૧:૯-૨૮)
1અને તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો, ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરવા લાગ્યો. તે એમ કહેતો, 2#માથ. ૪:૧૭; માર્ક ૧:૧૫. “પસ્તાવો કરો; કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. 3કારણ, જેના વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે,
# યશા. ૪૦:૩. ‘રાનમાં પોકારનારની એવી વાણી કે,
પ્રભુનો માર્ગ તૈયાર કરો,
તેના રસ્તા સીધા કરો,
તે એ જ છે.”
4અને તે યોહાનનાં #૨ રા. ૧:૮. લૂગડાં ઊંટનાં રૂઆંનાં હતાં, ને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો. 5ત્યારે યરુશાલેમના તથા યહૂદિયાના તથા યર્દનના આખા પ્રદેશના લોકો તેની પાસે આવ્યા. 6અને પોતાનાં પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
7પણ ફરોશીઓમાંનાં તથા સદૂકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને તેણે તેઓને કહ્યું, #માથ. ૧૨:૩૪; ૨૩:૩૩. “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા? 8તો પસ્તાવો [કરનારાને] શોભે એવાં ફળ આપો. 9અને તમારા મનમાં એમ ન વિચારો કે, #યોહ. ૮:૩૩. ‘ઇબ્રાહિમ અમારો પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાન ઉત્પન્‍ન કરી શકે છે. 10અને હમણાં જ વૃક્ષોની જડ પર કુહાડો મુકાયો છે: માટે #માથ. ૭:૧૯. દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે. 11પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. 12તેમનું સૂપડું તેમના હાથમાં છે, ને તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે, ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
ઈસુનું બાપ્તિસ્મા
(માર્ક ૧:૯-૧૧; લૂ. ૩:૨૧-૨૨)
13ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન [નદીએ] તેની પાસે આવ્યા. 14પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” 15પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું. 16અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો. 17અને જુઓ, આવી આકાશવાણી થઈ, #ઉત. ૨૨:૨; ગી.શા. ૨:૭; યશા. ૪૨:૧; માથ. ૧૨:૧૮; ૧૭:૫; માર્ક ૧:૧૧; લૂ. ૯:૩૫. “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in