YouVersion Logo
Search Icon

માથ્થી 4

4
ઈસુનું પરીક્ષણ
(માર્ક ૧:૧૨-૧૩; લૂ. ૪:૧-૧૩)
1ત્યાર પછી #હિબ. ૨:૧૮; ૪:૧૫. ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને રાનમાં લઈ ગયો. 2અને ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. 3અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” 4પણ તેમણે ઉત્તર દીધો, “એમ લખેલું છે કે, #પુન. ૮:૩. માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” 5ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ જાય છે, ને મંદિરના બુરજ પર તેમને બેસાડે છે,
6અને તેમને કહે છે,
“જો તું ઈશ્વરનો દીકરો છે,
તો પોતાને નીચે પાડી નાખ;
કેમ કે એમ લખેલું છે કે,
# ગી.શા. ૯૧:૧૧. તે પોતાના દૂતોને તારા સંબંધી
આજ્ઞા કરશે;
# ગી.શા. ૯૧:૧૨. અને તેઓ તને પોતાના
હાથો પર ધરી લેશે,
રખેને તારો પગ
પથ્થર સાથે અફળાય.”
7ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, #પુન. ૬:૧૬. પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર.”
8ફરીથી શેતાન તેમને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે, ને જગતનાં બધાં રાજ્ય તથા તેઓનો મહિમા તેમને દેખાડે છે. 9અને તેમને કહે છે, “જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધાં હું તને આપીશ.”
10ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, #પુન. ૬:૧૩. પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.”
11ત્યારે શેતાન તેમને મૂકીને જાય છે; અને જુઓ દૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.
પ્રભુ ઈસુ ગાલીલમાં પોતાની સેવા શરૂ કરે છે
(માર્ક ૧:૧૪-૧૫; લૂ. ૪:૧૪-૧૫)
12 # માથ. ૧૪:૩; માર્ક ૬:૧૭; લૂ. ૩:૧૯-૨૦. યોહાનને બંદીવાન કરવામાં આવ્યો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા ગયા. 13અને નાઝરેથ મૂકીને #યોહ. ૨:૧૨. ઝબૂલોનની તથા નફતાલીની સીમમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા : 14એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય,
15 # યશા. ૯:૧-૨. “ઝબુલોનના પ્રાંતના તથા
નફતાલીના પ્રાંતના,
યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં,
એટલે વિદેશીઓના ગાલીલમાંના
16જે લોકો અંધારામાં બેઠેલા હતાં,
તેઓએ મોટું અજવાળું જોયું,
ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં
જેઓ બેઠેલા હતા,
તેમના પર અજવાળું પ્રકાશ્યું.”
17ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, #માથ. ૩:૨. “પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.”
પ્રથમ શિષ્યોનું તેડું
(માર્ક ૧:૧૬-૨૦; લૂ. ૫:૧-૧૧)
18અને ઈસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા, ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછી હતા. 19અને તે તેઓને કહે છે, “મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ.” 20અને તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા. 21અને ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને, તેઓને પણ તેડ્યા. 22ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
ઈસુ શીખવે છે, પ્રચાર કરે છે, અને સાજાં કરે છે
(લૂ. ૬:૧૭-૧૯)
23અને #માથ. ૯:૩૫; માર્ક ૧:૩૯. ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુ:ખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. 24ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, ને સર્વ માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂતવળગેલાંઓને તથા ફેફરાંવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેઓને સાજાં કર્યાં. 25અને ગાલીલથી તથા દશનગરથી તથા યરુશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in