YouVersion Logo
Search Icon

માથ્થી 24

24
મંદિરના નાશ સંબંધી ઈસુની આગાહી
(માર્ક ૧૩:૧-૨; લૂ. ૨૧:૫-૬)
1અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના ‍શિષ્યો તેમને મંદિરનાં બાંધકામો બતાવવાને તેમની પાસે આવ્યા. 2ત્યારે તેમણે તેઓને કહ્યું, “શું તમે એ બધાં નથી જોતાં? હું તમને ખરેખર કહું છું કે, પાડી નહિ નંખાય, એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ.”
મુશ્કેલીઓ અને સતાવણી
(માર્ક ૧૩:૩-૧૩; લૂ. ૨૧:૭-૧૯)
3પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા, તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, “એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” 4ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો કે, તમને કોઈ ભુલાવે નહિ. 5કેમ કે, હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે, ને તેઓ ઘણાને ભુલાવશે. 6અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે. 7કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુકાળો તથા મરકીઓ તથા સ્થળે સ્થળે ધરતીકંપ થશે. 8પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે. 9ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને #માથ. ૧૦:૨૨. મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. 10અને તે સમયે ઘણા ઠોકર ખાશે, ને એકબીજાને પરસ્વાધીન કરાવશે, ને એકબીજા પર વૈર રાખશે. 11અને જૂઠા પ્રબોધકો ઘણા ઊઠશે, ને ઘણાને ભુલાવશે, 12અને અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. 13પણ #માથ. ૧૦:૨૨. અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. 14અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે.
ઉજ્જડની અમંગળપણાની નિશાની
(માર્ક ૧૩:૧૪-૨૩; લૂ. ૨૧:૨૦-૨૪)
15એ માટે #દા. ૯:૨૭; ૧૧:૩૧; ૧૨:૧૧. ઉજ્જડની અમંગળપણા [ની નિશાની] જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે), 16ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય. 17#લૂ. ૧૭:૩૧. ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઊતરે; 18અને ખેતરમાં જે હોય તે પોતાનું વસ્‍ત્ર લેવાને પાછો ન ફરે. 19અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હોય, તથા જેઓ ધવડાવતી હોય, તેઓને અફસોસ છે. 20પણ તમારું નાસવું ‍શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. 21કેમ કે તે સમયે #દા. ૧૨:૧; પ્રક. ૭:૧૪. એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ. 22અને જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત. પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરવામાં આવશે. 23ત્યારે જો કોઈ તમને કહે ‘જુઓ, ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, ’ તો તમે માનતા ના; 24કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે. 25જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. 26#લૂ. ૧૭:૨૩-૨૪. એ માટે જો તેઓ તમને કહે, જુઓ, તે રાનમાં છે’, તો બહાર ન જતા; ‘જુઓ, તે ઓરડીઓમાં છે’, તો ન માનતા. 27કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્વિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આવવું થશે. 28#લૂ. ૧૭:૩૭. જ્યાં મુડદું હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
માનવપુત્રનું આગમન
(માર્ક ૧૩:૨૪-૨૭; લૂ. ૨૧:૨૫-૨૮)
29અને તે દિવસોની વિપત્તિ પછી #યશા. ૧૩:૧૦; યોએ. ૨:૧૦,૩૧; ૩:૧૫; પ્રક. ૬:૧૨. સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને #યશા. ૧૩:૧૦; હઝ. ૩૨:૭; યોએ. ૨:૧૦; ૩:૧૫. ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને #યશા. ૩૪:૪; પ્રક. ૬:૧૩. આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે. 30અને ત્યારે #દા. ૭:૧૩; પ્રક. ૧:૭. માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરનાં સર્વ કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમાસહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે. 31અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
અંજીરી પરથી બોધપાઠ
(માર્ક ૧૩:૨૮-૩૧; લૂ. ૨૧:૨૯-૩૩)
32હવે અંજીરી પરથી તેનું દ્દષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે, ને પાંદડાં ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. 33એમ જ જ્યારે તમે પણ તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. 34હું તમને ખચીત કહું છું કે, એ બધાં પૂરાં નહિ થશે ત્યાં; સુધી આ પેઢી ગુજરી નહિ જશે. 35આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.
તે દિવસ કે તે ઘડી સંબંધી કોઈને ખબર નથી
(માર્ક ૧૩:૩૨-૩૭; લૂ. ૧૭:૨૬-૩૦,૩૪-૩૬)
36પણ તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ. 37અને જેમ #ઉત. ૬:૫-૮. નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. 38કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા ને પરણતાપરણાવતા હતા; 39અને #ઉત. ૭:૬-૨૪. જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. 40તે વખતે ખેતરમાં બે માણસ હશે; એક લેવાશે ને બીજો પડતો મુકાશે. 41બે સ્‍ત્રીઓ ઘંટીએ દળતી હશે; એક લેવાશે ને બીજી પડતી મુકાશે. 42માટે જાગતા રહો કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે. 43#લૂ. ૧૨:૩૯-૪૦. પણ એ જાણો કે ચોર ક્યે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત. 44એ માટે તમે પણ તૈયાર રહો. કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.
વફાદાર કે બિનવફાદાર ચાકર
(લૂ. ૧૨:૪૧-૪૮)
45તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ‍ચાકર કોણ છે? 46જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જુએ તેને ધન્ય છે. 47હું તમને ખચીત કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. 48પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, ‘મારા માલિકને આવતાં વાર છે, ’ 49અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે; 50તો જે દિવસે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે, 51ને તે તેને કાપી નાખશે, ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in