માથ્થી 23
23
ફરોશીઓ અને શાસ્ત્રીઓના શિક્ષણ સંબંધી સાવધાન
(માર્ક ૧૨:૩૮-૩૯; લૂ. ૧૧:૪૩,૪૬; ૨૦:૪૫-૪૬)
1ત્યાર પછી ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું, 2“શાસ્ત્રીઓ અને ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે. 3માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો. પણ તેઓનાં કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ કહે છે ખરા, પણ કરતા નથી. 4કેમ કે ભારે અને ઊંચકતાં મહા મુસીબત પડે એવા બોજા તેઓ માણસોની ખાંધો પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા ચાહતા નથી. 5અને #માથ. ૬:૧. લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાનાં બધાં કામ કરે છે. તેઓ પોતાનાં #પુન. ૬:૮. સ્મરણપત્રોને પહોળાં બનાવે છે, ને પોતાનાં વસ્ત્રોની #ગણ. ૧૫:૩૮. કોર વધારે છે. 6વળી જમણવારોમાં મુખ્ય જગાઓ, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો, 7તથા ચૌટાંઓમાં સલામો, તથા માણસ તેઓને રાબ્બી કહે, એવું તેઓ ચાહે છે. 8પણ તમે રાબ્બી ન કહેવાઓ; કેમ કે એક જ તમારો ગુરુ છે, ને તમે સર્વ ભાઈઓ છો. 9અને પૃથ્વી પર તમે કોઈને તમારો પિતા ન કહો, કેમ કે એક જે આકાશમાં છે, તે તમારા પિતા છે. 10અને તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારો સ્વામી છે. 11પણ #માથ. ૨૦:૨૬-૨૭; માર્ક ૯:૩૫; ૧૦:૪૩-૪૪; લૂ. ૨૨:૨૬. તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય. 12અને #લૂ. ૧૪:૧૧; ૧૮:૧૪. જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.
ઈસુ તેઓના ઢોંગને વખોડે છે.
(માર્ક ૧૨:૪૦; લૂ. ૧૧:૩૯-૪૨,૪૪,૫૨; ૨૦:૪૭)
13અને, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [ 14ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે વિધવાઓનાં ઘર તમે ખાઈ જાઓ છો, ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે વત્તો દંડ ભોગવશો.]
15ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય કરવા માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો. અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.
“ઓ આંધળા દોરનારાઓ!”
16ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે! તમે કહો છો, ‘જો કોઈ મંદિરના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે.’ 17ઓ મૂર્ખો તથા આંધળાઓ, વિશેષ મોટું તે કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું મંદિર? 18અને, જો કોઈ હોમવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરનાં અર્પણના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. 19ઓ આંધળાઓ, વિશેષ મોટું તે કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી હોમવેદી? 20એ માટે જે કોઈ હોમવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધાં તેના પર છે તેના પણ સમ ખાય છે. 21અને જે કોઈ મંદિરના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે છે તેના પણ સમ ખાય છે. 22અને #યશા. ૬૬:૧; માથ. ૫:૩૪. આકાશના સમ જે ખાય છે, તે ઈશ્વરના આસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
23ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે #લે. ૨૭:૩૦. ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે! તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં. 24ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો.
25ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે થાળીવાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે. 26ઓ આંધળા ફરોશી, તું પહેલા થાળીવાટકો અંદરથી સાફ કર કે, તે બહારથી પણ સાફ થઈ જાય.
27ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે #પ્રે.કૃ. ૨૩:૩. ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મુડદાંના હાડકાંએ તથા દરેક અશુદ્ધપણાએ ભરેલી છે. 28તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છો.
તેઓને થનારી શિક્ષાની આગાહી
(લૂ. ૧૧:૪૭-૫૧)
29ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, ને ન્યાયીઓની કબરો શણગારો છો; 30અને કહો છો, ‘જો અમે અમારા બાપ-દાદાઓના દિવસોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગિયા ન થાત.’ 31એથી તમે પોતા સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો. 32તો તમારા બાપદાદાઓનું માપ ભરી દો. 33#માથ. ૩:૭; ૧૨:૩૪; લૂ. ૩:૭. ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? 34એ માટે, જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાએકને મારી નાખશો, ને વધસ્તંભે જડશો, ને તેઓમાંના કેટલાએકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો, ને નગરેનગર તેઓની પાછળ લાગશો; 35કે ન્યાયી #ઉત. ૪:૮. હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા #૨ કાળ. ૨૪:૨૦-૨૧. ઝખાર્યા, જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે. 36હું તમને ખચીત કહું છુ કે એ બધું આ પેઢી ઉપર આવશે.
યરુશાલેમ માટે ઈસુનો પ્રેમ
(લૂ. ૧૩:૩૪-૩૫)
37ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! 38જુઓ, તમારે માટે તમારું ઘર ઉજ્જડ મુકાયું છે, 39કેમ કે હું તમને કહું છું કે, જ્યાં સુધી તમે એમ નહિ કહો, #ગી.શા. ૧૧૮:૨૬. “પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે.’ ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.”
Currently Selected:
માથ્થી 23: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.