1
માથ્થી 24:12-13
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.
Compare
Explore માથ્થી 24:12-13
2
માથ્થી 24:14
અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે.
Explore માથ્થી 24:14
3
માથ્થી 24:6
અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે.
Explore માથ્થી 24:6
4
માથ્થી 24:7-8
કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુકાળો તથા મરકીઓ તથા સ્થળે સ્થળે ધરતીકંપ થશે. પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.
Explore માથ્થી 24:7-8
5
માથ્થી 24:35
આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.
Explore માથ્થી 24:35
6
માથ્થી 24:5
કેમ કે, હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે, ને તેઓ ઘણાને ભુલાવશે.
Explore માથ્થી 24:5
7
માથ્થી 24:9-11
ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. અને તે સમયે ઘણા ઠોકર ખાશે, ને એકબીજાને પરસ્વાધીન કરાવશે, ને એકબીજા પર વૈર રાખશે. અને જૂઠા પ્રબોધકો ઘણા ઊઠશે, ને ઘણાને ભુલાવશે
Explore માથ્થી 24:9-11
8
માથ્થી 24:4
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો કે, તમને કોઈ ભુલાવે નહિ.
Explore માથ્થી 24:4
9
માથ્થી 24:44
એ માટે તમે પણ તૈયાર રહો. કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.
Explore માથ્થી 24:44
10
માથ્થી 24:42
માટે જાગતા રહો કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.
Explore માથ્થી 24:42
11
માથ્થી 24:36
પણ તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.
Explore માથ્થી 24:36
12
માથ્થી 24:24
કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.
Explore માથ્થી 24:24
13
માથ્થી 24:37-39
અને જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા ને પરણતાપરણાવતા હતા; અને જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
Explore માથ્થી 24:37-39
Home
Bible
Plans
Videos