YouVersion Logo
Search Icon

માથ્થી 25

25
દશ કુમારિકાઓનું દ્દષ્ટાંત
1તો આકાશના રાજ્યને દશ કુમારિકાઓની ઉપમા આપવામાં આવશે જેઓ #લૂ. ૧૨:૩૫. પોતપોતાની મશાલો લઈને વરને મળવા માટે બહાર નીકળી. 2અને તેઓમાંની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી. 3કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ. 4પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું. 5અને વરને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ. 6અને મધરાતે બૂમ પડી, ‘જુઓ, વર આવ્યો! તેને મળવાને નીકળો.’ 7ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતપોતાની મશાલો તૈયાર કરી. 8અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’ 9પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર વાળ્યો, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને માટે વેચાતું લો.’ 10અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્નજમણમાં ગઈ; અને બારણું બંધ કરવામાં આવ્યું. 11પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું, #લૂ. ૧૩:૨૫. ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉઘાડ.’ 12પણ તેણે ઉત્તર વાળ્યો, ‘હું તમને ખચીત કહું છું કે હું તમને ઓળખતો નથી.’ 13માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.
ત્રણ સેવકોને સોંપેલાં તાલંત
(લૂ. ૧૯:૧૧-૨૭)
14કેમ કે‍ [તેનું આવવું] એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. 15એકને તેણે પાંચ તાલંત, ને બીજાને બે, ને ત્રીજાને એક, એમ દરેકને પોતપોતાની શકિત પ્રમાણે આપ્યું. અને તે પરદેશ ગયો. 16પછી જેને પાંચ તાલંત મળ્યાં હતાં, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો. 17તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો. 18પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાનાં ધણીનું નાણું દાટી મૂક્યું.
19અને લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવે છે, ને તેઓ પાસેથી હિસાબ લે છે. 20ત્યારે જેને પાંચ તાલંત મળ્યાં હતાં તે બીજાં પાંચ તાલંત પણ લેતો આવ્યો, ને કહ્યું, ‘પ્રભુ તેં મને પાંચ તાલંત સોંપ્યાં હતાં; જો, હું તે ઉપરાંત બીજા પાંચ તાંલત કમાયો છું.’ 21ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, ‘શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો ‌છે; હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ.’ 22અને જેને બે તાલંત મળ્યાં હતાં, તેણે પણ પાસે આવીને કહ્યું, ‘પ્રભુ તેં મને બે તાલંત સોંપ્યાં હતાં. જો હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું’ 23તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ, સારા તથા વિશ્વાસુ‍ ચાકર, તું થોડામાં વિશ્ચાસુ માલૂમ પડ્યો છે. હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ.’ 24પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું, ‘પ્રભુ જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, ને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકત્ર કરનાર છે, એવો કરડો માણસ મેં તને જાણ્યો. 25માટે હું બીધો, ને જઈને તારો તાલંત મેં ભોયમાં દાટી મૂક્યો. જો, તને તારું પહોંચ્યું છે.’ 26અને તેના પ્રભુએ તેને કહ્યું, ‘અરે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું, ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો; 27તો તારે મારું નાણું શાહુકારોને આપવું જોઈતું હતું કે હું આવું ત્યારે મને વ્યાજ સુધ્ધાં મારું મળત. 28એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે દશ તાલંત છે તેને તે આપો. 29કેમ કે #માથ. ૧૩:૧૨; માર્ક ૪:૨૫; લૂ. ૮:૧૮. જેની પાસે છે તે દરેકને અપાશે, ને તેને ઘણું થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. 30અને તે #માથ. ૮:૧૨; ૨૨:૧૩; લૂ. ૧૩:૨૮. નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો. ત્યાં રડવું ને દાંત પીસવું થશે.’ #લૂ. ૧૯:૧૧-૨૭.
દેશજાતિઓનો ન્યાય
31પણ જ્યારે #માથ. ૧૬:૨૭. માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સહિત આવશે, ત્યારે #માથ. ૧૯:૨૮; માર્ક ૪:૨૫; લૂ. ૮:૧૮. તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. 32અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. 33અને ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.
34ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો; 35કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો ત્યારે તમે મને [પાણી] પીવડાવ્યું. હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો, 36હું નગ્ન હતો ત્યારે તમે મને વસ્‍ત્ર પહેરાવ્યાં, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી.’ 37ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર દેશે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા દેખીને ખવડાવ્યું, અથવા તરસ્યા જોઈને [પાણી] પીવડાવ્યું? 38અને ક્યારે અમે તમને પારકા જોઈને પરોણા રાખ્યા, અથવા નગ્ન જોઈને વસ્‍ત્ર પહેરાવ્યા? 39અને ક્યારે અમે તમને માંદા અથવા કેદમાં જોઈને તમારી ખબર લીધી?’ 40ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’
41પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ‘ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. 42કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો પણ તમે મને [પાણી] પીવડાવ્યું નહિ, 43હું પારકો હતો, પણ તમે મને પરોણો રાખ્યો નહિ, નગ્ન હતો, પણ તમે મને વસ્ર પહેરાવ્યાં નહિ, માંદો તથા કેદમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.’ 44ત્યારે તેઓ પણ તેમને કહેશે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે, તરસ્યા કે, પારકા કે, નગ્ન કે, માંદા કે, કેદમાં જોઈને તમારી સેવા નહિ કરી?’ 45ત્યારે તે તેઓને કહેશે, હું તમને ખચીત કહું છું કે, આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’ 46અને #દા. ૧૨:૨. તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં [જશે].”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in