માથ્થી 19
19
ઈસુ ફારગતી વિશે ચેતવે છે
1અને ઈસુ એ વાતો પૂરી કર્યા પછી ગાલીલથી નીકળીને યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. 2અને અતિ ઘણા લોકો તેમની પાછળ ગયા, ને ત્યાં તેમણે તેઓને સાજા કર્યા.
3ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું, “શું કોઈ પણ કારણને લીધે માણસ પોતાની પત્નીને મૂકી દે એ ઉચિત છે?”
4અને તેમણે ઉત્તર આપ્યો, “શું તમે નથી વાંચ્યું કે, જેણે તેઓને ઉત્પન્ન કર્યા, #ઉત. ૧:૨૭; ૫:૨. તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યાં, 5ને કહ્યું કે, #ઉત. ૨:૨૪. ‘તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્ને એક દેહ થશે.’ 6માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.”
7તેઓ તેમને કહે છે, “તો #પુન. ૨૪:૧-૪; માથ. ૫:૩૧. મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતી આપીને તેને મૂકી દેવી?”
8ઈસુ તેઓને કહે છે “મૂસાએ તમારાં હૃદયની કઠણતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. 9અને #માથ. ૫:૩૨; ૧ કોરીં. ૭:૧૦-૧૧. હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે. અને તે મૂકી દીધેલીની સાથે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.” 10તેમના શિષ્યો તેમને કહે છે, “જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે, તો પરણવું સારું નથી.”
11ત્યારે તેમણે તેઓને કહ્યું, “સર્વથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12કેમ કે કેટલાક ખોજા છે કે જેઓ પોતાની માના પેટથી એવા જન્મેલા છે. અને કેટલાક ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવેલા છે. વળી કેટલાક ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે. જે પાળી શકે તે પાળે.”
ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે
(માર્ક ૧૦:૧૩-૧૬; લૂ. ૧૮:૧૫-૧૭)
13ત્યાર પછી લોકો બાળકોને તેમની પાસે લાવ્યાં, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14પણ ઈસુએ કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ, કેમ કે આકાશનું રાજ્ય એવાંઓનું જ છે.” 15પછી તેઓ પર હાથ મૂકીને તે ત્યાંથી ગયા.
એક ધનવાન જુવાન
(માર્ક ૧૦:૧૭-૩૧; લૂ. ૧૮:૧૮-૩૦)
16અને જુઓ, કોઈએકે તેમની પાસે આવીને કહ્યું, “ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા માટે હું શું સારું કરું?” 17ત્યારે તેમણે તેને કહ્યું, “તું મને સારા વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં પેસવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.” 18તે તેમને કહે છે, “કઈ કઈ?” ત્યારે ઈસુએ કહ્યું, #નિ. ૨૦:૧૩; પુન. ૫:૧૭. “તું હત્યા ન કર, #નિ. ૨૦:૧૪; પુન. ૫:૧૮. તું વ્યભિચાર ન કર, #નિ. ૨૦:૧૫; પુન. ૫:૧૯. તુંચોરી ન કર, #નિ. ૨૦:૧૬; પુન. ૫:૨૦. તું જૂઠી સાક્ષી ન પૂર. 19#નિ. ૨૦:૧૨; પુન. ૫:૧૬. પોતાનાં માબાપને માન આપ, #લે. ૧૯:૧૮. ને પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.” 20તે જુવાને તેમને કહ્યું “એ બધી તો હું પાળતો આવ્યો છું. હજી મારામાં શું અધૂરું છે?” 21ઈસુએ તેને કહ્યું, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે. અને આવીને મારી પાછળ ચાલ.” 22પણ તે જુવાન એ વાત સાંભળીને ખિન્ન થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
23ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. 24વળી હું તમને ફરીથી કહું છું કે દ્રવ્યવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલું છે.”
25ત્યારે તેમના શિષ્યોને એ સાંભળીને ઘણી નવાઈ લાગી, ને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?” 26પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”
27ત્યારે પિતરે તેમને કહ્યું, “જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?” 28અને ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, જ્યારે પુનરુત્પત્તિમાં #માથ. ૨૫:૩૧. માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, #લૂ. ૨૨:૩૦. ઇઝરાયેલનાં બારે કુળોનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બેસશો.
29અને જે કોઈએ ઘરોને કે, ભાઈઓને કે, બહેનોને કે, બાપને કે, માને કે, છોકરાંને કે, ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે. 30પણ #માથ. ૨૦:૧૬; લૂ. ૧૩:૩૦. ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે; અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે,
Currently Selected:
માથ્થી 19: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.