1
માથ્થી 19:26
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”
Compare
Explore માથ્થી 19:26
2
માથ્થી 19:6
માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.”
Explore માથ્થી 19:6
3
માથ્થી 19:4-5
અને તેમણે ઉત્તર આપ્યો, “શું તમે નથી વાંચ્યું કે, જેણે તેઓને ઉત્પન્ન કર્યા, તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યાં, ને કહ્યું કે, ‘તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્ને એક દેહ થશે.’
Explore માથ્થી 19:4-5
4
માથ્થી 19:14
પણ ઈસુએ કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ, કેમ કે આકાશનું રાજ્ય એવાંઓનું જ છે.”
Explore માથ્થી 19:14
5
માથ્થી 19:30
પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે; અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે
Explore માથ્થી 19:30
6
માથ્થી 19:29
અને જે કોઈએ ઘરોને કે, ભાઈઓને કે, બહેનોને કે, બાપને કે, માને કે, છોકરાંને કે, ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.
Explore માથ્થી 19:29
7
માથ્થી 19:21
ઈસુએ તેને કહ્યું, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે. અને આવીને મારી પાછળ ચાલ.”
Explore માથ્થી 19:21
8
માથ્થી 19:17
ત્યારે તેમણે તેને કહ્યું, “તું મને સારા વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં પેસવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”
Explore માથ્થી 19:17
9
માથ્થી 19:24
વળી હું તમને ફરીથી કહું છું કે દ્રવ્યવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલું છે.”
Explore માથ્થી 19:24
10
માથ્થી 19:9
અને હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે. અને તે મૂકી દીધેલીની સાથે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.”
Explore માથ્થી 19:9
11
માથ્થી 19:23
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે.
Explore માથ્થી 19:23
Home
Bible
Plans
Videos