માથ્થી 18
18
સૌથી મોટું કોણ?
(માર્ક ૯:૩૩-૩૭; લૂ. ૯:૪૬-૪૮)
1તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછ્યું #લૂ. ૨૨:૨૪. “આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” 2ત્યારે તેમણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને 3કહ્યું, #માર્ક ૧૦:૧૫; લૂ. ૧૮:૧૭. “હું તમને ખચીત કહું છું કે, જો તમે નહિ ફરો, ને બાળકોના જેવા નહિ થાઓ, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો. 4માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે, તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. 5વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે.
નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવવા વિષે
(માર્ક ૯:૪૨-૪૮; લૂ. ૧૭:૧-૨)
6પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તે કરતાં તેના ગળે ઘંટીનું પડ બંધાય, ને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે. 7ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે! 8#માથ. ૫:૩૦. માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય, એ કરતાં લંગડો અથવા અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. 9અને #માથ. ૫:૨૯. જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, એ કરતાં કાણો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
ખોવાયેલા ઘેટાનું દ્દષ્ટાંત
(લૂ. ૧૫:૩-૭)
10સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે. [ 11#લૂ. ૧૯:૧૦. કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે.] 12તમે શું ધારો છો? જો કોઈ માણસની પાસે સો ઘેટાં હોય, ને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી? 13અને જો તે તેને મળે તો હું તમને ખચીત કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વત્તો હરખાય છે. 14એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા આકાશમાંના પિતાની ઇચ્છા નથી.
ભાઈના આત્મિક જીવનની કાળજી
15વળી #લૂ. ૧૭:૩. જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા, ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. 16પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે જણને તારી સાથે લે, એ માટે કે #પુન. ૧૯:૧૫. દરેક વાત બે અથવા ત્રણ સાક્ષીના મોંથી સાબિત થાય. 17અને જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.
એક ચિત્તના થઈને માંગવું
18 #
માથ. ૧૬:૧૯; યોહ. ૨૦:૨૩. હું તમને ખચીત કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે આકાશમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે આકાશમાં છોડાશે. 19વળી હું તમને કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માગશો, તો મારા આકાશમાંના પિતા તેઓને માટે તે પ્રમાણે કરશે. 20કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું”
માફ ન કરનાર ચાકરનું દ્દષ્ટાંત
21 #
લૂ. ૧૭:૩-૪. પછી પિતરે તેમની પાસે આવીને કહ્યું, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે, ને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?
22ઈસુએ તેને કહ્યું, “સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેરગણી સાત વાર સુધી. 23એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા આપવામાં આવે છે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માગ્યો. 24અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ દશ હજાર તાલંતના એક દેવાદારને તેની પાસે લાવ્યા. 25પણ વાળી આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેનાં છોકરાંને તથા તેની પાસે જે કંઈ હતું તે બધું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી. 26એ માટે તે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે, ‘સાહેબ, ધીરજ રાખો, ને હું તમારું બધું વાળી આપીશ.’ 27ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો, ને દેવું તેને માફ કર્યું.
28પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો, જે તેના સો દીનારનો દેવાદાર હતો, અને તેણે તેનું ગળું પકડીને કહ્યું, તારું દેવું વાળ.’ 29ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે, ‘ધીરજ રાખ, ને હું તારું વાળી આપીશ.’ 30અને તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો. 31ત્યારે જે જે થયું તે તેના સાથી ચાકરો જોઈને ઘણા દિલગીર થયા, ને તેઓએ જઈને જે જે થયું તે બધું પોતાના શેઠને કહી સંભળાવ્યું. 32ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તને તે બધું દેવું માફ કર્યું. 33મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત ન હતી? 34અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. 35એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંત:કરણથી માફ નહિ કરો, તો મારા આકાશમાંના પિતા પણ તમને એમ જ કરશે.”
Currently Selected:
માથ્થી 18: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.