યશાયા 55
55
ઇઝરાયલનો દયાળુ ઈશ્વર
1 #
પ્રક. ૨૧:૬; ૨૨:૧૭. “હે તૃષિત જનો, તમે સર્વ
પાણીની પાસે આવો,
જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે
આવો; વેચાતું લો, અને ખાઓ.
વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય
વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો.
2જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે
ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી
તેને માટે તમારી કમાઈ
[શા માટે ખરચી નાખો છો?]
કાન દઈને મારું સાંભળો, અને
સારું જ ખાઓ,
ને સ્વાદિષ્ટ ભોજનથી
તમારો જીવ સંતોષ પામે.
3કાન દો, મારી પાસે આવો; સાંભળો,
એટલે તમારો આત્મા જીવશે! અને
#
પ્રે.કૃ. ૧૩:૩૪. દાઉદ પર [કરેલી] કૃપા જેમ
નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે
સદાકાળનો કરાર કરીશ.
4મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે
સરદાર તથા અધિકારી ઠરાવી
આપ્યો છે.
5જો, જે પ્રજાને તું જાણતો નથી
તેને તું બોલાવીશ,
ને જે પ્રજા તને જાણતી નહોતી
તે તારા ઈશ્વર યહોવાને લીધે
તારી પાસે દોડી આવશે,
તે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને
લીધે [આવશે] ;
કારણ કે તેણે તને પ્રતાપી કર્યો છે.
6યહોવા મળે છે એટલામાં તેમને શોધો,
તે પાસે છે એટલામાં
તેમને હાંક મારો.
7દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે,
ને આધર્મી માણસ પોતાના
વિચારો તજી દે;
અને યહોવા પાસે તે પાછો આવે,
તો તે તેના પર કૃપા કરશે; અને
આપણા ઈશ્વરની પાસે [આવે] ,
કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.
8કેમ કે મારા વિચારો
તે તમારા વિચારો નથી,
તેમ તમારા માર્ગો તે મારા માર્ગો
નથી” એમ યહોવા કહે છે.
9“જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે,
તેમ મારા માર્ગો તમારા માર્ગોથી,
ને મારા વિચારો
તમારા વિચારોથી ઊંચા છે.
10જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે
છે, અને ભૂમિને સિંચ્યા વિના,
ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના
તથા #૨ કોરીં. ૯:૧૦. વાવનારને અનાજ તથા ખાનારને
અન્ન આપ્યા વિના
ત્યાં પાછાં ફરતાં નથી;
11તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી
નીકળ્યું છે તે [સફળ] થશે;
મેં જે ચાહ્યું છે તે કર્યા વિના,
ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું,
તેમાં સફળ થયા વિના,
તે ફોગટ મારી પાસે પાછું વળશે નહિ.
12તમે આનંદસહિત નીકળી જશો,
ને શાંતિથી તમને બહાર
લઈ જવામાં આવશે;
તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ
હર્ષનાદ કરવા માંડશે.
અને ખેતરોનાં સર્વ ઝાડ તાળી પાડશે.
13કાંટાના ઝાડને સ્થાને દેવદાર,
અને રાની ગુલાબને સ્થાને
મેંદી ઊગશે.
તે યહોવાની નામના તરીકે,
કદી નાશ પામશે નહિ એવું
અનંતકાળ માટેનું સ્મારક થશે.”
Currently Selected:
યશાયા 55: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.