YouVersion Logo
Search Icon

યશાયા 54

54
ઇઝરાયલ પ્રત્યે પ્રભુનો પ્રેમ
1 # ગલ. ૪:૨૭. “હે સંતાનવિહોણી, જેણે
બાળકને જન્મ આપ્યો નથી
તે તું હર્ષનાદ કર; જેણે પ્રસવવેદના
સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને
જયઘોષ કર;
કેમ કે યહોવા કહે છે કે,
તજાયેલીનાં છોકરાં
પરણેલીનાં છોકરાં કરતાં ઘણાં છે.
2તારા તંબુની જગા વિશાળ કર, અને
તેઓ તારાં રહેઠાણોના પડદા પ્રસારે;
રોક નહિ! તારાં દોરડાં લાંબાં કર,
ને તારી મેખો મજબૂત કર.
3કેમ કે તું ડાબી જમણી ફેલાઈ
જવાની છે; અને
તારાં સંતાન અન્ય પ્રજાઓને કબજે
કરશે, ને ઉજ્જડ નગરોને વસાવશે.
4તું બીશ નહિ; તું લજિજત થવાની નથી,
અને ગભરાઈશ નહિ; કેમ કે તારી
બદનામી થવાની નથી;
કેમ કે તારી જુવાનીમાં લાગેલી શરમ
તું ભૂલી જવાની છે, અને
તારા વૈધવ્યનું કલંક ફરી
તને યાદ આવશે નહિ.
5કેમ કે તારા કર્તા તારા પતિ છે. તેમનું
નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે;
તારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલના
પવિત્ર [ઈશ્વર] છે.
તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાશે.
6તજેલી તથા મનમાં ઉદાસ રહેતી
પત્નીની જેમ,
એટલે જુવાનીમાં પરણેલી પણ
પછીથી ધિક્કારપાત્ર થયેલી
પત્નીની જેમ,
યહોવાએ તને બોલાવી છે.
એવું તારા ઈશ્વર કહે છે.
7મેં ક્ષણવાર તને તજી હતી:પણ હવે
પુષ્કળ દયાથી હું તને સમેટીશ.
8ક્રોધના આવેશમાં મેં પળવાર તારા
તરફથી મારું મુખ ફેરવ્યું હતું,
પણ હવે અખંડ કૃપાથી
હું તારા પર દયા રાખીશ,
તારો ઉદ્ધાર કરનાર
યહોવા એવું કહે છે.
9કેમ કે મારે તો એ
નૂહના જળપ્રલય સરખું છે;
જે પ્રમાણે #ઉત. ૯:૮-૧૭. મેં સમ ખાધા હતા કે,
નૂહનો જળપ્રલય ફરી ભૂમિ પર
થનાર નથી,
તેમ મેં સમ ખાધા છે કે
હું તારા પર ફરીથી
ક્રોધાયમાન થઈશ નહિ,
ને તને ધમકાવીશ નહિ.
10પર્વતો ખસી જાય, ને ડુંગરો ચળે;
પણ મારી કૃપા તારા પરથી
ટળશે નહિ,
અને [તારી સાથેનો] મારો શાંતિનો
કરાર ચળી જશે નહિ,
તારા પર કૃપા રાખનાર
યહોવા એવું કહે છે.
યરુશાલેમનું ભાવિ
11હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી,
દિલાસા વગરની [નગરી] ,
જો, #પ્રક. ૨૧:૧૮-૨૧. હું તારા પથ્થરો
સુરમામાં બેસાડીશ,
ને તારા પાયા નીલમના કરીશ.
12તારા બુરજોને હું માણેકના,
તારા દરવાજાને લાલના, અને
તારી આખી દીવાલોને રત્ન
જડીત કરીશ.
13 # યોહ. ૬:૪૫. તારાં સર્વ સંતાન યહોવાનાં
શિષ્ય થશે;
અને તારાં છોકરાંને ઘણી
શાંતિ મળશે.
14તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ;
ત્રાસથી દૂર રહે,
તને કંઈ ભય લાગશે નહિ;
ધાકથી દૂર રહે,
તે તારી પાસે આવશે નહિ.
15જુઓ, તેઓ એકત્ર થાય છે ખરા,
પણ મારાથી નહિ;
જેઓ તારી સામા એકત્ર થશે
તેઓ તારે લીધે વિનાશ પામશે.
16લુહાર અંગારાનો અગ્નિ ફૂંકે છે, અને
પોતાના કામને માટે ઓજાર ઘડે છે,
તેને મેં ઉત્પન્ન કર્યો છે;
તેમ વિનાશકને વિનાશ કરવા માટે
મેં ઉત્પન્ન કર્યો છે.
17તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલુમ કોઈ
પણ હથિયાર સાર્થક થશે નહિ;
ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ
બોલશે, તેને તું દોષિત ઠરાવીશ.
એ યહોવાના સેનકોનો વારસો છે,
તેમનું ન્યાયીપણું મારાથી છે, ”
એમ યહોવા કહે છે.

Currently Selected:

યશાયા 54: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in