યશાયા 53
53
દુ:ખો સહેતો સેવક (ચાલુ)
1 #
યોહ. ૧૨:૩૮. #રોમ. ૧૦:૧૬.આપણને જે કહેવામાં આવ્યું છે
તે કોણે માન્યું છે? અને
યહોવાનો ભુજ કોની આગળ
પ્રગટ થયેલો છે?
2તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા
સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો;
તેનામાં કંઈ સૌદર્ય નહોતું,
ને લાવણ્ય નહોતુમ;
આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ
એવું નહોતું કે આપણે તેને ચાહીએ.
3તે માણસોથી ધિક્કારાયેલો તથા
તજાયેલો હતો;
દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી,
ને જેને જોઈને આપણે
મુખ અવળું ફેરવીએ,
એવો તે ધિક્કાર પામેલો હતો,
ને આપણે તેની કદર બૂજી નહિ.
4 #
માથ. ૮:૧૭. ખચીત તેણે આપણાં દરદ
માથે લીધાં છે,
ને આપણાં દુ:ખ વેઠયાં છે;
પણ આપણે તો તેને હણાયેલો,
ઈશ્વરથી માર પામેલો, તથા
પીડિત થયેલો માન્યો.
5પણ આપણા અપરાધોને લીધે
તે વીંધાયો, આપણાં પાપોને લીધે
તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત
કરાવવાને માટે તેને શિક્ષા થઈ,
ને #૧ પિત. ૨:૨૪. તેના સોળથી આપણને
સાજાપણું મળ્યું છે.
6 #
૧ પિત. ૨:૨૫. આપણે સર્વ ઘેટાંની જેમ
ભટકી ગયા છીએ,
દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે,
અને યહોવાએ તેના પર આપણા
સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.
7તેના પર જુલમ ગુજારવામાં આવ્યો
તોપણ તેણે નમ્ર થઈને પોતાનું
મોં ઉઘાડયું નહિ;
#
પ્રક. ૫:૬. હલવાન વધ કરવા માટે લઈ જવામાં
આવે છે તેના જેવો,
અને ઘેટી પોતાના કાતરનારની
આગળ મૂંગી રહે છે,
તેના જેવો તે હતો; તેણે તો #પ્રે.કૃ. ૮:૩૨-૩૩. પોતાનું
મોં ઉઘાડયું જ નહિ.
8જુલમથી તથા ન્યાયચુકાદાથી
તેને લઈ જવામાં આવ્યો;
તેની પેઢીના માણસોમાંથી કોણે
વિચાર કર્યો કે,
મારા લોકોના અપરાધોને લીધે
તેના પર માર પડયો,
ને તેને જીવતાઓની ભૂમિ પરથી
મારી નાખવામાં આવ્યો?
9તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી,
અને તેની મરણાવસ્થામાં તે
દ્રવ્યવાનની સંઘાતે હતો;
કેમ કે #૧ પિત. ૨:૨૨. તેણે અપકાર કર્યો નહોતો,
ને તેના મુખમાં કપટ નહોતું.
10તોપણ યહોવાની મરજી તેને કચરવાની
હતી; તેણે તેને દુ:ખી કર્યો;
તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે
તે પોતાનાં સંતાન જોશે,
તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે
યહોવાનો હેતુ સફળ થશે.
11તે પોતાના આત્માના કષ્ટનું ફળ
જોઈને સંતોષ પામશે;
મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી
ઘણાઓને ન્યાયી ઠરાવશે;
અને તેઓના અપરાધો
તે પોતાને માથે લેશે.
12તે માટે હું મહાન પુરુષોની સાથે
તેને હિસ્સો વહેંચી આપીશ,
અને પરાક્રમીઓની સાથે
તે લૂંટ વહેંચશે;
કારણ કે તેણે પોતાનો આત્મા મરણ
પામતાં સુધી રેડી દીધો,
અને #માર્ક ૧૫:૨૮; લૂ. ૨૨:૩૭. તે અપરાધીઓમાં ગણાયો!
પરંતુ તેણે તો ઘણાઓનાં
પાપ માથે લીધાં, અને
અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.
Currently Selected:
યશાયા 53: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.