યશાયા 52
52
ઈશ્વર યરુશાલેમને ઉગારશે
1હે સિયોન જાગૃત થા,
જાગૃત થા,
તારા સામર્થ્યથી વેષ્ઠિત થા;
#
પ્રક. ૨૧:૨,૨૭. હે યરુશાલેમ, પવિત્ર નગર,
તારાં સુંદર વસ્ત્ર પહેર;
કેમ કે હવે પછી બેસુન્નતી તથા
અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.
2હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી
નાખ, ઊઠીને બેઠી થા;
હે સિયોનની બંદીવાન દીકરી,
તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.
3કેમ કે યહોવા કહે છે, “તમે મફત વેચાયા હતા, અને નાણાં વિના તમે છોડાવી લેવાશો.” 4કેમ કે પ્રભુ યહોવા કહે છે, “પ્રથમ મારા લોક મિસરમાં પ્રવાસ કરવા માટે ગયા; અને આશૂરે વિના કારણ તેમના પર જુલમ કર્યો.” 5પણ હવે યહોવા કહે છે, “અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વગર કારણે લઈ જવામાં આવ્યા છે; તેમના અધિકારીઓ બૂમ પાડે છે, ” એમ યહોવા કહે છે; “અને #રોમ. ૨:૨૪. નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે. 6તે માટે મારા લોકો મારું નામ જાણશે; અને, હું આ રહ્યો, એવું બોલનાર તે હું છું, એમ તે દિવસે તેઓ જાણશે.”
7 #
નાહ. ૧:૧૫; રોમ. ૧૦:૧૫; એફે. ૬:૧૫. જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત
સંભળાવે છે,
જે કલ્યાણની વધામણી લાવે છે,
જે તારણથી વાત સંભળાવે છે,
જે સિયોનને કહે છે,
“તારો ઈશ્વર રાજ કરે છે, ”
તેના પગ પર્વતો પર કેવા
શોભાયમાન છે!
8સાંભળ, તારા ચોકીદારોની વાણી!
તેઓ મોટે સાદે પોકારે છે,
તેઓ સાથે હર્ષનાદ કરે છે;
કેમ કે યહોવા શી રીતે
સિયોનમાં પાછા આવે છે,
તે તેઓ નજરોનજર જુએ છે.
9યરુશાલેમનાં ખંડિયેર,
તમે બધા હર્ષનાદ કરવા માંડો;
કેમ કે યહોવાએ પોતાના લોકોને
દિલાસો આપ્યો છે,
યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.
10યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં
પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે;
પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે
[કરેલું] તારણ જોશે.
11 #
૨ કોરીં. ૬:૧૭. જાઓ, જાઓ, ત્યાંથી નીકળો,
કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ;
તેની વચમાંથી નીકળો;
યહોવાનાં પાત્રો ઊંચકનારા,
તમે શુદ્ધ થાઓ;
12કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું
નથી, ને નાસીને જવાનું નથી;
કેમ કે યહોવા તમારી આગળ ચાલશે,
ને ઇઝરાયલના ઈશ્વર
તમારા પીઠરક્ષક થશે.
દુ:ખ સહેતો સેવક
13જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે,
તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે,
તથા અતિ મહાન થશે.
14જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને
વિસ્મિત થયા (તેનો ચહેરો અને
તેનું રૂપ એવાં વિરૂપ થયાં હતાં કે
તે જાણે માણસ જ ન હોય),
15તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે,
તેને લીધે રાજાઓ પોતાનાં મુખ
બંધ રાખશે;
કારણ કે #રોમ. ૧૫:૨૧. અગાઉ તેઓને જે કહેવામાં
આવ્યું નહોતું તે તેઓ જોશે; અને
અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું
તે તેઓ સમજશે.
Currently Selected:
યશાયા 52: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.