1
યશાયા 53:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.
Compare
Explore યશાયા 53:5
2
યશાયા 53:6
આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.
Explore યશાયા 53:6
3
યશાયા 53:4
ખચીત તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુ:ખ વેઠયાં છે; પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો.
Explore યશાયા 53:4
4
યશાયા 53:3
તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.
Explore યશાયા 53:3
5
યશાયા 53:7
તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તોપણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડયું નહિ; હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે, તેના જેવો તે હતો; તેણે તો પોતાનું મોં ઉઘાડયું જ નહિ.
Explore યશાયા 53:7
6
યશાયા 53:10
તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.
Explore યશાયા 53:10
7
યશાયા 53:2
તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.
Explore યશાયા 53:2
8
યશાયા 53:12
તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે; કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો! પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.
Explore યશાયા 53:12
9
યશાયા 53:11
તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે; મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે; અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે.
Explore યશાયા 53:11
10
યશાયા 53:8
જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો; તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે, મારા લોકોના અપરાધોને લીધે તેના પર માર પડયો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો?
Explore યશાયા 53:8
11
યશાયા 53:9
તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો; કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું.
Explore યશાયા 53:9
Home
Bible
Plans
Videos