જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે
છે, અને ભૂમિને સિંચ્યા વિના,
ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના
તથા વાવનારને અનાજ તથા ખાનારને
અન્ન આપ્યા વિના
ત્યાં પાછાં ફરતાં નથી;
તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી
નીકળ્યું છે તે [સફળ] થશે;
મેં જે ચાહ્યું છે તે કર્યા વિના,
ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું,
તેમાં સફળ થયા વિના,
તે ફોગટ મારી પાસે પાછું વળશે નહિ.