યશાયા 41
41
ઇઝરાયલને ઈશ્વરની ખાતરી
1ઈશ્વર કહે છે,
“હે દ્વીપો, મારી આગળ
છાના રહીને સાંભળો;
અને લોકો નવું સામર્થ્ય પામે;
તેઓ પાસે આવે ત્યારે બોલે;
આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને
માટે શમીપ આવીએ.
2કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે કે
જેને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાના
પગ પાસે બોલાવ્યો છે?
તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે,
અને રાજાઓ પર એને અધિકાર
આપે છે,
તે તેમને ધૂળની જેમ એની તરવારને,
ને ઊડતાં ફોતરાંની જેમ એના
ધનુષ્યને સોંપી દે છે.
3તે તેઓની પછવાડે પડે છે;
અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં
પડયાં નહોતાં,
તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.
4કોણે આ કાર્ય કર્યું છે? જે આરંભથી
[મનુષ્યોને] પેઢીઓને
બોલાવે છે તેણે.
હું યહોવા આદિ છું, ને
છેલ્લાની સંઘાતે જે છે તે પણ હું જ.
5બેટો જોઈને બીધા;
પૃથ્વીના છેડા ધ્રુજ્યા;
તેઓ પાસે આવીને હાજર થયા.
6તેઓએ એક બીજાને મદદ કરી;
અને ભાઈએ ભાઈને કહ્યું,
“હિંમત રાખ.”
7કારીગરે સોનીને હિંમત આપી,
હથોડીથી લીસું કરનારે એરણ પર
[ઘણ] મારનારને ઝાળણ સારું છે
એમ કહીને હિંમત આપી;
અને તેણે [મૂર્તિને] ખીલાથી સજજડ
કરી કે તે ડગે નહિ.
8પણ હે મારા સેવક, ઇઝરાયલ,
#
૨ કાળ. ૨૦:૭; યાકૂ. ૨:૨૩. મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન,
મારા પસંદ કરેલા યાકૂબ;
9મેં તને પૃથ્વીના છેક છેડેથી
પકડી લીધો છે,
ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો
છે, અને તને કહેલું છે કે,
તું મારો સેવક છે,
મેં તને પસંદ કર્યો છે,
ને તારો ત્યાગ કર્યો નથી;
10તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું;
આમ તેમ જોઈશ નહિ,
કેમ કે હું તારો ઈશ્વર છું;
મેં તને બળવાન કર્યો છે;
વળી મેં તને સહાય કરી છે;
વળી મેં મારા પોતાના ન્યાયના જમણા
હાથથી તને પકડી રાખ્યો છે.
11જેઓ તારા પર ગુસ્સે થયેલા છે,
તેઓ સર્વ લજવાશે અને
બદનામ થશે;
તારી સાથે લડનારાં નહિ સરખાં થશે
ને વિનાશ પામશે.
12જેઓ તારી સાથે ઝઘડો કરે છે
તેઓને તું શોધીશ,
પણ તેઓ તને જડશે નહિ.
તારી સામે લડનાર માણસ નહિ સરખાં,
તથા શૂન્ય જેવાં થશે.
13કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા
જમણા હાથને પકડી રાખીને
તને કહું છું કે, તું બીશ નહિ;
હું તને સહાય કરીશ.
14હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના
માણસ, બીશો નહિ;
યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ,
વળી હુમ તારો છોડાવનાર તે
ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.
15જુઓ, મેં તને તીક્ષ્ણ, નવા દાંતાવાળા
મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે;
તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ,
ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.
16તું તેઓને ઊપણશે,
વાયુ તેઓને ઉડાવશે,
ને વંટોળિયો તેઓને વિખેરી નાખશે;
તું યહોવામાં આનંદ કરીશ,
તું ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં
વડાઈ કરીશ.
17દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે,
પણ તે મળતું નથી,
તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે;
હું યહોવા તેમને ઉત્તર આપીશ,
હું ઇઝરાયલનો ઈશ્વર
તેમને તજીશ નહિ.
18હું ઉજજડ ડુંગરો પર નાળાં,
ને ખીણોમાં કૂવા કરીશ;
હું અરણ્યને પાણીનું તળાવ,
ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.
19હું અરણ્યમાં એરેજવૃક્ષ, બાવળ, મેંદી
તથા તૈલીવૃક્ષ રોપીશ;
હું વનમાં દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ
ભેગાં મૂકીશ;
20જેથી તેઓ આ બધું જુએ, ને જાણે,
ને ધ્યાન આપે, ને સમજે કે,
યહોવાના હાથે એ કર્યું છે,
ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વરે]
એને ઉત્તન્ન કર્યું છે.”
કહેવાતાં દેવ દેવીઓને પ્રભુનો પડકાર
21યહોવા કહે છે,
“તમારો દાવો રજૂ કરો.”
યાકૂબનો રાજા કહે છે,
“તમારી દલીલો જાહેર કરો!”
22તેમને તેઓ રજૂ કરે, એટલે પછી શું
થનાર છે તે અમે જાણીએ;
પ્રથમ જે જે બિનાઓ બની તે કહો,
એટલે અમે તેના વિષે વિચાર કરીએ;
અથવા તો જે જે થનાર છે
તે તેઓ જણાવે, જેથી છેવટે પરિણામ
શું આવશે તે અમે જાણીએ.
23હવે પછી જે જે બિનાઓ બનવાની છે
તે અમને કહો,
જેથી તમે દેવો છો તે અમે જાણીએ;
વળી સારું કરો કે ભૂંડું કરો કે,
અમે આશ્ચર્ય પામીને તે જોઈએ.
24જુઓ, તમે કંઈ જ નથી,
ને તમારાં કામ શૂન્ય જ છે;
જે તમને પસંદ કરે છે
તે ધિક્કારપાત્ર છે.
25મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે
ને તે આવ્યો છે;
એટલે સૂર્યોદય [ની જગાએ] થી
મારે નામે વિનંતી કરનાર [આવ્યો છે] ;
અને જેમ કોઈ કાદવને ગૂંદે છે,
જેમ કુંભાર માટીને ગૂંદે છે,
તેમ તે અધિપતિઓને ગૂંદશે.
26અમે જાણીએ એમ પહેલાંથી કોણે ખબર
આપી છે? અમે કહીએ કે
તે સત્ય છે એમ કોણે જાહેર કર્યું?
ખબર આપનાર કોઈ નથી,
સંભળાવનાર કોઈ નથી,
તમારાં વચનો સાંભળનાર કોઈ નથી.
27સિયોનને હું પ્રથમ [કહેનાર] છું કે, જો,
તેઓને જો; અને હું યરુશાલેમને
વધામણી઼ કહેનાર મોકલી આપીશ.
28જ્યારે હું જોઉ છું, ત્યારે કોઈ માણસ
દેખાતો નથી;
તેઓમાં એવો કોઈ મંત્રી પણ નથી
કે હું જ્યારે તેઓને પૂછું
ત્યારે તેઓ ઉત્તર આપે.
29તેઓ સર્વ વ્યર્થ છે,
તેઓનાં કામ શૂન્ય જ છે;
તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ [જેવી]
તથા શૂન્યવત છે.
Currently Selected:
યશાયા 41: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.