યશાયા 40
40
આશ્વાસનના શબ્દો
1તમારા ઈશ્વર કહે છે,
“દિલાસો આપો, મારા લોકોને
દિલાસો આપો.
2યરુશાલેમ સાથે હેતથી વાત કરો;
તેની લડાઈ પૂરી થઈ છે,
તેના અપરાધનો બદલો મળ્યો છે,
તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને
લીધે બમણી [શિક્ષા] થઈ છે,
તે પ્રમાણે તેને પોકારીને કહો.”
3 #
લૂ. ૩:૪-૬. સાંભળો, #માથ. ૩:૩; માર્ક ૧:૩; યોહ. ૧:૨૩. કોઈ એવું પોકારે છે,
“જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો,
અરણ્યમાં આપણા ઈશ્વરને માટે
સડક સીધી કરો.
4સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે,
ને સર્વ પર્વત તથા ડુંગર નીચા
કરવામાં આવશે;
ખરબચડી જગાઓ સરખી,
ને ખાડાટેકરા સપાટ મેદાન થઈ જશે.
5યહોવાનું ગૌરવ પ્રગટ થશે,
ને સર્વ માણસો તે જોશે;
કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”
6 #
યાકૂ. ૧:૧૦-૧૧; ૧ પિત. ૧:૨૪-૨૫. “પોકાર, ” એવું કોઈ કહે છે. મેં પૂછયું,
“શું પોકારું?” જવાબ મળ્યો,
“સર્વ મનુષ્ય ઘાસ જ છે,
ને તેમનુમ સર્વ સૌંદર્ય
ખેતરના ફૂલ જેવું છે:
7ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય ચે;
કેમ કે યહોવાનો વાયુ તે પર વાય છે;
લોકો ખચીત ઘાસ જ છે.
8ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે;
પણ આપણા ઈશ્વરનું વચન
સર્વકાળ કાયમ રહેશે.”
9હે સિયોન, સારી વધામણી કહેનારી,
તું ઊંચા પર્વત પર ચઢી જા;
હે યરુશાલેમ, સારી વધામણી કહેનારી,
મોટે અવાજે પોકાર;
પોકાર, બીશ નહિ;
યહૂદિયાનાં નગરોને કહે,
“જુઓ, તમારા ઈશ્વર!
10જુઓ, પ્રભુ યહોવા
વીરની જેમ આવશે,
ને તેમનો ભુજ તેમને માટે
અધિકાર ચલાવશે;
#
યશા. ૬૨:૧૧; પ્રક. ૨૨:૧૨. તેમનું ઈનામ તેમની સાથે,
ને તેમનું પ્રતિફળ તેમની આગળ છે.
11 #
યોહ. ૧૦:૧૧. ભરવાડની જેમ તે પોતાના
ટોળાનું પાલન કરશે,
ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં
કરીને તેમને પોતાની ગોદમાં
ઊંચકી લેશે,
તે ધવડાવનારીઓને
સંભાળીને ચલાવશે.
ઇઝરાયલના અજોડ ઈશ્વર
12કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં
પાણી માપ્યાં છે,
ને વેંતથી આકાશ માપી આપ્યું છે,
ને કોણે માપામાં પૃથ્વીની
ધૂળ મવડાવી છે,
ને કાંટાથી પર્વતોને તથા ત્રાજવાંથી
પહાડોને તોળ્યા છે?
13 #
રોમ. ૧૧:૩૪; ૧ કોરીં. ૨:૧૬. કોણે યહોવાનો આત્મા માપી
આપ્યો છે,
ને તેમનો મંત્રી થઈને
તેમને કોણે શીખવ્યું?
14તેમણે કોની સલાહ લીધી? કોણે તેમને
સમજણ આપી,
ને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને
તેમને જ્ઞાન શીખવ્યું?
કોણે તેમને બુદ્ધિનો માર્ગ જણાવ્યો?
15પ્રજાઓ ડોલમાંથી ટપકતા ટીપા જેવી,
ને ત્રાજવાની રજ સમાન ગણાયેલી છે!
દ્વીપો ઊડી જતી રજકણ જેવા છે!
16લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી,
તે પરનાં પ્રાણીઓ યજ્ઞને માટે
પૂરતાં નથી.
17સર્વ પ્રજાઓ પ્રભુની આગળ કંઈ
વિસાતમાં નથી;
તેમણે તેઓને શૂન્યરૂપ તથા નહિ
જેવી ગણી છે.
18 #
પ્રે.કૃ. ૧૭:૨૯. તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો?
કેવી પ્રતિમા સાથે તેમનો
મુકાબલો કરશો?
19મૂર્તિને તો કારીગર ઢાળે છે, ને સોની
તેને સોનાથી મઢે છે,
ને [તેને માટે] રૂપાની
સાંકળીઓ ઘડે છે.
20જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ
કરવાને અસમર્થ થઈ ગયો હોય,
તે સડી નહિ જાય એવું ઝાડ
પસંદ કરે છે;
અને હાલે નહિ એવી મૂર્તિને સ્થાપન
કરવા માટે તે ચતુર
કારીગરને શોધે છે.
21શું તમે નથી જાણતા?
તમે નથી સાંભળતા?
[દુનિયાના] આરંભથી
તમને ખબર મળી નથી?
પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી
તમે સમજતા નથી?
22પ્રભુ તો પૃથ્વી ઉપરના નભોમંડળ પર
બિરાજનાર,
અને એમની નજરમાં તેના
રહેવાસીઓ તીડ સમાન છે;
તે મલમલ [ના પડદાની] જેમ
આકાશોને પ્રસારે છે,
તે રહેવા માટેના તંબુની જેમ
તેઓને તાણે છે.
23અધિપતિઓને નહિ સરખા
કરનાર તે છે;
પૃથ્વીના ન્યાયાધીશોને
તે શૂન્ય જેવા કરે છે.
24તેઓ રોપાયા ન રોપાયા,
તેઓ વવાયા ન વવાયા,
તેઓનાં મૂળ જમીનમાં બાઝયાં કે,
તરત જ તે તેઓ પર ફૂંક મારે છે,
એટલે તેઓ સુકાઈ જાય છે,
ને વંટોળિયો તેમને ફોતરાંની જેમ
ઉડાવી દે છે.”
25વળી પવિત્ર [ઈશ્વર] પૂછે છે,
“તમે મને કોની સાથે સરખાવશો કે,
હું તેના જેવો ગણાઉં?”
26તમારી દષ્ટિ ઊંચી કરીને જુઓ,
એ [બધા તારા] કોણે
ઉત્પન્ન કર્યા છે?
તે મહા સમર્થ અને બળવાન હોવાથી
પોતાના પરાક્રમના મહાત્મ્યથી
તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર
કાઢી લાવે છે,
અને તે સર્વને નામ લઈને બોલાવે છે;
એકે રહી જતો નથી.
27યાકૂબ, તું શા માટે કહે છે અને
હે ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે,
મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે,
ને મારો ન્યાય મારા ઈશ્વરના
લક્ષમાં નથી?
28તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું?
યહોવા તે સનાતન ઈશ્વર છે,
પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર
તે છે; તે નિર્ગત તથા નથી,
ને થાકતા પણ નથી;
તેમની સમજણ અતકર્ય છે.
29નબળાને તે બળ આપે છે;
અને કમજોરને
તે પુષ્કળ જોર આપે છે.
30છોકરા તો નિર્ગત થશે, ને થાકી જશે,
અને જુવાનો ઠોકર ખાશે જ;
31પણ યહોવાની રાહ જોનાર
નવું સામર્થ્ય પામશે;
તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે;
તેઓ દોડશે; ને થાકશે નહિ;
તેઓ આગળ ચાલશે,
ને નિર્ગત થશે નહિ.”
Currently Selected:
યશાયા 40: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.