કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં
પાણી માપ્યાં છે,
ને વેંતથી આકાશ માપી આપ્યું છે,
ને કોણે માપામાં પૃથ્વીની
ધૂળ મવડાવી છે,
ને કાંટાથી પર્વતોને તથા ત્રાજવાંથી
પહાડોને તોળ્યા છે?
કોણે યહોવાનો આત્મા માપી
આપ્યો છે,
ને તેમનો મંત્રી થઈને
તેમને કોણે શીખવ્યું?
તેમણે કોની સલાહ લીધી? કોણે તેમને
સમજણ આપી,
ને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને
તેમને જ્ઞાન શીખવ્યું?
કોણે તેમને બુદ્ધિનો માર્ગ જણાવ્યો?