1
યશાયા 41:10
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.
Compare
Explore યશાયા 41:10
2
યશાયા 41:13
કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, તું બીશ નહિ; હું તને સહાય કરીશ.
Explore યશાયા 41:13
3
યશાયા 41:11
જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજવાશે અને બદનામ થશે; તારી સાથે લડનારાં નહિ સરખાં થશે ને વિનાશ પામશે.
Explore યશાયા 41:11
4
યશાયા 41:9
મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે, ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે, અને તને કહેલું છે કે, તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, ને તારો ત્યાગ કર્યો નથી
Explore યશાયા 41:9
5
યશાયા 41:12
જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ. તારી સામે લડનાર માણસ નહિ સરખાં, તથા શૂન્ય જેવાં થશે.
Explore યશાયા 41:12
6
યશાયા 41:14
હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.
Explore યશાયા 41:14
7
યશાયા 41:8
પણ હે મારા સેવક, ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ
Explore યશાયા 41:8
8
યશાયા 41:18
હું ઉજજડ ડુંગરો પર નાળાં, ને ખીણોમાં કૂવા કરીશ; હું અરણ્યને પાણીનું તળાવ, ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.
Explore યશાયા 41:18
9
યશાયા 41:17
દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી, તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે; હું યહોવા તેમને ઉત્તર આપીશ, હું ઇઝરાયલનો ઈશ્વર તેમને તજીશ નહિ.
Explore યશાયા 41:17
10
યશાયા 41:4
કોણે આ કાર્ય કર્યું છે? જે આરંભથી [મનુષ્યોને] પેઢીઓને બોલાવે છે તેણે. હું યહોવા આદિ છું, ને છેલ્લાની સંઘાતે જે છે તે પણ હું જ.
Explore યશાયા 41:4
11
યશાયા 41:19-20
હું અરણ્યમાં એરેજવૃક્ષ, બાવળ, મેંદી તથા તૈલીવૃક્ષ રોપીશ; હું વનમાં દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ ભેગાં મૂકીશ; જેથી તેઓ આ બધું જુએ, ને જાણે, ને ધ્યાન આપે, ને સમજે કે, યહોવાના હાથે એ કર્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વરે] એને ઉત્તન્ન કર્યું છે.”
Explore યશાયા 41:19-20
Home
Bible
Plans
Videos