1
યશાયા 42:6-7
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
“મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ; જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને, ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારાઓને બહાર કાઢે.
Compare
Explore યશાયા 42:6-7
2
યશાયા 42:8
હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.
Explore યશાયા 42:8
3
યશાયા 42:1
જુઓ, આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે; તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે.
Explore યશાયા 42:1
4
યશાયા 42:3-4
છૂંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ, અને મંદમંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ. સત્ય પ્રમાણે તે ધર્મ પ્રગટ કરશે. તે પૃથ્વી પર ધર્મ સ્થાપિત કરશે, ત્યાં સુધી તે મંદ થનાર નથી, ને નાઉમેદ થશે નહિ; અને ટાપુઓ તેના બોધની વાટ જોશે.”
Explore યશાયા 42:3-4
5
યશાયા 42:16
જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે એ છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.
Explore યશાયા 42:16
6
યશાયા 42:9
જુઓ, અગાઉથી [કહી દેખાડેલી] બિનાઓ થઈ ચૂકી છે, ને નવીની ખબર હું આપું છું; તેઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભળાવું છું.”
Explore યશાયા 42:9
Home
Bible
Plans
Videos