યશાયા 42
42
પ્રભુનો સેવક
1 #
માથ. ૧૨:૧૮-૨૧. જુઓ, આ મારો સેવક,
એને હું નિભાવી રાખું છું;
એ મારો પસંદ કરેલો છે,
#
માથ. ૩:૧૭; ૧૭:૫; માર્ક ૧:૧૧; લૂ. ૩:૨૨; ૯:૩૫. એના પર મારો જીવ સંતુષ્ટ છે;
તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે;
તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે.
2તે બૂમ પાડશે નહિ, ને પોતાનો અવાજ
ઊંચો કરશે નહિ,
ને રસ્તામાં પોતાની વાણી
સંભળાવશે નહિ.
3છૂંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ,
અને મંદમંદ સળગતી દિવેટને
તે હોલવશે નહિ.
સત્ય પ્રમાણે તે ધર્મ પ્રગટ કરશે.
4તે પૃથ્વી પર ધર્મ સ્થાપિત કરશે,
ત્યાં સુધી તે મંદ થનાર નથી,
ને નાઉમેદ થશે નહિ;
અને ટાપુઓ તેના બોધની વાટ જોશે.”
5 #
પ્રે.કૃ. ૧૭:૨૪-૨૫. આકાશોને ઉત્પન્ન કરનાર,
તેઓને પ્રસારનાર,
પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે
તેને ફેલાવનાર,
તે પરના લોકોને પ્રાણ આપનાર તથા
તે પરના ચાલનારાને જીવન
આપનાર યહોવા ઈશ્વર,
તેમણે એવું કહ્યું છે,
6“મેં યહોવાએ તેને દઢ હેતુથી
બોલાવ્યો છે,
તારો હાથ હું પકડી રાખીશ,
તારું રક્ષણ કરીશ,
વળી તને લોકના હકમાં કરારરૂપ,
ને #યશા. ૪૯:૬; લૂ. ૨:૩૨; પ્રે.કૃ. ૧૩:૪૭; ૨૬:૨૩. વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;
7જેથી તું આંધળી આંખોને ઉઘાડે,
બંદીખાનામાંથી બંદીવાનોને,
ને કારાગૃહમાંથી અંધકારમાં
બેસનારાઓને બહાર કાઢે.
8હું યહોવા છું; એ જ મારું નામ છે;
હું મારું ગૌરવ બીજાને, તથા
મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને
આપવા દઈશ નહિ.
9જુઓ, અગાઉથી [કહી દેખાડેલી]
બિનાઓ થઈ ચૂકી છે,
ને નવીની ખબર હું આપું છું;
તેઓ બન્યા પહેલાં હું તમને તે
કહી સંભળાવું છું.”
સ્તુતિ ગાન
10સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ
રહેનારા ટાપુઓ તથા તેઓના
રહેવાસીઓ,
તમે યહોવા પ્રત્યે નવું ગીત ગાઓ;
પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી
તેમનાં સ્તોત્ર ગાઓ.
11અરણ્ય તથા તેમાંનાં નગરો, વળી કેદારે
વસાવેલાં ગામડાં,
મોટે સાદે ગાઓ; સેલાના રહેવાસીઓ,
હર્ષનાદ કરો,
પર્વતોનાં શિખર પરથી
તેઓ બૂમ પાડો.
12તેઓ યહોવાને મહિમા આપે,
અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે.
13યહોવા વીરની જેમ બહાર આવશે;
યોદ્ધાની જેમ તે આવેશને
પ્રદીપ્ત કરશે; તે મોટેથી પોકારશે,
વળી તે રણનાદ કરશે;
તે પોતાના વૈરીઓને પોતાનું
પરાક્રમ બતાવશે.
પ્રભુનું પોતાના લોકોને સહાયવચન
14હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું;
અને શાંત થઈને
મેં પોતાને કબજે રાખ્યો છે;
પણ હવે હું જન્મ આપનારીની
જેમ પોકારીશ;
મને હાંફણ તથા અમૂઝણ સાથે થશે.
15હું પર્વતોને તથા ડુંગરોને ઉજજડ કરીશ,
ને તેમની સર્વ લીલોતરીને
સૂકવી નાખીશ;
હું નાળાંઓના બેટ કરી નાખીશ,
અને તળાવોને હું સૂકવી નાખીશ.
16જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર
હું તેઓને ચલાવીશ;
જે વાટોની તેમને માહિતી નથી,
તેઓ પર હું તેમને ચાલતા કરીશ.
તેમની સંમુખ
હું અંધકારને અજવાળારૂપ,
ને ખરબચડી જગાઓને સપાટ કરીશ.
જે કામો હું કરવાનો છું તે એ છે,
ને હું તેમને પડતાં મૂકીશ નહિ.
17જેઓ કોરેલી મૂર્તિઓ પર
ભરોસો રાખે છે,
ને ઢાળેલી મૂર્તિઓને કહે છે,
‘તમે અમારા દેવ છો, ’
તેઓ પાછા ફરશે,
તેઓ બહુ લજિજત થશે.
અણસમજુ ઇઝરાયલ પ્રજા
18હે બહેરાઓ, સાંભળો; અને
હે આંધળાઓ, નજર કરીને જુઓ.
19મારા સેવક જેવો આંધળો કોણ?
મારા મોકલેલા ખેપિયા
જેવો બહેરો કોણ છે?
કૃપાદાન પામેલા જેવો આંધળો,
ને યહોવાના સેવક જેવો અંધ કોણ છે?
20તેં ઘણી બાબતો જોઈ છે, પણ
તેમને નિહાળીને જોઈ નથી;
તારા કાન ઉઘાડા છે,
પણ તું સાંભળતો નથી.
21યહોવા પોતાના દઢ હેતુને લીધે,
નિયમશાસ્ત્રનું મહાત્મ્ય વધારવા
તથા તેને માનવંત કરવા રાજી થયા.
22પણ આ લોક ખુવાર થયેલા તથા
લૂંટાયેલા છે;
તેઓ તમામ ખાડાઓમાં ફસાયેલા,
ને કારાગૃહોમાં પુરાયેલા છે;
તેઓ શિકાર થઈ પડયા છે,
તેમને છોડાવનાર કોઈ નથી;
તેઓ લૂંટ સમાન થઈ ગયા છે,
ને ‘પાછા આપ, ’ એવું કહેનાર
કોઈ નથી.
23તમારામાંનો કોણ આને કાન દેશે?
હવે પછી કોણ ધ્યાન
દઈને સાંભળશે?
24કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે,
તથા ઇઝરાયલને લૂંટનારાઓને
સ્વાધીન કર્યો છે?
જે યહોવાની વિરુદ્ધ આપને પાપ
કર્યું છે તેમણે શું એમ કર્યું નથી?
તેઓ તેમના માર્ગોમાં
ચાલવાને રાજી નહોતા,
અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું
તેઓએ સાંભળ્યું નહિ.
25માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા
યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો;
અને એમણે તેને ચોતરફ
સળગાવી દીધો,
તોપણ તે સમજ્યો નહિ;
વળી તેને બાળ્યો, તોપણ
તેણે પરવા કરી નહિ.
Currently Selected:
યશાયા 42: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.