1
યશાયા 43:19
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જુઓ, હું નવું કામ કરનાર છું; તે હમણાં નીકળી આવશે; શું તમે તે જાણશો નહિ? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.
Compare
Explore યશાયા 43:19
2
યશાયા 43:2
તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.
Explore યશાયા 43:2
3
યશાયા 43:18
તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહિ, અને પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ.
Explore યશાયા 43:18
4
યશાયા 43:1
પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.
Explore યશાયા 43:1
5
યશાયા 43:4
કેમ કે તું મારી દષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે, ને મેં તારા પર પ્રેમ કર્યો છે. તે માટે હું તારે બદલે માણસો, ને તારા જીવને બદલે લોકો આપીશ.
Explore યશાયા 43:4
6
યશાયા 43:3
કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું, હું ઇઝરાયલને પવિત્ર [ઈશ્વર] તારો ત્રાતા છું, મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.
Explore યશાયા 43:3
7
યશાયા 43:5
તું બીશ નહિ; કેમ કે હું તારી સાથે છું; હું તારા સંતાન પૂર્વથી લાવીશ, ને પશ્ચિમથી તને એકત્ર કરીશ.
Explore યશાયા 43:5
8
યશાયા 43:25
જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.
Explore યશાયા 43:25
9
યશાયા 43:10
યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો, ને મારો ભરોસો કરો, ને સમજો કે હું તે છું; મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી.
Explore યશાયા 43:10
10
યશાયા 43:11
હું, હું જ યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી.
Explore યશાયા 43:11
11
યશાયા 43:13
વળી આજથી હું તે છું; મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી; હું જે કામ કરું છું, તેને કોણ ઊંધું વાળશે?”
Explore યશાયા 43:13
12
યશાયા 43:20-21
જંગલનાં શ્વાપદો, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે; કારણ કે મારા લોકોને એટલે મારા પસંદ કરેલાઓને પીવડાવવા માટે, હું અરણ્યમાં પાણી તથા ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.
Explore યશાયા 43:20-21
13
યશાયા 43:6-7
હું ઉત્તરને કહીશ, ‘છોડી દે;’ અને દક્ષિણને [કહીશ કે,] ‘અટકાવ ન કર; મારા દીકરાઓને વેગળેથી, ને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ; જે સર્વને મરું નામ આપેલું છે, ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યો છે તેને લાવ; મેં તેને બનાવ્યો; હા, મેં તેને પેદા કર્યો છે.’
Explore યશાયા 43:6-7
14
યશાયા 43:16-17
જે યહોવા સમુદ્રમાં માર્ગ, ને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે, જે રથ તથા ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે [તે હું છું] ; તેઓ ભેગા સૂઈ જાય છે, તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.
Explore યશાયા 43:16-17
15
યશાયા 43:15
હું યહોવા, તમારો પવિત્ર [ઈશ્વર] , ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું.
Explore યશાયા 43:15
Home
Bible
Plans
Videos