YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 13

13
ઈશ્વરને કેવી રીતે પ્રસન્‍ન કરી શકાય
1ભાઈઓ પરનો પ્રેમ ચાલુ રાખો. 2પરોણાગત કરવાનું ભૂલો નહિ, કેમ કે તેથી #ઉત. ૧૮:૧-૮; ૧૯:૧-૩. કેટલાકે અજાણતાં દૂતોને પરોણા રાખ્યા છે. 3બંદીવાનોની સાથે જણે તમે પણ બંદીવાન હો, તેમ સમજીને તેઓને સંભારો. અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને [સંભારો].
4સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
5તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે. #પુન. ૩૧:૬,૮; યહો. ૧:૫. “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” 6તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે,
# ગી.શા. ૧૧૮:૬. “પ્રભુ મને સહાય કરનાર છે;
હું બીશ નહિ:
માણસ મને શું કરનાર છે?”
7જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો, અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો. 8ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે. 9તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઓ નહિ, કેમ કે [પ્રભુની] કૃપાથી અંત:કરણ દઢ કરવામાં આવે તે સારું છે; [અમુક] ખોરાક ખાવાથી નહિ, તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નહિ.
10આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનો અધિકાર નથી. 11કેમ કે પાપાર્થાર્પણ તરીકે જે પશુઓનું રક્ત પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર #લે. ૧૬:૨૭. છાવણી બહાર બાળવામાં આવે છે. 12માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહ્યું. 13માટે આપણે પણ તેમનું અપમાન સહન કરીને છાવણી બહાર તેમની પાસે જઈએ. 14કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ જે [નગર આપણું] થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ. 15માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ. 16વળી ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવા યજ્ઞથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.
17તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે [કામ] કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થાય.
18તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંત:કરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે. અને અમે સર્વ બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ. 19એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું, એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું.
અંતે પ્રાર્થના
20હવે શાંતિના ઈશ્વર, જેમણે ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મૂએલાંમાંથી પાછા ઉઠાડયા, 21તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.
છેલ્લા શબ્દો
22ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે આ [મારા] બોધનાં વચન ધ્યાનમાં રાખો, કેમ કે મેં તમારા ઉપર ટૂંકમાં જ લખ્યું છે. 23આપણો ભાઈ તિમોથી છૂટો થયેલો છે એ તમે જાણજો. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.
24તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો. ઇટાલીમાંના [ભાઈઓ] તમને સલામ કહે છે.
25તમ સર્વના ઉપર કૃપા હો. આમીન.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in