YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 12

12
ઈશ્વર આપણા પિતા
1તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક [જાતનો] બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. 2આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું [દુ:ખ] સહન કર્યું, અને જે ઈશ્વરના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે.
3તો જેમણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેમનો વિચાર કરો, રખેને તમે તમારાં મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ. 4તમે પાપની સામા બાથ ભીડો છો, પણ રક્તપાત સુધી [તમે હજી બાથ ભીડી] નથી. 5વળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે, તે તમે ભૂલી ગયા; એટલે,
# અયૂ. ૫:૧૭; નીતિ. ૩:૧૧-૧૨. “મારા પુત્ર, પ્રભુની શિક્ષાને
તું તુચ્છ ન ગણ,
અને તે તને ઠપકો આપે ત્યારે
તું નિરાશ ન થા.
6કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે,
તેને તે શિક્ષા કરે છે,
અને જે પુત્રનો સ્વીકાર કરે છે,
તે દરેકને તે કોરડા મારે છે.”
7શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે. કેમ કે એવો ક્યો દીકરો છે કે, જેને પિતા શિક્ષા કરતો નથી? 8પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે, એવી શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ. 9વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ? 10કેમ કે તેઓએ તો થોડાક દિવસ સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ એમણે તો આપણા હિતને માટે [શિક્ષા કરી] કે, આપણે તેમની પવિત્રતાના ભાગીદાર થઈએ, 11કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે. પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.
સલાહસૂચનો અને ચેતવણી
12 # યશા. ૩૫:૩. એ માટે ઢીલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો. 13અને #નીતિ. ૪:૨૬. પોતાના પગોને માટે સીધા રસ્તા કરો, જેથી જે લંગડું છે, તે ઊતરી ન જાય, પણ ઊલટું તે સાજું થાય.
14સર્વની સાથે શાંતિથી વર્તો, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહિ તેને ધોરણે તમે ચાલો. 15તમે બહુ સાવધ રહો, રખેને કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી જાય; રખેને કોઈ #પુન. ૨૯:૧૮. કડવાશરૂપી જડ ઊગે, અને તેમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણાખરા અપવિત્ર થાય; 16રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે #ઉત. ૨૫:૨૯-૩૪. એક ભોજનને માટે પોતાનું જયેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય. 17કેમ કે #ઉત. ૨૭:૩૦-૪૦. તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઇચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તોપણ તેનો સ્વીકાર થયો નહિ, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહિ.
18વળી #નિ. ૧૯:૧૬-૨૨; ૨૦:૧૮-૨૧; પુન. ૪:૧૧-૧૨; ૫:૨૨-૨૭. તેમ એવાંઓની પાસે આવ્યા નથી, એટલે અડકાય એવા પહાડની તથા બળતી આગની તથા ઘનઘોર આકાશની તથા અંધકારની તથા તોફાનની 19તથા રણશિંગડાના અવાજની તથા એવા શબ્દધ્વનિની કે, જેના સાંભળનારાઓએ વિનંતી કરી કે, “એવું ફરીથી અમને કહેવામાં ન આવે;” 20કેમ કે #નિ. ૧૯:૧૨-૧૩. જો કોઈ જાનવર પણ પહાડને અડકે, તો તે પથ્થરથી માર્યું જાય, એવી જે આજ્ઞા થઈ, તે તેઓથી સહન થઈ શકી નહિ, 21અને એ દેખાવ એવો ભયંકર હતો કે તેથી મૂસાએ કહ્યું, #પુન. ૯:૧૯. “હું બહુ બીહું છું અને ધ્રજું છું.”
22પણ તમે તો સિયોન પહાડની પાસે, અને જીવતા ઈશ્વરના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે, અને હજારોહજાર દૂતોની પાસે, 23પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે, અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, 24અને નવા કરારનાં મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું #ઉત. ૪:૧૦. રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો.
25જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો #નિ. ૨૦:૨૨. આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહિ. 26તેમની વાણીએ તે વખતે પૃથ્વીને કંપાવી; પણ #હાગ. ૨:૬. “હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ કંપાવું છું” એવી તેમણે પ્રતિજ્ઞા કરી છે. 27‘ફરી એક વાર’નો અર્થ એ છે કે, કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની જેમ નાશ પામે છે કે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી, તેઓ કાયમ રહે.
28માટે કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે [ઈશ્વરનો] આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ; 29કેમ કે #પુન. ૪:૨૪. આપણા ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in