હવે શાંતિના ઈશ્વર, જેમણે ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મૂએલાંમાંથી પાછા ઉઠાડયા, તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.