YouVersion Logo
Search Icon

યાકૂબનો પત્ર પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
‘યાકૂબનો પત્ર’ બધે વિખેરાઈ ગયેલાં બારેય કુળને લખવામાં આવ્યો છે, અને પત્રમાં વ્યવહારુ શિખામણનો સંગ્રહ રજૂ કર્યો છે. ખ્રિસ્તી વલણ અને રીતભાત માટે વ્યવહારુ ડહાપણ અને માર્ગદર્શન વિષે શિક્ષણ આપવા લેખક ભાષાના અનેક તાદશ અલંકાર વાપરે છે. ખ્રિસ્તી દષ્ટિબિંદુથી ઉપયોગી એવા કેટલાયે વિષયો શિક્ષણાર્થે લે છે, જેમ કે, દ્રવ્ય, ગરીબાઈ, પરીક્ષણ, સારી રીતભાત, પૂર્વગ્રહો, વિશ્ચાસ અને કરણીઓ, જીભનો ઉપયોગ, ડહાપણ, લડાઈ ઝઘડા, અભિમાન અને નમ્રતા, બીજાઓનો ન્યાય કરવો, બડાઈ કરવી, ધીરજ અને પ્રાર્થના.
પત્ર આ બાબત પર ભાર મૂકે છે કે ખ્રિસ્તી ધર્મ પાળવામાં વિશ્વાસની સાથે સાથે કરણીઓ પર ભાર મૂકાવો જોઈએ, કારણ, કરણી અગત્યની છે.
રૂપરેખા :
પ્રસ્તાવના : ૧:૧
વિશ્વાસ અને ડહાપણ ૧: ૨-૮
ગરીબાઈ અને દ્રવ્ય ૧:૯-૧૧
કસોટી અને પરીક્ષણ ૧:૧૨-૧૮
સાંભળવું અને અમલમાં મૂકવું ૧:૧૯-૨૭
ભેદભાવ રાખવા સંબંધી ચેતવણી ૨:૧-૧૩
વિશ્વાસ અને કરણીઓ ૨:૧૪-૨૬
ખ્રિસ્તી માણસ અને એની જીભ ૩:૧-૧૮
ખ્રિસ્તી જન અને જગત ૪:૧-૫:૬
બીજી જુદી જુદી શિખામણ ૫:૭-૨૦

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in