YouVersion Logo
Search Icon

એફેસીઓને પત્ર 3

3
વિદેશીઓ મધ્યે પાઉલનું સેવાક્ષેત્ર
1એ કારણથી હું પાઉલ, તમ વિદેશીઓની માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન, 2ઈશ્વરની જે કૃપાનું [દાન] તમારે માટે મને આપવામાં આવ્યું છે, તેના વહીવટ વિષે 3અને પ્રકટીકરણથી તેમણે મને મર્મ જણાવ્યો તે વિષે, તમે કદાચ સાંભળ્યું છે, તે વિષે મેં અગાઉ ટૂંકમાં લખ્યું. 4તે વાંચીને #કલો. ૧:૨૬-૨૭. તમે ખ્રિસ્તના મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો. 5તે જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલા છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યા નહોતા, 6એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.
7ઈશ્વરના સામર્થ્યની કૃતિથી મને આપવામાં આવેલા [ઈશ્વર] ના કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થયેલો છું. 8હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું, 9અને સર્વને સરજનહાર ઈશ્વરમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું બધાંને જણાવું, એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે. 10જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો, 11તે [સંકલ્પ] પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળીદ્વારા જણાય. 12તે [ખ્રિસ્ત ઈસુ] માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે. 13એ માટે હું માગું છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત ન થાઓ, તે વિપત્તિ તો તમારો મહિમા છે.
ખ્રિસ્તનો પ્રેમ
14એ કારણથી પિતા, 15જેમના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે, 16તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે, તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે. 17અને વિશ્વાસથી તમારાં હ્રદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારાં મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને, 18તમે સર્વ સંતોની સાથે [ખ્રિસ્તના પ્રેમની] પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો, 19અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમે સમજી શકો કે, તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.
20હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે, 21તેમને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દરપેઢી મહિમા હો. આમીન.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for એફેસીઓને પત્ર 3