YouVersion Logo
Search Icon

એફેસીઓને પત્ર 2

2
મૃત્યુમાંથી જીવનમાં
1વળી #કલો. ૨:૧૩. તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતાં, ત્યારે [તેમણે તમને સજીવન કર્યાં] ; 2તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં. 3તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતાં હતા, અને દેહની તથા મનની વૃતિઓ પ્રમાણે કાર્ય કરતા હતાં, તથા પ્રથમની‍‍ સ્થિતિમાં બીજાઓના જેવાં કોપનાં છોકરાં હતાં.
4પણ ઈશ્વર, જે કરુણાથી ભરપૂર છે, તેમણે આપણા પર પ્રેમ રાખ્યો, તેમના અત્યંત પ્રેમને લીધે, 5આપણે પાપમાં મૂએલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યાં (કૃપાથી તમે તારણ પામેલા છો), 6અને સાથે ઉઠાડયા, ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડયા. 7જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે. 8કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા તારણ પામેલા છો. અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. 9કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે. 10કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
ખ્રિસ્તમાં ઐકય
11એ માટે યાદ રાખો કે, તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, અને દેહ સંબંધી હાથે કરેલી સુન્‍નતવાળા તમને બેસુન્‍નતી કહેતા હતાં. 12તે સમયે તમે ખ્રિસ્તરહિત, ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના, તથા [આપેલા] વચનના કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઇશ્વર વગરના, એવાં હતાં. 13પણ તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. 14કેમ કે તે આપણું સમાધાન છે, તેમણે બન્‍નેનું એક કર્યું, અને [આપણી] વચ્ચેની આડી ભીંત પાડી નાખી છે. 15સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને, 16અને #કલો. ૧:૨૦. વધસ્તંભ ઉપર વૈરને મારી નાખીને એ‍ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્‍નેનું સમાધાન કરાવવાને #કલો. ૨:૧૪. તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમ [શાસ્‍ત્ર] રૂપ વૈરને નાબૂદ કર્યું. 17તેમણે આવીને #યશા. ૫૭:૧૯. તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિ [ની સુવાર્તા] પ્રગટ કરી. 18કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બન્‍ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
19માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના [રહેવાસી] તથા ઈશ્વરનાં કુટુંબના [માણસો] છો. 20પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. 21તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. 22તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for એફેસીઓને પત્ર 2