YouVersion Logo
Search Icon

એફેસીઓને પત્ર 4

4
શરીરનું ઐકય
1એ માટે હું, પ્રભુને માટે બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. 2#કલો. ૩:૧૨-૧૩. સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. 3શાંતિના બંધનમાં આત્માનું ઐકય રાખવાને યત્ન કરો. 4જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે. 5એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, 6એક ઈશ્વર એટલે સર્વના પિતા, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ સર્વમાં છે.
7આપણામાંના દરેકને ખ્રિસ્તના [કૃપા] દાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. 8એ માટે તે કહે છે,
# ગી.શા. ૬૮:૧૮. “ઊંચાણમાં ચઢીને
તે બંદીવાનોને લઈ ગયા, અને
તેમણે માણસોને દાન આપ્યાં.”
9તે ચઢયા, એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઊતર્યાં, એમ નહિ? 10જે ઊતર્યાં તે એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊંચે ચઢયાં. 11વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્‍નતિ કરવાને માટે, 12તેમણે કેટલાક‍ પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યાં. 13ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐકય થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમ પ્રૌઢ પુરુષત્વમાં, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચીએ. 14જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનરા તથા આમતેમ ફરનારા ન થઈએ 15પણ પ્રેમથી સત્યને અનુસરીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ. 16#કલો. ૨:૧૯. એમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્‍નતિને માટે પોતાની વૃદ્ધિ કરે છે.
ખ્રિસ્તમાં નવું જીવન
17એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો. 18તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓનાં હ્રદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર‌ છે. 19તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા.
20પણ તમે એ પ્રમાણે ખ્રિસ્તની પાસેથી શીખ્યા નથી. 21જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષેનું શક્ષણ પામ્યા હો, તો 22કપટવાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું #કલો. ૩:૯. જૂનું માણસપણું દૂર કરો, 23અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. 24અને #કલો. ૩:૧૦. નવું માણસપણું જે #ઉત. ૧:૨૬. ઈશ્વર [ના મનોરથ] પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો.
25એ માટે અસત્ય દૂર કરીને #ઝખ. ૮:૧૬. દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. 26#ગી.શા. ૪:૪. ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો. 27અને શેતાનને સ્થાન ન આપો. 28ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સુકૃત્યો કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય. 29તમાર મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્‍નતિને માટે આવશ્યક હોય તે જ નીકળે કે, તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. 30વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો, 31સર્વ [પ્રકાર] ની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો. 32પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને #કલો. ૩:૧૩. જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in