YouVersion Logo
Search Icon

એફેસીઓને પત્ર 5

5
પ્રકાશમાં ચાલો
1એ માટે તમે [પ્રભુનાં] પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ. 2અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો, અને #નિ. ૨૯:૧૮; ગી.શા. ૪૦:૬. ઈશ્વરની આગળ સુવાસને અર્થે, આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ.
3વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે. 4નિર્લજજ તથા મૂર્ખતાભરેલી વાત અથવા ઠઠ્ઠામશ્કરી [તમારામાં ન થાય] , કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભારસ્તુતિ [કરવી]. 5કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે, કોઈ પણ વ્યભિચારી અથવા દુરાચારી અથવા દ્દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજક, તેઓને ખ્રિસ્તના તથા ઈશ્વરના રાજયમાં કંઈ વારસો નથી.
6તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે. 7એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ન થાઓ. 8કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશનાં સંતોનોને ઘટે તેમ ચાલો. 9(કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.) 10પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો. 11વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો. 12કેમ કે તેઓ ગુપ્તમાં એવાં કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે. 13જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે; તે પ્રકાશરૂપ છે.
14માટે કહેલું છે,
“ઊંઘનાર, જાગ, ને
મૂએલાંમાંથી ઊઠ,
ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”
15કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિબુદ્ધની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ, ચાલો. 16#કલો. ૪:૫. સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે. 17એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.
18મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ. 19#કલો. ૩:૧૬-૧૭. ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારાં હ્રદયોમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ગાઓ. 20આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો.
પતિ અને પત્નીનો દાખલો
21ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.
22 # કલો. ૩:૧૮; ૧ પિત. ૩:૧. પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. 23કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે. વળી [ખ્રિસ્ત] શરીરનો ત્રાતા છે. 24જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતોમાં પોતાના પતિઓને [આધીન] રહેવું.
25 # કલો. ૩:૧૯; ૧ પિત. ૩:૭. પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. 26એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે, 27અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. 28એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે, તે પોતા પર પ્રેમ રાખે છે. 29કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી, પણ તે તેનું પાલનપોષણ કરે છે, જેમ પ્રભુ પણ મંડળીનું [કરે છે] તેમ. 30કેમ કે આપણે તેમના શરીરના અવયવો છીએ. 31#ઉત. ૨:૨૪. એ માટે પુરુષ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બંને એક દેહ થશે. 32આ મોટો મર્મ છે, પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું. 33તોપણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in