YouVersion Logo
Search Icon

એફેસીઓને પત્ર 6

6
છોકરાં અને માબાપ
1 # કલો. ૩:૨૦. છોકરાં, પ્રભુમાં તમારાં માતપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે. 2#નિ. ૨૦:૧૨; પુન. ૫:૧૬. તારા પિતાનું તથા તારી માનું સન્માન કર (તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે), 3એ માટે કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય. 4વળી, #કલો. ૩:૨૧. પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.
દાસો અને શેઠો
5 # કલો. ૩:૨૨-૨૫. દાસો, જેમ ખ્રિસ્તને [આધીન થાઓ છો] તેમ દેહ પ્રમાણે જેઓ તમારા માલિકો છે તેઓને બીકથી તથા કંપારીસહિત નિખાલસ હ્રદયથી આધીન થાઓ. 6માણસોને પ્રસન્‍ન કરનારાઓની જેમ દેખરેખ હોય ત્યાં સુધી જ ચાકરી કરનારાની રીતે નહિ, પણ ખ્રિસ્તના દાસોની જેમ, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો. 7માણસોની ચાકરી નહિ, પણ જાણે તે પ્રભુની હોય તેમ સમજીને ખુશીથી કરો. 8જે કોઈ કંઈ સારું કરશે, તે દાસ હોય કે સ્વતંત્ર હોય પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે, એમ સમજો.
9વળી, #કલો. ૪:૧. માલિકો, તમે તેઓની સાથે એમ જ વર્તો, ધમકી [આપવાનું] છોડી દો. અને આકાશમાં તેઓનો તેમ જ તમારો પણ [એક જ] માલિક છે, અને #પુન. ૧૦:૧૭; કલો. ૩:૨૫. તેમની પાસે પક્ષપાત નથી [એમ જાણો].
ઈશ્વરનાં આત્મિક હથિયારો
10છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. 11શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્દ્રઢ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજો. 12કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે. 13એ માટે તમે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો કે, તમે ભૂંડે દિવસે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.
14માટે #યશા. ૧૧:૫. સત્યથી તમારી કમર બાંધીને તથા #યશા. ૫૯:૧૭. ન્યાયીપણાનું બખતર પહેરીને 15તથા #યશા. ૫૨:૭. શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરીને, ઊભા રહો. 16સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો. 17વળી, #યશા. ૫૯:૧૭. ઉદ્ધારનો ટોપ [પહેરો] , તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો. 18આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. 19મારે માટે પણ [માગો] કે, જે સુવાર્તાને લીધે હું સાંકળોથી [બંધાયેલો] એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે. 20અને જેમ બોલવું ઘટારત છે, તેમ હિંમત રાખીને હું બોલું,
અંતિમ સલામી
21વળી મારા સમાચાર અને મારી હાલત કેવી છે તે તમે પણ જાણો માટે પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક #પ્રે.કૃ. ૨૦:૪; ૨ તિમ. ૪:૧૨. તુખીકસ તમને સર્વ હકીકત જણાવશે. 22તમે અમારી સ્થિતિ જાણો, અને તે તમારાં હ્રદયોને દિલાસો આપે, તેટલા જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે. #કલો. ૪:૭-૮.
23ઈશ્વર પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી ભાઈઓને શાંતિ તથા વિશ્વાસસહિત પ્રેમ થાઓ. 24જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રેમ રાખે છે તેઓ સર્વ પર કૃપા થાઓ. આમીન. ?? ?? ?? ?? 1

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in