તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે, તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે. અને વિશ્વાસથી તમારાં હ્રદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારાં મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને, તમે સર્વ સંતોની સાથે [ખ્રિસ્તના પ્રેમની] પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો, અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમે સમજી શકો કે, તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.