YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 1

1
અભિવાદન
1 # પ્રે.કૃ. ૧૮:૧. કરિંથમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વ જોગ, 2લખનાર ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ. 3આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો.
આભારદર્શન
4ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારે વિષે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું, 5કેમ કે જેમ ખ્રિસ્ત વિષેની [અમારી] સાક્ષી તમારામાં દઢ થઈ તેમ, 6સર્વ બોલવામાં તથા સર્વજ્ઞાનમાં, તમે સર્વ પ્રકારે તેમનામાં સંપત્તિવાન થયા; 7જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જુઓ છો. 8વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દઢ રાખશે. 9જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.
કરિંથની મંડળીમાં પક્ષાપક્ષી
10હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ દરેક વાતમાં એકમત થાઓ, અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો. 11કેમ કે, મારા ભાઈઓ, તમારા સંબંધી ક્લોએના ઘરનાં માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં મતભેદ પડયા છે. 12એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઇ કહે છે, “હું તો પાઉલનો છું”; [કોઈ કહે છે,] “હું તો #પ્રે.કૃ. ૧૮:૨૪. આપોલસનો”, [કોઈ કહે છે] ”હું તો કેફાનો;” અને [કોઈ કહે છે] “હું તો ખ્રિસ્તનો છું.” 13શું ખ્રિસ્તના વિભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો? અથવા શું તમે પાઉલને નામે બાપ્તિસ્મા પામ્યા હતા?
14હું ઈશ્વરની સ્તુતિ કરું છું કે, #પ્રે.કૃ. ૧૮:૮. ક્રિસ્પસ તથા #પ્રે.કૃ. ૧૯:૨૯; રોમ. ૧૬:૨૩. ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી, 15રખેને કોઈ કહે કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 16વળી #૧ કોરીં. ૧૬:૧૫. સ્તેફનાસના કટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું. એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય, એ હું જાણતો નથી. 17કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો. [એ કામ] વિદ્ધતાથી ભરેલા ભાષણથી નહિ, રખેને ખ્રિસ્તનો વધસ્તંભ વ્યર્થ જાય.
ખ્રિસ્ત-ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય
18કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા [જેવી લાગે] છે; પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે 19કેમ કે લખેલું છે,
# યશા. ૨૯:૧૪. “હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ
અને બુદ્ધિમાનોની બુદ્ધિને
નિરર્થક કરીશ.”
20 # અયૂ. ૧૨:૧૭; યશા. ૧૯:૧૨; ૩૩:૧૮. જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? #યશા. ૪૪:૨૫. શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?
21કેમ કે જ્યારે (ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે [નિર્માણ કર્યું હતું તેમ] ) જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહિ, ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા દ્વારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઈશ્વરને પસંદ પડયું. 22યહૂદીઓ ચિહ્ન માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે! 23પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને ઠોકરરૂપ, અને ગ્રીકોને મુર્ખતારૂપ લાગે છે. 24પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે. 25કારણ કે માણસો [ના જ્ઞાન] કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો [ની શક્તિ] કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.
26માટે, ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે, જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને [તેડવામાં આવ્યા] નથી. 27પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે. 28અને જેઓ [મોટા મનાય] છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ [વિસાતમાં] નથી તેઓને પસંદ કર્યા છે. 29કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ. 30પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે. 31લખેલું છે, #યર્મિ. ૯:૨૪. “જે કોઈ અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in