કરિંથીઓને પહેલો પત્ર પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
સંત પાઉલે કરિંથની મંડળી સ્થાપી હતી. આ મંડળીમાં ખ્રિસ્તી જીવન અને વિશ્વાસ સંબંધીના કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા, એટલે આ પ્રશ્નોનો નિકાલ કરવાને માટે આ કરિંથીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર લખવામાં આવ્યો હતો. તે સમયે કરિંથ શહેર એક મોટું અને સર્વદેશીય પચરંગી વસતીવાળું ગ્રીક શહેર હતું, અને રોમન પ્રાંત અખાયાનું પાટનગર હતું. આ શહેરનો વેપાર ધમધોકાર ચાલતો હતો, એની સંસ્કૃતિ ગરવી હતી, ત્યાં અનીતિનો અડ્ડો હતો, અને શહેરની છાયા નીચે અનેક ધર્મો વિસ્તર્યા હતા.
પ્રેરિત પાઉલની સામે આ મંડળીમાં જે પ્રશ્ન ઊભા હતા તે આ પ્રમાણે હતા : મંડળીમાં આંતરિક ભાગલા, મંડળીમાં પાંગરવા માંડેલી અનીતિ, લગ્ન અને જાતીય પ્રશ્નો, પ્રેરકબુદ્ધિને લગતા કેટલાક પ્રશ્નો, મંડળીમાં કેટલીક ઊભી થયેલી અવ્યવસ્થા, પવિત્ર આત્માનાં દાનો વિષે ગેરસમજ, અને પુનરુત્થાન અંગેના કેટલાક પ્રશ્નો. આ બધા પ્રશ્નોના ઉકેલ સુવાર્તામાં કેવા સમાયેલા છે, તે બતાવીને પાઉલ બહુ ઊંડી સમજદારીથી આ પત્રમાં એ બધાની છણાવટ કરે છે.
પ્રભુનું સૌથી મોટું દાન એ પ્રેમ છે એવું પત્રના ૧૩મા અધ્યાયમાં પાઉલ ભવ્ય રીતે સમજાવે છે. કદાચ આખા પુસ્તકમાં સૌથી વધુ પ્રચલિત અને વધુ પ્રિય આ અધ્યાય છે.
રૂપરેખા :
પ્રસ્તાવના ૧:૧-૯
મંડળીમાં ભાગલા ૧:૧૦-૪:૨૧
જાતીય અનીતિ અને કૌટુંબિક જીવન ૫:૧-૭:૪૦
ખ્રિસ્તીઓ અને બિનખ્રિસ્તીઓ ૮:૧-૧૧:૧
મંડળીનું જીવન અને ઉપાસના ૧૧:૨-૧૪:૪૦
પ્રભુ ઈસુનું તેમ જ વિશ્વાસીઓનું પુનરુત્થાન ૧૫:૧-૫૮
યહૂદિયાના ખ્રિસ્તીઓ માટે રાહતફાળો ઉઘરાવવા વિષે ૧૬:૧-૪
અંગત બાબતો અને વિદાય વચનો ૧૬:૫-૨૪
Currently Selected:
કરિંથીઓને પહેલો પત્ર પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.