YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 2

2
વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત વિશેનો સંદેશ
1ભાઈઓ, જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરતી વખતે હું ઉત્તમ વકતૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો. 2કેમ કે ઈસુ ખ્રિસ્ત, અને તે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો. 3વળી #પ્રે.કૃ. ૧૮:૯. હું નિર્બળતામાં, ભયમાં અને ઘણી ધ્રુજારીમાં તમારી સાથે રહ્યો હતો. 4મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો 5કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર હોય.
ઈશ્વરનું જ્ઞાન
6પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ; 7પણ ઈશ્વરનું [જ્ઞાન] , એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી ઈશ્વરે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. 8આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની ખબર નથી; કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત. 9પણ લખેલું છે,
# યશા. ૬૪:૪. “જે વાનાં આંખે જોયાં નથી,
અને કાને સાંભળ્યા નથી,
જેઓ માણસના મનમાં પ્રવેશ્યાં નથી,
જે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ
કરનારાઓને માટે તૈયાર કર્યાં છે;
10તે તો ઈશ્વરે આત્માથી આપણને પ્રગટ કર્યા છે.” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા [વિચારો] ને પણ શોધે છે. 11કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી. 12પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ છીએ.
13તે જ અમે બોલીએ છીએ, માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. 14સાંસારિક માનસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી. 15પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
16 # યશા. ૪૦:૧૩. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે,
તે તેમને બોધ કરે?
પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for કરિંથીઓને પહેલો પત્ર 2