1
કરિંથીઓને પહેલો પત્ર 12:7
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:7
2
કરિંથીઓને પહેલો પત્ર 12:27
હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદા જુદા અવયવો છો.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:27
3
કરિંથીઓને પહેલો પત્ર 12:26
જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો [એક] અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:26
4
કરિંથીઓને પહેલો પત્ર 12:8-10
કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે; કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત; કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ; કોઈને એ જ આત્મા વડે સાજાં કરવાનાં કૃપાદાન; કોઈને ચમત્કાર કરવાનું [દાન] ; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને [ભિન્ન ભિન્ન] ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું [દાન] આપવામાં આવેલું છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:8-10
5
કરિંથીઓને પહેલો પત્ર 12:11
પણ પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને [જુદાં જુદાં દાન] વહેંચી આપીને એ સર્વ કરાવનાર એ ને એ જ આત્મા છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:11
6
કરિંથીઓને પહેલો પત્ર 12:25
કે, શરીરમાં ભાગલા ન પડે; પણ [બધા] અવયવો, એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:25
7
કરિંથીઓને પહેલો પત્ર 12:4-6
હવે કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનોએક. વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનાએક. કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક છે, જે સર્વમાં કર્તાહર્તા છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:4-6
8
કરિંથીઓને પહેલો પત્ર 12:28
ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્ન ભિન્ન] ભાષાઓને.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:28
9
કરિંથીઓને પહેલો પત્ર 12:14
કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:14
10
કરિંથીઓને પહેલો પત્ર 12:22
ના, ના શરીરના જે અવયવો વધારે નાજુક દેખાય છે તેઓની વિશેષ અગત્ય છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:22
11
કરિંથીઓને પહેલો પત્ર 12:17-19
જો આખું શરીર આંખ હોત, તો શ્રવણ ક્યાં હોત? જો આખું [શરીર] શ્રવણ હોત, તો ઘ્રાણ ક્યાં? પણ હવે ઈશ્વરે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો સર્વ એક અવયવ હોત, તો શરીર ક્યાં હોત?
Explore કરિંથીઓને પહેલો પત્ર 12:17-19
Home
Bible
Plans
Videos