યોહાન 14

14
પરમેહેરુહી હુદી પોચુલી વાટ
1“તુમા મનુલે દુઃખી માઅ વેરા દીહા; તુમુહુ પરમેહેરુપે વિશ્વાસ રાખતાહા, આને માપે બી વિશ્વાસ રાખા. 2માઅ પરમેહેર બાહકો રેહે તીહી હોરગામે, માંહે રીઅ સેકે એહેડા ખુબુજ જાગો હાય, કાદાચ જાગો નાય વેતો, તા આંય તુમનેહે આખી દેતો, કાહાકા આંય તુમા ખાતુર જાગો તીયાર કેરા જાહુ. 3આંય જાહે આને જાગો તીયારી કેહે તાંહા, ફાચે આવીને તુમનેહે માઅ આરી રાંઅ ખાતુર લી જાહે, ઈયા ખાતુર કા જીહી આંય રેહે તીહી તુમુહુ બી રી સેકા.
4આને જીહી આંય જાહુ, તીહી જાવુલુ વાટ તુમનેહે ખબર હાય.” 5થોમાહા ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ, તુ કાંહી જાહો તોઅ આમનેહે ખબર નાહ; તા આમનેહે તીહી જાવુલો વાટ કેહેકી ખબર પોળે?” 6ઇસુહુ તીયાલે આખ્યો, “વાટ, સત્ય આને જીવન બી આંયજ હાય; માઅ સિવાય કેડો બી પરમેહેર બાહકાહી જાય નાહ સેકતો. 7કાદાચ તુમુહુ માને જાંય જાતા તા, માઅ પરમેહેર બાહકાલ બી જાંય જાતા, આને આમી તુમુહુ તીયાલે જાંતાહા, આને તીયાલે હેયોહો બી.”
8ફિલિપુહુ ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ, આમનેહે તોઅ પરમેહેર બાહકો દેખાવી દેઅ; તોતોજ આમા માટે ખુબ હાય.” 9ઇસુહુ તીયાલે આખ્યો, “ઓ ફિલિપ, આંય ઓતા દિહ લોગુ તુમા આરી હાય, આને કાય તુ માન નાહ જાંતો?” જીયાહા માને હેયોહો, તીયાહાજ પરમેહેર બાહકાલે હેયોહો: તુ કાહાલ આખો કા પરમેહેર બાહકો આમનેહે દેખાવ? 10આંય પરમેહેર બાહકામે હાય, આને પરમેહેર બાહકો મામે હાય; કાય તુ ઈયુ ગોઠીપે વિશ્વાસ નાહા કેતો? એ ગોઠયા જે આંય તુમનેહે આખુહુ, તે ખાલી માઅ પોતા નાહા, પેન પરમેહેર બાહકો મામે રીને તોઅ ઈચ્છેહે તીયુ રીતે કેહે. 11તુમુહુ માઅ ઈયુ ગોઠીપે વિશ્વાસ કેરા, કા આંય પરમેહેર બાહકામે હાય; આને પરમેહેર બાહકો મામે હાય; નાય તા “જે ચમત્કાર માયુહુ કેયાહા” તીયા લીદે માપે વિશ્વાસ કેરા.
12“આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જો માપે વિશ્વાસ રાખેહે, તોઅ જે ચમત્કાર આંય કીહુ, તે ચમત્કાર તોઅ બી કેરી, પેન તીયા કેતા બી મોડા ચમત્કાર કેરી, કાહાકા આંય પરમેહેર બાહકાહી જાહુ.” 13આને જો કાય તુમુહુ માઅ નાવુકી માગાહા, તોઅ આંય તુમા માટે કેહે, ઈયા ખાતુર કા પોયરા મારફતે પરમેહેર બાહકા માહીમા જાહેર વેઅ. 14કાદાચ તુમુહુ માઅ નાવુકી જો કાય બી માગાહા, તોઅ આંય તુમા માટે કેહે.
પવિત્રઆત્મા વરદાન
15“કાદાચ તુમુહુ માપે પ્રેમ રાખતા વેરી તા, માઅ આજ્ઞાલે પાલન કેહા.” 16આને આંય પરમેહેર બાહકાલે વિનંતી કેહે, તોઅ તુમાહી બીજો એક સહાયક મોકલી, આને તોઅ સાદા તુમા આરી રીઅ. 17તોઅ તા પરમેહેરુ વિશે સત્ય જાહેર કેનારો પવિત્રઆત્મા હાય, જીયાલે જગતુ લોકે સ્વીકાર નાહ કી સેકતા, કાહાકા જગતુ લોક તીયાલે હી નાહ સેક્તા, આને ઓખી નાહ સેક્તા: પેન તુમુહુ તીયાલે ઓખુતાહા, કાહાકા તોઅ તુમા આરી રેહે, આને તોઅ તુમામે રેહે.
18“આંય તુમનેહે એખલા નાય છોડી દીવ્યુ, આંય તુમાહી ફાચો આવેહે. 19આને થોડાક સમયુ બાદ જગતુ લોક માને નાય હી સેકે, પેન તુમુહુ માને હી સેકાહા, કાહાકા આંય ફાચો જીવતો વી જાહે, આને ઈયા ખાતુર તુમુહુ બી જીવતા રી સેકાહા. 20જાંહા આંય જીવતો વીને ફાચો આવેહે, તાંહા તુમુહુ જાંય લેહા કા આંય પરમેહેર બાહકામે હાય, આને તુમુહુ મામે હાય, આને આંય તુમામે હાય. 21જો કેડો બી માઅ આજ્ઞા જાંહે આને તીયુ આજ્ઞા પાલન કેહે, તોજ માને પ્રેમ કેહે, આને જો માને પ્રેમ કેહે, તીયાલે માઅ પરમેહેર બાહકો બી પ્રેમ કેહે; આને આંય તીયાલે પ્રેમ કેહે, આને આંય હકીગતુમે કેડો હાય તોઅ તીયાલે જાણાવેહે.” 22જો ઈશ્કરીયોત ગાંવુ યોહુદા નાય આથો, તીયા યહુદાહા ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ, તુ કાહાલે આમા આગાળી પોતાલે જાહેર વેરા માગોહો, આને જગતુ લોકુ હુંબુર કાહા નાહા?” 23ઇસુહુ તીયાલે જવાબ દેદો, “જો કેડો બી માને પ્રેમ કેહે, તોઅ માઅ વચનુ પાલન કેહે, આને માઅ પરમેહેર બાહકો તીયાલે પ્રેમ કેરી, આને માઅ પરમેહેર બાહકો આને આંય તીયાહી આવુહુ, આને તીયા આરી રીહુ.” 24જો કેડો બી માને પ્રેમ નાહ કેતો, તોઅ માઅ આજ્ઞા પાલન નાહ કેતો; જે ગોઠ માયુહુ તુમનેહે આખીહી તે માઅ નાહ, પેન માંઅ મોકલુનારા પરમેહેર બાહકા હાય.
25“આંય તુમા આરી હાય તાંવુજ માયુહુ એ બાધ્યા ગોઠયા તુમનેહે આખી દેધ્યાહા. 26પેન સહાયક એટલે પવિત્રઆત્મા, જીયાલે પરમેહેર બાહકાહા માઅ અધિકારુકી મોકલી, તોઅ તુમનેહે પરમેહેર બાહકા વિશે બાદોજ હિકવી, આને જો કાય માયુહુ તુમનેહે આખ્યોહો, તોઅ બાદો તુમનેહે યાદ કેરાવી.”
27“આંય તુમનેહે શાંતિ દિહુ, માઅ શાંતિ તુમનેહે દિહુ; એ શાંતિ તે નાહ જે જગતુ લોક દી સેકતાહા, તુમા મનુલે દુઃખી માઅ વેરા દીહા, આને બીયાહા માઅ.” 28આંય જાતો રેહે, આને ફાચો તુમાહી આવેહે, એહેકી માયુહુ તુમનેહે આખલો; તોઅ તુમુહુ ઉનાયાહા, કાદાચ તુમુહુ માપે પ્રેમ રાખતા વેરી તા, આંય માઅ પરમેહેર બાહકાહી ફાચો જાહે, તીયા તુમનેહે ખુશી વેતી, કાહાકા પરમેહેર બાહકો માઅ કેતા મહાન હાય. 29એ બાધ્યા ગોઠયા બોને તીયા પેલ્લાજ માયુહુ તુમનેહે આખી દેધ્યાહા, ઈયા ખાતુર કા તે બાધ્યા ગોઠયા બોને તાંહા તુમુહુ માપે વિશ્વાસ કેહા. 30આમી આંય તુમા આરી વાદારે સમય ગોઠયા નાહ કી સેકનારો, કાહાકા માન જો તેરાવનારો હાય, તોઅ જગતુ શૈતાન આવેહે, તીયા માપે કાય અધિકાર નાહ. 31આંય તેહકીજ કીહુ, જેહકી પરમેહેર બાહકો માને આજ્ઞા દેહે, ઈયા ખાતુર કા જગતુ લોકુહુને ખબર પોળે કા આંય પરમેહેર બાહકાલે કોતો પ્રેમ કીહુ; ચાલાં આપુહુ ઉઠજી આને ઇહીને જાજી.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录