લુક 11

11
સેંલંનેં પ્રાર્થના કરવા હિકાડવું
(મત્તિ 6:9-13)
1એક દાડો ઇસુ કયેક જગ્યા પ્રાર્થના કરતો હેંતો. ઝર વેયો પ્રાર્થના કરેં સુક્યો, તે હેંનં સેંલં મનેં એકેં હેંનેં કેંદું, “હે પ્રભુ, ઝેંમ યૂહન્ના બક્તિસ્મ આલવા વાળે પુંતાનં સેંલંનેં પ્રાર્થના કરવા હારુ હિકાડ્યા વેમેંસ હમનેં હુંદા તું હિકાડ દે.”
2ઇસુવેં હેંનનેં કેંદું, “ઝર તમું પ્રાર્થના કરો તે કો, હે બા, તારા પવિત્ર નામ નેં માન મળે, તારું રાજ દરેક જગ્યા રે.
3હમનેં ખાવાનું આલ ઝી દાડુ હમારે જરુરત હે.
4અનેં હમારં પાપં નેં માફ કર, કેંમકે હમું હુંદા હમારં ગુંનેગારં નેં માફ કરજ્યે હે, અનેં હમનેં પરિક્ષણ મ નહેં પડવા દે.”
પ્રાર્થના ની લગતી ઇસુ ની હિક
(મત્તિ 7:7-11)
5ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “માન લો કે તમં મનો કુઇ અરદી રાતેં પુંતાના દોસદાર કનેં જાએંનેં કે, દોસદાર મનેં તાંણ રુટજ્યી ઉસીની આલ, 6કેંમકે મારો એક દોસદાર પરવાસ મહો મારી કન આયો હે, અનેં હેંનેં ખાવાનું ખવાડવા હારુ મારી કનેં કઇસ નહેં,” 7અનેં વેયો મએં હો જવાબ આલે, “મનેં તંગ નહેં કરે. હાવુ કમાડ બંદ કર દેંદું હે, અનેં મારં સુંર મારી કનેં હુતિલં હે, એંતરે હૂં ઉઠેંનેં તનેં રુટી આલેં નહેં સક્તો.” 8હૂં તમનેં કું હે, અગર તમારો દોસદાર હોવા સતં ભલે ઉઠેંનેં રુટજ્યી આલવા નેં સાહે, પુંણ તમારે ઘડી-ઘડી અરજ કરવા થી તમારી ઝી જરુરત વેંહે ઉઠેંનેં આલહે. 9એંતરે હારુ હૂં તમનેં કું હે, કે તમનેં ઝી જુગે વેયુ પરમેશ્વર થી માંગો અનેં વેયો તમનેં આલહે, અનેં તમું જુંવહો, તે તમનેં જડહે, અનેં તમું કમાડ ખખડાવહો, તે તમારી હારુ કમાડ ખોલવા મ આવહે. 10કેંમકે ઝી મનખ માંગે હે, હેંનેં મળે હે, અનેં ઝી જુંવે હે, વેયુ મેંળવે હે, અનેં ઝી કમાડ ખખડાવે હે, હેંનેં હારુ કમાડ ખોલવા મ આવે હે. 11તમં મનો એંવો કુંણ બા વેંહે, કે ઝર હેંનો સુંરો હેંનેં કન રુટી માંગે, તે વેયો હેંનેં ભાઠો આલે? ઇવીસ રિતી અગર તમારું સુંરું ખાવા હારુ તમં કન માસલી માંગે, તે હું તમું હેંનેં હાપ આલહો? 12કે ઈંડું માંગે, તે હેંનેં તમું વેસુ આલહો? તમું હેંવું નહેં કરતં. 13ઝર તમું ભુંડં થાએંનેં હુંદં પુંતાનં સુંરં નેં અસલ ની વસ્તુ આલવા નું જાણો હે, તે તમારો હરગ વાળો બા પુંતાનેં કન માંગવા વાળં નેં પવિત્ર આત્મા કેંમ નેં આલહે?
ઇસુ અનેં શેતાન
(મત્તિ 12:22-30; મર. 3:20-27)
14ઇસુવેં એક માણસ મહો ભૂત કાડ્યો, ઝી ભૂત ને લેંદે ગુંગો હેંતો, વેયો ફેંર બુંલવા મંડ્યો. હેંનેં ભાળેંનેં મનખં ભકનાએંજ્ય. 15પુંણ હેંનં મનં કેંનેંકેં કેંદું, “ઇયો તે ભૂતડં ના મુખિયા, શેતાન ની મદદ થકી ભૂતડં નેં કાડે હે.” 16અમુક બીજં મનખંવેં ઇસુ નું પરિક્ષણ કરવા હારુ હેંનેં કેંદું, “હમનેં આકાશ ની એક નિશાની વતાડ, કે પરમેશ્વરેં તનેં મુંકલ્યો હે.” 17પુંણ ઇસુવેં હેંનં ના મન ની વાતેં જાણેંનેં, હેંનનેં કેંદું, “ઝેંના-ઝેંના રાજ મ ઝઘડા થાએ હે, વેયુ રાજ વખેંરાએં જાએ હે, અનેં ઝેંના ઘેર મ ઝઘડો થાએ હે, વેયો પરિવાર વખેંરાએં જાએ હે. 18અગર શેતાન પુંતે વિરુદી થાએંનેં પુંતાનં ભૂતડં મસ ઝઘડો કરે,, તે હેંનું રાજ કેંકેંમ ટકેં રેંહે? કેંમકે તમું મારા બારા મ કો હે, કે ઇયો ભૂતડં ના અગુવા શેતાન ની મદદ થી ભૂતડં નેં કાડે હે. 19ભલું, અગર હૂં ભૂતડં ના અગુવા શેતાન ની મદદ થી ભૂતડં કાડું હે, તે તમારં બેંટા-બીટી કીની મદદ થી ભૂતડં કાડે હે? એંતરે હારુ વેયસ તમારો નિયા કરહે. 20પુંણ હૂં પરમેશ્વર ની સામ્રત થી ભૂતડં કાડું હે, તરતે એંમ સાબિત થાએંજ્યુ હે, કે પરમેશ્વર નું રાજ તમારી વસ મ આવેંજ્યુ હે. 21ઝર જુંર વાળો માણસ હતિયાર લેંનેં પુંતાના ઘેર ની રખવાળી કરે હે, તે હીની મિલકત બસેં રે હે. 22પુંણ ઝર હેંનેં થી વદેંનેં કુઇ બીજો જુંર વાળો આવેં પડેંનેં હેંનેં જીતેં લે હે, તે હેંનં હતિયારં ઝેંનેં ઇપેર હેંનો ભરુંહો હેંતો, ઉદાળ લે હે અનેં હીની મિલકત લુટેંનેં વાટેં દે હે. 23ઝી મારી મએં નહેં વેયુ મારી વિરુધ મ હે, અનેં ઝી મારી હાતેં ભેંગું નહેં કરતું વેયુ વખેંરે હે.”
કાડેંલા ભૂત નું પાસું આવવું
(મત્તિ 12:43-45)
24ઝર ભૂત એક મનખ મહો બારતં નકળેં જાએ હે, તે વેયો હુકી જગ્યા મ રેંવા હારુ ઠેંકણું જુંવતો ફરે હે, પુંણ હેંનેં ઠેંકણું નહેં મળતું. તર વેયો પુંતે-પુંતાનેં કે હે, “ઝેંના મનખં મહો હૂં બારતં નકળ્યો હેંતો, હેંનેં મસ પાસો જએં.” 25અનેં આવેંનેં હેંના મનખ ના જીવન નેં એક એંવા ઘેર નેં જુંગ ભાળે હે, ઝી હુંનું-હટ, બારેં-હુંરેંલું અનેં હણગારેંલું વેહ. 26તર વેયો ભૂત જાએંનેં બીજં હાત ભૂતડં નેં પુંતાનેં હાતેં લેંનેં આવે હે. અનેં હેંના મનખ મ ભરાએંનેં હેંના મનખ ની દસ્યા પેલી દસ્યા કરતં વદાર ખરાબ કર દે હે.
ધન્ય કુંણ હે
27ઝર ઇસુ ઇયે વાતેં કેંસ રિયો હેંતો, તે ભીડ મહી કયેક બજ્યેરેં ઇસુ નેં જુંર થી સિસાએં નેં કેંદું, “ધન્ય હે વેયે ઝીન્યી તન જલમ આલ્યુ, અનેં તનેં ધવાડ્યો.” 28તર ઇસુવેં કેંદું, “હાં, પુંણ હેંનેં કરતં વદાર આશિષિત વેય હે, ઝી પરમેશ્વર નું વસન હામળે હે, અનેં પાળે હે.”
હરગ ની નિશાની ની માંગ
(મત્તિ 12:38-42)
29ઝર મુટી ભીડ ભીગી થાતી જાતિ હીતી, તે ઇસુ કેંવા મંડ્યો, “એંના જુંગ ન મનખં ખરાબ હે, વેય નિશાની જુંવે હે. પુંણ યોના ની નિશાની નેં સુંડેંનેં કઇ બીજી નિશાની એંનન આલવા મ નેં આવે. 30ઝેંમ યોના ભવિષ્યવક્તા નીનવે સેર ન મનખં હારુ નિશાની ના રુપ મ, તાંણ દાડા અનેં તાંણ રાતેં મુંટા માસલા ના પેંટ મ રિયો, વેમેંસ હૂં માણસ નો બેંટો હુંદો તાંણ દાડા અનેં તાંણ રાતેં કબર મ રેં. 31રાખોહ ની રાણી સેંલ્લા નિયા નેં દાડે, એંના જુંગ ન મનખં નેં હાતેં ઉઠેંનેં હેંનનેં ગુંનેગાર બણાવહે, કેંમકે વેયે સુલેમાન ના જ્ઞાન નેં હામળવા હારુ ઘણે સિટી હી આવી હીતી. અનેં ભાળો, આં ઝી હે, વેયો સુલેમાન થી હુંદો મુંટો હે. પુંણ તમું પસ્તાવો કરવા નહેં માંગતં. 32નીનવે સેર ન મનખં સેંલ્લા નિયા ને દાડે, એંના જમાના ન મનખં નેં હાતેં ઉઠેંનેં, હેંનનેં ગુંનેગાર બણાવહે, કેંમકે હેંનવેં યોના નો પરસાર હામળેંનેં, પાપ કરવો સુંડ દેંદો. અનેં ભાળો, આં ઝી હે વેયો યોના ભવિષ્યવક્તા કરતં હુંદો મુંટો હે.”
શરીર નો દીવો
(મત્તિ 5:15; 6:22-23)
33“કુઇ મનખ સમની બાળેં નેં ભુંએં કે ટુંપલા નેં નિસં નહેં મેંલતું, પુંણ ઉંસાઈ મ મેંલેં હે કે મએં આવવા વાળં નેં ઇજવાળું મળે. 34આખેં શરીર હારુ એક દીવા નેં જેંમ હે, એંતરે અગર તારી આંખેં સાફ વેહ, તે તારા આખા શરીર મ ઇજવાળું થાહે. 35એંતરે હારુ ઇની વાત નું ધિયાન રાખજો, કે ઝી ઇજવાળું તમારા મ હે, વેયુ ઇન્દારું નેં થાએં જાએ. 36એંતરે હારુ તમારું આખુ શરીર ઇજવાળું હે, અનેં હેંના કુઇ ભાગ મ ઇન્દારું નેં રે, તે બદ્દી જગ્યા એંવું ઇજવાળું થાહે, ઝેંવું એક દીવો પુંતાના ઇજવાળા થી તમનેં ઇજવાળું આલે હે.”
નિયમ હિકાડવા વાળં અનેં ફરિસી ટુંળા ન મનખં ની ગલતી
(મત્તિ 23:1-36; મર. 12:38-40)
37ઝર ઇસુવેં વસન હિકાડવા નું પૂરુ કર્યુ. તે ફરિસી ટુંળા ન માણસં મહી એક જણે હેંનેં અરજ કરી, કે માર ઘેર આવેંનેં ખાવાનું ખા. અનેં વેયો હેંના ઘેર મ જ્યો, અનેં ખાવાનું ખાવા બેંઠો. 38તર હેંના ફરિસી ટુંળા ના માણસ નેં ઇયુ ભાળેંનેં નવાઈ લાગી, કે ઇસુવેં ખાવાનું ખાવા પેલ યહૂદી મનખં ના રિવાજ ને પરમણે હાથ-પોગ નહેં ધુંયા. 39ઇસુવેં હેંનનેં કેંદું, “હે ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમું વાટકા અનેં થાળજ્યં નેં ઇપેર-ઇપેર થી તે માજો હે, પુંણ મએં તે ખરાબ હે. વેમેંસ તમારું જીવન હુંદું બારતં તે અસલ ભળાએ હે, પુંણ મએં લુંબ અનેં ભુંડાઈ ભરીલી હે.” 40હે બુદ્ધિ વગર નું, ઝેંને બારતં નો ભાગ બણાયો, હું હેંનેસ મએં નો ભાગ નહેં બણાયો? 41તમું પુંતાની વસ્તુવેં ગરિબં નેં દાન કર દો, તર તમું પરમેશ્વર અગ્યેડ તાજં થાએં જહો.
42“પુંણ હે ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમં ઇપેર હાય! દમડા નો અનેં વરજ્યાળી નો અનેં બદ્દી પરકાર ની સાગ-ભાજી નો દસવો ભાગ આલો હે, પુંણ મનખં નો સહી ફેસલો અનેં પરમેશ્વર હાતેં પ્રેમ નહેં કરતં. અસલ થાતું કે દસવો ભાગ હુંદં આલતં રેંતં અનેં ઇની વાતં નેં કરતં.” 43હે ફરિસી ટુંળા ન મનખોં, તમં ઇપેર હાય! તમનેં ગિરજં મ ખાસ-ખાસ બેંહવાનું અનેં બજારં મ નમસ્તે કરવું અસલ લાગે હે. 44હાય તમં ઇપેર! કેંમકે તમું હીની ડટાએંલી કબર નેં વાણણ્યી હે, ઝેંનેં ઇપેર મનખં સાલે હે પુંણ નહેં જાણતં કે હેંનેં મએં હું હે.
45તર મૂસા નું નિયમ હિકાડવા વાળં મનેં એકેં જવાબ આલ્યો, “હે ગરુ, ઇયે વાતેં કરેંનેં તું હમારી નિંદા કરે હે.” 46ઇસુવેં કેંદું; “હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં, તમં ઇપેર હુંદું હાય! તમું મનખં નેં મૂસા નું પૂરુ-પૂરુ નિયમ માનવા હારુ બમેંડાઇ કરો હે, પુંણ પુંતે થુંડુંક હુંદું નિયમ નહેં માનતં.” 47હાય! તમં ઇપેર, તમું હેંનં ભવિષ્યવક્તં ની કબરેં બણાવો હે, ઝેંનનેં તમારેંસ બાપ-દાદેં માર દડ્યા હેંતા. 48હાં તમું ગવાહ હે, અનેં પુંતાનં બાપ-દાદં ના કામ મ ભેંગા હે, કેંમકે હેંનવેં હેંનનેં માર દડ્યા અનેં તમું હેંનની કબરેં બણાવો હે. 49એંતરે હારુ પરમેશ્વર ની બુદ્ધિવેં હુંદું કેંદું હે, “હૂં એંનં કનેં ભવિષ્યવક્તં અનેં પસંદ કરેંલં નેં મુંકલેં, અનેં વેય હેંનં મહા કેંનેંક નેં માર દડહે, અનેં કેંનેંક નેં વિતાડહે.” 50એંતરે દુન્ય બણી તર થી લેંનેં આજ તક ન બદ્દ ભવિષ્યવક્તં ની મોત નો હિસાબ એંના જુંગ ન મનખં કન લેંવા મ આવહે, ઝી એંનનં બાપ-દાદંવેં માર દડ્યા હે. 51હાબિલ ની મોત થી લેંનેં જકરયાહ ની મોત તક, ઝી વેદી અનેં મંદિર ના વસ મ માર નાખવા મ આયો. હૂં તમનેં હાસું કું હે, એંનં બદ્દનો હિસાબ એંના જુંગ ન મનખં કન થી લેંવા મ આવહે. 52“હાય તમં ઇપેર ઝી મૂસા નું નિયમ હિકાડે હે! તમેં જ્ઞાન ની સાવી લેં તે લીદી, પુંણ તમું પુંતેસ હરગ રાજ મ નહેં જાતા, અનેં બીજં હરગ રાજ મ જાવા વાળં મનખં નેં હુંદં રુંકેં દેંદં.”
53ઝર ઇસુ ઘેર થી નકળ્યો, તે મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં ફરિસી ટુંળા ન માણસ ખરાબ રિતી થી હેંનેં વાહેડ પડેંજ્યા, અનેં ઘણી બદી વાતં ને લગતા સવાલ પૂસવા મંડ્યા. 54વેયા ઇની નોદ મ હેંતા કે ઇસુ કઇક ગલત કે એંતરે કે આપું હેંનેં ફસાવ દેંજયે.

Obecnie wybrane:

લુક 11: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj