માથ્થી 27

27
પિલાતની હામે ઈસુ
(માર્ક 15:1; લૂક 23:1-2; યોહ. 18:28-32)
1જઈ વેલી હવાર થય તઈ બધાય મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા હાટુ એની વિરુધ કાવતરું કરયુ. 2અને પછી એને તેઓએ બાંધ્યો અને પછી રોમી રાજ્યપાલ પિલાતના હાથમાં હોપ્યો.
યહુદા ઈશ્કારીયોત નો આપઘાત
(પ્રે.કૃ 1:18-19)
3જઈ ઈસુને દગાથી પકડાવનાર યહુદાને ખબર પડી કે, એને મરણ હાટુ અપરાધી ઠરાવવામાં આવ્યો છે, તઈ ઈ બોવ પસ્તાણો અને સાંદીના ત્રીહ સિક્કા મુખ્ય યાજકો અને વડીલોની પાહે લીયાવીને કીધું કે, 4“જે માણસ નિર્દોષ છે એને મરણ હાટુ પકડાવીને મે પાપ કરયુ છે,” તઈ તેઓએ એને કીધુ કે, “એમા અમારે કાય લેવા-દેવા નથી, એની હાટુ તું જવાબદાર છે.” 5અને ઈ મંદિરના ફળીયામાં સાંદીના સિકકા ફેકી દઈને બારે નીકળી ગયો અને એણે ગળા પાહો ખાધો. 6તઈ મુખ્ય યાજકોએ ઈ રૂપીયા લયને કીધુ કે, “આ કોયની હત્યા કરવાની કિંમત છે, ઈ હાટુ એને ભંડારમાં નાખવા ઈ આપડા નિયમ પરમાણે હારું નથી.” 7પછી તેઓએ નક્કી કરીને, પરદેશીઓને દાટવા હાટુ કુંભારનું ખેતર વેસાતું લીધું. 8ઈ હાટુ આજ હુધી, ઈ ખેતર લોહીનું ખેતર કેવાય છે. 9તઈ આગમભાખીયા યર્મિયાએ ઘણાય વખત પેલા કીધું હતું, ઈ વાત પુરી થય કે, તેઓએ સાંદીના ત્રીહ સિકકા લીધા, આ એની કિમંત છે, જેની કિંમત ઈઝરાયલ દેશના લોકો દ્વારા નક્કી કરવામાં આવી હતી. 10અને જેમ પરભુએ મને હુકમ કરયો હતો, એમ જ કુંભારના ખેતરની કિંમત હાટુ તેઓએ ઈ સિકકા આપી દીધા.
પિલાત રાજ્યપાલનો ઈસુને પ્રશ્ન કરવો
(માર્ક 15:2-5; લૂક 23:3-5; યોહ. 18:33-38)
11જઈ ઈસુ રાજ્યપાલની આગળ ઉભો હતો, તઈ રાજ્યપાલે એને પુછયું કે, “શું તું યહુદીઓનો રાજા છો?” તઈ ઈસુએ એને કીધું કે, “તું પોતે જ કય રયો છો.” 12જઈ મુખ્ય યાજકોએ અને વડીલોએ એની ઉપર આરોપ મુક્યા, છતાં પણ ઈસુએ કાય જવાબ દીધો નય. 13તઈ પિલાતે એને કીધું કે, “તારા વિરુધ તેઓ કેટલી સાક્ષી આપે છે, ઈ શું તું નથી હાંભળતો?” 14પણ એણે એને એકવાર પણ જવાબ દીધો નય, જેથી રાજ્યપાલને હોતન ઘણીય નવાય લાગી.
પિલાત ઈસુને મુક્ત કરવાની કોશીશમાં નિષ્ફળ
(માર્ક 15:6-15; લૂક 23:13-15; યોહ. 18:39-19:16)
15હવે રાજ્યપાલનો એવો રીવાજ હતો કે, ઈ તેવારમાં લોકો હાટુ એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, એને ઈ છોડી દેતો હતો. 16ઈ વખતે પણ ઈસુ બારાબાસ નામનો એક પ્રખ્યાત કેદી હતો. 17ઈ હાટુ જઈ ઈ લોકોનું ટોળું પિલાતની પાહે ભેગુ થયુ તઈ એણે તેઓને કીધું કે, “હું તમારે હાટુ કોને મુક્ત કરું? બારાબાસ કે ઈસુ જે મસીહ કેવાય છે એને?” 18કેમ કે, ઈ જાણતો હતો કે, તેઓએ ઈર્ષાના કારણે ઈસુને પકડાવી દીધો છે. 19જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.
20પણ મુખ્ય યાજકોએ અને વડીલોએ લોકોને સડાવ્યા કે, તેઓ બારાબાસને છોડી દેવા માગે અને ઈસુને મારી નખાવે. 21તો જઈ રાજ્યપાલે તેઓને પુછયું કે, “તમારા હાટુ હું કોને છોડી દવ, એના વિષે તમારી શું ઈચ્છા છે?” તઈ તેઓએ કીધું કે, “બારાબાસને છોડી દયો.” 22પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.” 23તઈ એણે કીધુ કે, “શું કામ? એણે શું ગુનો કરયો છે?” પણ તઈ તેઓએ વધારેને વધારે રાડો પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.” 24પિલાતે જોયું કે, આમાં મારું વધારે કાય જ હાલતું નથી, પણ એના કરતાં વધારે બબાલ થાય છે, તઈ એણે પાણી લયને લોકોની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે, “ઈ નિરદોષના લોહી સબંધી હું નિરદોષ છું, ઈ તમે જ જાણો.” 25તઈ બધાય લોકોએ જવાબ દીધો કે, એનું લોહી અમારે માથે અને અમારા છોકરાઓના માથે આવે.
26પછી એણે તેઓની હાટુ બારાબાસને છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમન સિપાયોને હોપ્યો.
પિલાતના સિપાયો ઈસુની ઠેકડી કરે છે
(માર્ક 15:16-20; યોહ. 19:2-3)
27તઈ પછી રાજ્યપાલના સિપાયો ઈસુને મહેલમાં લય ગયા અને સિપાયોની આખી ટુકડી એની આજુ-બાજુ ભેગી થય. 28પછી તેઓએ ઈસુના લુગડા ઉતારીને એક જાંબુડી રંગનો ઝભ્ભો પેરાવ્યો. 29અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને એના માથા ઉપર મુક્યો અને જમણા હાથમાં ધોકળની હોટી આપી અને એની હામે ઘુટણ ટેકવીને એની ઠેકડી કરતાં કીધું કે, “યહુદીઓના રાજાને સલામ!” 30પછી એની ઉપર થુક્યા; અને પછી ધોકળની હોટી લયને માથા ઉપર ઘણીય વાર મારી. 31જઈ તેઓએ ઠેકડી કરી લીધી, તો એની ઉપરથી જાંબુડી રંગનો ઝભ્ભો ઉતારી લીધો, અને એના જ લુગડા પેરાવ્યા, અને તઈ એને વધસ્થંભે જડવા હાટુ શહેરની બારે લય ગયા.
ઈસુનું વધસ્થંભ ઉપર મરણ
(માર્ક 15:21-32; લૂક 23:26-43; યોહ. 19:17-27)
32જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો, એની પાહે પરાણે તેઓએ ઈસુનો વધસ્થંભ ઉપડાવો. 33ગલગથા નામની એક જગ્યા જે ખોપડીની જગ્યા કેવાય છે ન્યા તેઓ પૂગ્યા, 34તઈ તેઓએ બોળ ભળેલો દ્રાક્ષારસ ઈસુને પીવા આપ્યો પણ એણે સાખ્યા પછી પીવાની ના પાડી. 35તઈ તેઓએ એને વધસ્થંભે જડયો અને પછી તેઓએ છીઠ્ઠીઓ નાખીને એના લુગડા અંદરો અંદર વેસી લીધા. 36પછી તેઓએ ન્યા બેહીને એનું ધ્યાન રાખુ. 37એના ઉપર આરોપનામું લખીને એના માથાની ઉપરનાં ભાગે વધસ્થંભે તેઓએ લગાડયુ કે, “આ ઈસુ, જે યહુદીયાનો રાજા છે.” 38તઈ તેઓએ એની હારે બે લુંટારાઓને એટલે, એકને એની જમણી બાજુ અને બીજાને ડાબી બાજુ વધસ્થંભે જડા. 39અને મારગે જાવાવાળા પોતાનું માથું હલાવીને ઈસુની નિંદા કરતાં હતા. 40વાહ રે! તું તો કેતો હતોને કે, “મંદિરને પાડી નાખય અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય, તું પોતાની જાતને બસાવ! જો તું પરમેશ્વરનો દીકરો છો, તો વધસ્થંભ ઉપરથી ઉતરી આવ.” 41ઈ જ રીતે મુખ્ય યાજકો પણ યહુદી નિયમના શિક્ષકો અને વડીલો હારે ઠેકડી ઉડાડતા કેતા હતા કે, 42એણે બીજાઓને બસાવ્યા, પણ પોતાને બસાવી હક્યો નય. તું તો “ઈઝરાયલ દેશનો રાજા છે.” હમણાં જ વધસ્થંભ ઉપરથી ઉતરી આવ, જેથી અમે તારી ઉપર વિશ્વાસ કરી. 43એણે પરમેશ્વરનો વિશ્વાસ રાખ્યો છે, જો ઈ એને ગમાડતો હોય, તો હમણા જ એને છોડાવે કેમ કે, એણે કીધુ હતું કે, “હું પરમેશ્વરનો દીકરો છું” 44જે લુટારા એની હારે વધસ્થંભ ઉપર જડાયેલા હતા, એણે પણ એની આવી જ રીતે ઠેકડી ઉડાડી હતી.
45બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.
ઈસુનું મરણ
(માર્ક 15:33-41; લૂક 23:44-49; યોહ. 19:28-30)
46લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે રાડ પાડીને કીધુ કે, એલોઈ, એલોઈ, લમા શબકથની એટલે કે, “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?” 47જેઓ ન્યા ઉભા હતા, એણે હાંભળ્યું, પણ તેઓ હમજી હક્યાં નય અને એકબીજાને કીધુ કે, “હાંભળો, ઈ આગમભાખનાર એલિયાને સ્વર્ગમાંથી પોતાની મદદ કરવા હાટુ બોલાવે છે.”
48તરત એમાંથી એક માણસ ધોડ્યો, જેણે એક પન્સ લયને સરકામાં બોળીને હોટીની ટોસે બાંધી ઈસુને સુહાડુ. 49પણ બીજાઓએ કીધુ કે, “રેવા દયો અને જોવો કે, એલિયા એને લોહી વહેવાથી બસાવવા આવે છે કે, નય.” 50તઈ ઈસુએ ફરીવાર મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.
51તઈ જોવો, ઈ જે મોટો પડદો મંદિરમાં લટકેલો હતો, જે બધાયને પરમેશ્વરની હાજરીમાં અંદર આવતાં રોકતો હતો, ઉપરથી નીસે હુધી બે ભાગમાં ફાટી ગયો. 52અને કબરો ઉઘડી ગયને લોકોના હુતેલા મડદા જીવી ઉઠયા. 53અને એના મરેલામાંથી જીવતા ઉઠયા પછી તેઓ કબરોમાંથી નીકળીને યેરૂશાલેમ શહરમાં ગયા અને ઘણાઓને દેખાણા. 54તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.” 55ન્યા ઘણીય બાયુ હતી, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલ જિલ્લાથી એની પાછળ આવી હતી, તેઓ આઘેથી જોયા કરતી હતી. 56તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.
પરભુ ઈસુનું દફન
(માર્ક 15:42-47; લૂક 23:50-56; યોહ. 19:38-42)
57હાંજ પડી તઈ અરિમથાઈ શહેરનો એક રૂપીયાવાળો યુસુફ નામે માણસ, કે જે પોતે પણ ઈસુનો ચેલો હતો, ઈ આવ્યો. 58ઈ પિલાત પાહે ગયો અને ઈસુની લાશ માંગી. તઈ પિલાતે હોપવાની આજ્ઞા આપી. 59પછી યુસુફે લાશ લયને હારા ધોળા લુંગડામા વિટાળી. 60અને એને પોતાની નવી કબરમાં મુકી, જે એણે મોટા પાણામાં પોતાની હાટુ ખોદાવી હતી, અને કબરના દરવાજા ઉપર મોટો પાણો ગબડાવીને વયો ગયો. 61મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ ન્યા કબરની હામે બેઠી હતી.
ઈસુની કબરની સોકી
62બીજા દિવસે જે યહુદી લોકોના વિશ્રામવારના પછીનો દિવસ હતો, તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પિલાત પાહે ભેગા થયને કીધું કે, 63ઓ ધણી, અમને યાદ છે કે, ઈ ઠગ જઈ જીવતો હતો, તઈ ઈ કેતો હતો કે, મારા મોતના ત્રણ દિવસ પછી હું પાછો જીવતો થાય. 64ઈ હાટુ ત્રણ દિવસ હુંધી સિપાયને કબરની દેખરેખ રાખવાની આજ્ઞા આપવામાં આવે, કદાસ એવું નો થાય કે, એના ચેલાઓ આવીને એના મડદાને સોરી જાય, અને માણસો એમ કેય કે, મરેલામાંથી ઈ જીવતો થયો છે, તઈ છેલ્લો દગો પેલા દગા કરતાં મોટો થાહે. 65તઈ પિલાતે તેઓએ કીધું કે, સોકીદારોને લય જાવ અને તમારાથી બની હકે એટલું ધ્યાન રાખો. 66તઈ તેઓ સોકીદારોને હારે લયને ઈસુની કબર પાહે ગયા અને કબરના પાણા ઉપર મહોર લગાડી, જેથી એને કોય હટાવે નય, ફરી તેઓ કેટલાક સોકીદારોને કબરનું ધ્યાન રાખવા હાટુ ન્યા મુકી ગયા.

നിലവിൽ തിരഞ്ഞെടുത്തിരിക്കുന്നു:

માથ્થી 27: KXPNT

ഹൈലൈറ്റ് ചെയ്യുക

പങ്ക് വെക്കു

പകർത്തുക

None

നിങ്ങളുടെ എല്ലാ ഉപകരണങ്ങളിലും ഹൈലൈറ്റുകൾ സംരക്ഷിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ? സൈൻ അപ്പ് ചെയ്യുക അല്ലെങ്കിൽ സൈൻ ഇൻ ചെയ്യുക