માથ્થી 25

25
દશ કુંવારીઓની વાર્તા
1ફરી ઈસુએ એના ચેલાઓને કીધુ કે, જઈ માણસનો દીકરો પાછો આયશે, તઈ સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીઓની જેવું હશે, જે પોત પોતાની મશાલો લયને વરરાજાને મળવા હાટુ બારે નીકળી. 2તેઓમાં પાંસ મુરખ હતી, અને પાંસ બુદ્ધિશાળી હતી. 3ઈ મૂરખ કન્યાઓએ પોતાની મશાલો તો લીધી, પણ પોતાની ભેગુ વધારે તેલ લીધું નય. 4પણ બુદ્ધિશાળીઓએ પોતાની મશાલો હારે, પોતાની કુપ્પીમાં વધારે તેલ લીધું. 5જઈ વરરાજાને આવતાં વાર લાગી, એટલામાં ઈ બધ્યુય, ઝોલા ખાયને હુઈ ગયુ.
6અડધી રાતે ધોમ ધડાકાનો અવાજ હંભળાણો, “જોવ, વરરાજો આવ્યો છે! એને મળવા બારે હાલો.” 7તઈ તેઓ બધ્યુય કુંવારીઓ ઉઠીને પોત પોતાની મશાલો તૈયાર કરવા મંડયુ. 8અને મુરખીઓએ બુદ્ધીશાળીઓને કીધુ કે, “તમારી પાહે જે તેલ છે એમાંથી થોડુંક અમને આપો કેમ કે, અમારી મશાલો ઠરી જાય છે.” 9પણ બુદ્ધિશાળીઓએ જવાબ દીધો કે, ખબર નય, કદાસ અમને અને તમને પુરૂ થાય એટલું તેલ નથી, ઈ હાટુ આ હારું છે કે, તમે વેસનારાઓની પાહે જાવ, પોત પોતાની હારું વેસાતી તેલ લીયાવો. 10પણ જઈ તેઓ વેસાતી તેલ લેવા જાત્યું હતી તઈ વરરાજો આવી ગયો અને જેઓ તૈયાર હતી, તેઓ એની હારે લગન જમણવારના ઘરમાં ગય અને કમાડ બંધ કરવામાં આવ્યું. 11એની પછી ઈ બીજી કુંવારીઓ પાછી આવીને રાડુ પાડીને વરરાજાને કેવા મંડી કે, “ઓ માલિક, ઓ માલિક, અમારી હાટુ કમાડ ઉઘાડો!” 12પણ એણે તેઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, હું તમને ઓળખતો નથી.” 13ઈ હાટુ તમે જાગતા રયો કેમ કે, મારો પાછા આવવાનો વખત તમે જાણતા નથી.
ત્રણ ચાકરની વાર્તા
(લૂક 19:11-27)
14જઈ હું પાછો આવય, તઈ સ્વર્ગનું રાજ્ય આ રીતનું હશે: એક માણસ લાંબી યાત્રામાં જાતી વખતે એણે પોતાના ચાકરોને બોલાવીને પોતાની માલ મિલકતમાંથી થોડીક તેઓને હોપીને કીધું કે, આ માલ મિલકતનો વેપાર કરીને વધારે માલ મિલકત મેળવો. 15એકને એણે પાંસ તાલંત, બીજાને બે તાલંત, ત્રીજાને એક તાલંત, એમ બધાયને પોતપોતાના સામર્થ્ય પરમાણે તાલંત આપ્યા અને ઈ પરદેશ ગયો. 16જેને પાંસ તાલંતો એટલે એક તાલંતની કિમંત લગભગ પંદર વરહની મજુરી બરાબર છે તે મળ્યા, ઈ તરત જયને વેપાર કરીને બીજા પાંસ તાલંત કમાણો. 17એમ જ જેને બે તાલંતો આપવામાં આવ્યા હતા, ઈ હોતન બીજા બે તાલંત કમાણો. 18પણ જેને એક તાલંત મળ્યો, એણે જયને જમીનમાં ખોદીને પોતાના ધણીનું આપેલું તાલંત હંતાડી દીધું.
19ઘણાય દિવસો પછી ઈ ચાકરોનો માલિક આવીને તેઓની પાહેથી તાલંતોનો હિસાબ માગવા લાગ્યો. 20તઈ જેને પાંસ તાલંત મળ્યા હતા તે બીજા પાંસ તાલંત કમાણો અને કીધું કે, “માલિક તે મને પાંસ તાલંત હોપ્યા હતા. જો, હું ઈ ઉપરાંત પાંસ સિક્કા વધારે કમાણો છું” 21તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”
22અને જેને બે તાલંત મળ્યા હતા, એણે પણ આવીને કીધું કે, “માલિક, તમે મને બે તાલંત હોપ્યા હતા, જો ઈ ઉપરાંત હું બીજા બે તાલંત વધારે કમાણો છું” 23એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”
24પછી જેને એક તાલંત મળ્યો હતો, એણે પણ આવીને કીધુ કે, હે માલીક, જ્યાં નથી વાવ્યુ, ન્યાથી તું કાપનાર અને જ્યાં નથી વેરયુ, ન્યાથી તું ભેગુ કરનાર છે, મે એને એવો કડક માણસ જાણ્યો. 25ઈ હાટુ મે બીજે દિવસે જયને તારા તાલંતને જમીનમાં દાટી દીધો. કેમ કે, મને બીક હતી કે, જો હું તારી મિલકતને ખોય નાખય, તો તું મને સજા આપય. 26એના ધણીએ એને જવાબ દીધો કે, “અરે ભુંડા અને આળસુ ચાકર, જ્યાં મે નથી વાવ્યુ ન્યાથી હું કાપું છું, જ્યાં મે વેરયુ નથી, ન્યાથી હું ભેગુ કરું છું, એમ તને ખબર હતી.” 27જો તે મારા રૂપીયા સાવકારની પાહે જમા કરી દીધા હોત તો હું આવું તઈ મારા વ્યાજ સહીત મને મળત. 28તઈ ચાકરોને ધણીએ કીધું કે, ઈ હાટુ એની પાહેથી તાલંત લયને જેની પાહે તાલંત છે એને ઈ આપો. 29કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. અને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, ઈ પણ લય લેવાહે. 30આ નકામાં ચાકરને બારના અંધારામાં નાખી દયો, જ્યાં રોવું અને દાંતની સક્કીયું સડાવવાનું થાહે.
માણસનો દીકરો ન્યાય કરશે
31જઈ હું, માણસનો દીકરો ફરીથી આવય, તો પોતાના મહિમાના બધાય, મારા સ્વર્ગદુતો હારે લયને આવય. તઈ હું બધાય લોકોનો ન્યાય કરવા હાટુ મારા મહિમાના રાજ્યાસન ઉપર બેહય. 32ન્યા બધી જાતિના લોકોને મારી આગળ ભેગી કરાહે, જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે, એમ હું તેઓને એકબીજાથી જુદા પાડય. 33ઘેટાઓને એટલે ન્યાયી લોકોને પોતાના જમણા હાથે પણ બકરાઓને એટલે કે અન્યાયી લોકોને ડાબા હાથે હું ઉભા કરય. 34તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે. 35કેમ કે હું ભૂખ્યો હતો, તઈ તમે મને ખવડાવું. જઈ હું તરસો હતો, તઈ તમે મને પાણી પાયુ. હું પારકો હતો, તઈ તમે મને પરોણો રાખ્યો. 36જઈ હું નાગો હતો, તઈ તમે મને લુગડા પેરાવા. જઈ હું માંદો હતો, તઈ તમે મને જોવા આવ્યા હતા. હું જેલખાનામાં હતો, તઈ તમે મારી ખબર લીધી હતી.
37તઈ ન્યાયીઓ જવાબ આપશે કે, પરભુ, ક્યારે અમે તને ભૂખો જોયને ખવડાવું? અને તરસો જોયને પાણી પાયુ? 38ક્યારે અમે તને પારકો જોયને પરોણો રાખ્યો અને નાગો જોયને લુગડા પેરાવા? 39ક્યારે અમે તને માંદો અને કેદમાં જોયને તને મળવા આવ્યા? 40તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.” 41પછી હું ડાબી બાજુના લોકોને પણ કેય કે, ઓ હરાપિત, લોકો જે અનંતકાળની આગ, શેતાન અને એના દુતોની હાટુ જે પરમેશ્વરે તૈયાર કરેલી છે, એમા તમે મારી આગળથી જાઓ. 42કેમ કે, જઈ હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યુ નય. હું તરસો હતો, પણ તમે મને પાણી પાયુ નય. 43હું પારકો હતો, પણ તમે મને પોતાના ઘરમાં મેમાન રાખ્યો નય. હું નાગો હતો, પણ તમે મને લુગડા પેરાવા નય. હું માંદો અને જેલખાનામાં હતો પણ તમે મારી ખબર લીધી નય.
44તઈ તેઓ જવાબ આપશે કે, “હે પરભુ, ક્યારે અમે તને ભૂખો, તરસો, માંદો અને જેલખાનામાં જોયને તારી સેવા કરી નય?” 45તઈ હું જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ બોવ નાનામાંથી નાના એકને તમે કાય કરયુ નય ઈ હાટુ તમે મને પણ કરયુ નય.” 46અને તેઓ અનંતકાળની સજા ભોગયશે પણ ન્યાયી લોકો જે જમણી બાજુ છે તેઓ અનંતકાળના જીવનમાં પ્રવેશ કરશે.

നിലവിൽ തിരഞ്ഞെടുത്തിരിക്കുന്നു:

માથ્થી 25: KXPNT

ഹൈലൈറ്റ് ചെയ്യുക

പങ്ക് വെക്കു

പകർത്തുക

None

നിങ്ങളുടെ എല്ലാ ഉപകരണങ്ങളിലും ഹൈലൈറ്റുകൾ സംരക്ഷിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ? സൈൻ അപ്പ് ചെയ്യുക അല്ലെങ്കിൽ സൈൻ ഇൻ ചെയ്യുക