મત્તિ 15

15
રિતી-રિવાજ પાળવા નો સવાલ
(મર. 7:1-13)
1તર ફરિસી ટુંળા ન મનખંવેં અનેં અમુક મૂસા નું નિયમ હિકાડવા વાળા ઝી યરુશલેમ સેર થી આયા હેંતા, વેયા ઇસુ કનેં આવેંનેં કેંવા મંડ્યા, 2“તારા સેંલા હુંકા આપડં બાપ-દાદં ના રિવાજ નહેં પાળતા, વેયા હાથ ધુયા વગર ખાવાનું ખાએ હે?” 3ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “તમું હુંદા પુંતાના રિતી-રિવાજ હારુ હુંકા પરમેશ્વર ની આજ્ઞા ટાળ નાખો હે? 4કેંમકે પરમેશ્વરેં કેંદું હે, તારા બા અનેં તારી આઈ નું માન કર, અનેં ઝી કુઇ બા કે આઈ નેં ભુંડું કે, હેંનેં જરુર મારેં નાખવા મ આવે. 5-6પુંણ તમું મનખં નેં હિકાડો હે, કે આ એકદમ સહી હે, અગર વેય મનખં પુંતાનં આઈ-બા ની મદદ નહેં કરતં, અનેં કે હે કે પુંતાનં આઈ-બા નેં સુંડેંનેં પરમેશ્વર નેં પુંતાની વસ્તુવેં આલહે. તમું હેંનનેં પુંતાનં આઈ-બા નેં એંમ કેંવાની પર્વન્ગી આલો હે, ઝી કઇ હૂં તમારી મદદ હારુ આલવા નો હેંતો, વેયુ મેંહ હાવુ પરમેશ્વર નેં આલવા નો વાએંદો કર્યો હે. એંતરે હારુ હૂં તમારી કઇ મદદ નહેં કરેં સક્તો. ઇવી રિતી થી તમું ખરેખર મનખં નેં એંમ હિકાડો હે કે હેંનનેં પુંતાનં આઈ બા નેં મદદ કરવા ની જરુરત નહેં. ઇવી રિતી થી, તમું મૂસા ના નિયમ ની આજ્ઞાવં નેં નહેં માનતં ઝી પરમેશ્વરેં તમનેં આલી હે, એંતરે હેંના રિતી-રિવાજ પાળેં સકો ઝી તમારં બાપ-દાદંવેં તમનેં આલ્યા હે.” 7હે ઢોંગ કરવા વાળોં, યશાયાહ ભવિષ્યવક્તાવેં તમારા બારા મ એકદમ સહી ભવિષ્યવાણી કરી હે.
8“ઇય મનખં હોંઠં થી તે મારું માન કરે હે, પુંણ હેંનનું મન મારી થી સિટી હે.”
9અનેં ઇય મનખં બેકાર મારી આરાધના કરે હે, “કેંમકે ઇય મનખં ન બણાવેંલં નિયમં નેં પરમેશ્વર નું શિક્ષણ હે, એંમ કેં નેં હિકાડે હે.”
મેલં કરવા વાળી વાતેં
(મર. 7:14-23)
10તર ઇસુવેં મનખં નેં ફેંર એંનેં કન બુંલાવેંનેં કેંદું, “હામળો, અનેં હમજો. 11ઝી મોડા મ જાએ હે, વેયુ મનખં નેં મેલું નહેં કરતું, પુંણ ઝી મોડા થી નકળે હે, વેયુસ મનખં નેં મેલું કરે હે.” 12તર સેંલંવેં આવેંનેં ઇસુ નેં કેંદું, “હું તું જાણે હે કે ફરિસી ટુંળા ન મનખં ઇયુ વસન હામળેંનેં ગુસ્સે થાએંજ્ય?” 13ઇસુવેં જવાબ આલ્યો, “દરેક ઝાડ ઝી મારા હરગ વાળે બએં નહેં સુઈપુ, વેયુ ઉફેંડવા મ આવહે. 14હેંનનેં જાવા દો વેયા આંદળી હિક આલવા વાળા હે, આંદળો અગર આંદળા નેં વાટ વતાડે, તે બે યે ખાડા મ પડહે.”
15ઇયુ હામળેંનેં પતરસેં ઇસુ નેં કેંદું, “એંના દાખલા નો અરથ હમનેં હમજાડ દે.” 16ઇસુવેં હેંનનેં કેંદું, “હું તમું હુંદા હઝુ તક વણ હમજું હે? 17હું તમું નહેં હમજતા કે ઝી કઇ મોડા મ જાએ હે વેયુ પેંટ મ પડે હે, અનેં સંડાસ મ નકળેં જાએ હે? 18પુંણ ઝી કઇ મોડા થી નકળેં હે, વેયુ મન મ વિસારવા થી નકળે હે, અનેં વેયુસ હેંનનેં પરમેશ્વર નેં હામેં મેલં ઠરાવે હે. 19કેંમકે મનખં ના મન મહી, ખરાબ-ખરાબ વિસાર, સિનાળવું કરવું, સુરી કરવી, મનખં નેં માર દડવું, બીજા બઈરા હાતેં ગલત સબંધ, બીજા ના વિરુધ ઝૂઠી ગવાહી આલવી અનેં નિંદા કરવી મન થીસ નકળેં હે. 20ઇયસ હે ઝી મનખં નેં મેલં કરે હે, પુંણ વગર હાથ ધુયે ખાવાનું ખાવું મનખં નેં મેલું નહેં કરતું.”
સુરુફીનીકે જાતિ ની બજ્યેર નો વિશ્વાસ
(મર. 7:24-30)
21ઇસુ તાંહો નકળેંનેં, સોર અનેં સિદોન સેરં ની આજુ-બાજુ ની જગ્યા મ જ્યો. 22હેંના પરદેશ મહી એક કનાન ની રેંવા વાળી બજ્યેર નકળેંનેં આવી, અનેં સિસાએં નેં કેંવા મંડી, “હે પ્રભુ! દાઉદ રાજા ની પીઢી ના, મારી ઇપેર દયા કર,” મારી સુરી મ ભૂત ભરાએંલો હે, અનેં હેંનેં ઘણો વિતાડે હે. 23પુંણ ઇસુવેં હેંનેં કઇસ જવાબ નેં આલ્યો, તર હેંનં સેંલંવેં આવેંનેં ઇસુ નેં અરજ કરેંનેં કેંદું, “ઇની બજ્યેર નેં કાડ દે, કેંમકે વેયે સિસાતી જાએંનેં આપડી વાહેડ આવે હે.” 24ઇસુવેં જવાબ આલ્યો, “મનેં ઇસરાએંલ દેશ ન હેંનં મનખં કનેંસ મુંકલ્યો, કે ઝી ખુંવાએંલં ઘેંઠં નેં જેંમ હે, હેંનનેં સુંડેંનેં હૂં બીજં કેંનેં યે કન નહેં મુકલવામ આયો.” 25પુંણ વેયે આવી, અનેં ઇસુ નેં પોગેં લાગેંનેં કેંવા મંડી, “હે પ્રભુ, મારી મદદ કર.” 26ઇસુવેં જવાબ આલ્યો, “સુંરં નો રુંટો લેંનેં કુતરં નેં અગ્યેડ દડવો ઠીક નહેં.” 27બજ્યેરેં કેંદું, “હાસું હે પ્રભુ, પુંણ કુતરં હુંદં તે એંઠાડું ખાએં લે હે, ઝી હેંનંના માલિક ના ખાવા ના મહું નિસં વેંરાએંલું વેહ.” 28ઇસુવેં હીની બજ્યેર નેં જવાબ આલ્યો, “હે બાઈ, તારો વિશ્વાસ ઘણો મુંટો હે, ઝેંવું તું સાહે, વેવુંસ તારી હારુ થાએ.” અનેં હીની સુરી તરત હાજી થાઈ ગઈ.
ઘણં બદં બેંમાર મનખં નેં હાજં કરવં
29ઇસુ વેંહાં થી ગલીલ દરજ્યા કનેં આયો, અનેં ડુંગોરેં થુંડોક ઇપેર જાએંનેં બેંહેંજ્યો. 30તર મનખં નો એક મુંટો ટુંળો ઇસુ કનેં આયો, વેય પુંતાનેં હાતેં લંગડં, આંદળં, ગુંગં, ટુંટં અનેં બીજં ઘણં બદં બેંમારં નેં હેંનેં કન લાય, અનેં હેંનનેં હેંનં પોગં કન લાવેંનેં હુવાડ દેંદં, અનેં ઇસુવેં હેંનનેં હાજં કર્ય. 31ઝર મનખંવેં ભાળ્યુ કે ગુંગં બુંલે હે, અનેં ટુંટં હાજં થાએ હે, અનેં લંગડં સાલે હે, અનેં આંદળં ભાળે હે, તે હેંનવેં વિસાર કરેંનેં ઇસરાએંલ દેશ ના પરમેશ્વર ની મોંટાઈ કરી.
સ્યાર હજાર મનખં નેં ખાવાનું ખવાડવું
(મર. 8:1-10)
32ઇસુવેં પુંતાનં સેંલંનેં ટીકે બુંલાવેંનેં કેંદું, “મનેં ઇની ભીડ ઇપેર દયા આવે હે, કેંમકે વેય તાંણ દાડં થી મારી હાતેં હે, અનેં હેંનં કનેં કઇસ ખાવાનું નહેં, હૂં હેંનનેં ભુખં ઘેર મુંકલવા નહેં માંગતો, કદાસ હૂં હેંનનેં ભુખં ઘેર મુંકલેં દું, તે વાટ મ થાકેંનેં રેં જાહે.” 33સેંલંવેં હેંનેં કેંદું, “હમનેં આં હુંનવેંણ જગ્યા મ કાંહી ઇતરી બદ્દી રુટજ્યી મળહે, કે હમું ઇતરી મુટી ભીડ નેં ખવાડજ્યે?” 34ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “તમારી કન કીતરી રુટજ્યી હે?” હેંનવેં કેંદું, “ખાલી હાત રુટજ્યી હે, અનેં થુંડીકેંસ નાની માસલજ્યી.” 35તર ઇસુવેં મનખં નેં ભુંએં બેંહવાનું હુંકમ કર્યુ, 36અનેં હીની હાત રુટજ્યી અનેં માસલજ્ય નેં લીદી, અનેં ધનેવાદ કરેંનેં તુડી, અનેં પુંતાનં સેંલંનેં આલતો જ્યો, અનેં સેંલંવેં મનખં નેં વાટ્યું. 37ઇવી રિતી બદ્દ મનખં ખાએંનેં ધાપેંજ્ય, અનેં સેંલંવેં રુટજ્યી અનેં માસલજ્ય ન વદેંલં બટકં નેં ભેંગં કર્ય. હેંનં થી હાત ટુંપલં ભરાએં જ્ય. 38ખાવા વાળં બજ્યેરેં અનેં નાનં સુંરં નેં સુંડેંનેં સ્યાર હજાર તે ખાલી માણસેંસ હેંતા. 39તર વેયો ભીડ નેં વળાવેંનેં નાવ મ સડેંજ્યો, અનેં મગદન પરદેશ ની જગ્યા મ આયો.

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 15: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល