મત્તિ 14

14
યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નેં માર દડવો
(મર. 6:14-29; લુક. 9:7-9)
1હેંનં દાડં મ ગલીલ પરદેશ ના હેરોદેસ રાજાવેં ઇસુ ના બારા મ હામળ્યુ, 2અનેં પુંતાનં સેંવકં નેં કેંદું, “ઇયો યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો હે! વેયો મરેંલં મહો જીવતો થાએંજ્યો હે, એંતરે હારુ હેંનેં થકી સામ્રત ન કામં પરગટ થાએ હે.”
3કેંમકે હેરોદેસ રાજાવેં પુંતાના ભાઈ ફિલિપ્પુસ ની બજ્યેર હેરોદિયાસ રાણી નેં ખુશ કરવા હારુ યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નેં હવાડેંનેં બાંદ્યો અનેં જેલ મ નાખેં દેંદો હેંતો. 4કેંમકે યૂહન્નો હેંનેં કેંદં કરતો હેંતો કે મૂસા ના નિયમ ને પરમણે પુંતાના ભાઈ ની બજ્યેર નેં રાખવું ઠીક નહેં, ઝર કે તારો ભાઈ જીવતો હે. 5એંતરે હારુ વેયો હેંનેં મારેં નાખવા સાહતો હેંતો, પુંણ મનખં થી સમકતો હેંતો કેંમકે વેય હેંનેં ભવિષ્યવક્તા માનતં હેંતં.
6પુંણ ઝર હેરોદેસ રાજા નો જલમ દાડો આયો, તે હેરોદિયાસ રાણી ની સુરજ્યી પોગ્રમ મ નાસેંનેં હેરોદેસ નેં ખુશ કર્યો. 7એંતરે હારુ હેંને હમ ખાએંનેં વાએંદો કર્યો, “ઝી કઇ તું માંગહેં હૂં તનેં આલેં” 8વેયે ઇની આઈ ની હિકાડવા થી બુલી, “હૂં સાહું હે કે તું હમણસ યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નું માથું કપાડેંનેં મનેં એક પરત મ આલ દે.” 9રાજા દુઃખી થાયો, પુંણ પુંતાના વાએંદા ને લેંદે, અનેં ઝી હેંને પુંતાનં પામણં નેં હામેં વાએંદો કર્યો હેંતો હીની વાત નેં ના નેં પાડેં સક્યો. હોકમ કર્યુ કે આલ દેંવા મ આવે 10અનેં હેંને જેલ ખાના મ માણસ નેં મુંકલેંનેં યૂહન્ના નું માથું કપાડ દડ્યુ; 11અનેં હેંનું માથું પરત મ લાવવા મ આયુ, અનેં સુરી નેં આલ્યુ, ઝેંનેં વેયે ઇની આઈ કનેં લેં ગઈ. 12તર યૂહન્ના ના સેંલા આયા અનેં હીની લાશ નેં લેં જ્યા અનેં ડાટેં દીદી, અનેં જાએંનેં ઇસુ નેં હમિસાર આલ્યો.
પાંસ હજાર માણસ નેં ખાવાનું ખવાડવું
(મર. 6:30-44; લુક. 9:10-17)
13ઝર ઇસુવેં ઇયુ હામળ્યુ, તે વેયો નાવ મ બેંહેંનેં વેંહાં થી કઇનીક હુંનવેંણ જગ્યા મ જાતોરિયો, પુંણ ઘણં મનખંવેં હેંનેં જાતં ભાળ્યો અનેં બદ્દ મનખં નેં ખબર પડી કે વેયો કાં જાએં રિયો હે. તે વેય સેરેં-સેર થી પોગેં સાલેં નેંસ હેંનેં વાહેડ થાએંજ્ય. 14ઇસુવેં ધેડેં પોતેંનેં એક મુંટો મનખં નો ટુંળો ભાળ્યો, તર હેંનં મનખં ઇપેર દયા આવી. અનેં હેંનેં હેંનં ન બેંમારં નેં હાજં કર્ય.
15ઝર હાંજ પડેં ગઈ તે ઇસુ ન સેંલંવેં હેંનેં કન આવેંનેં કેંદું, “આ હુંનવેંણ જગ્યા હે અનેં વાર થાઈ રી હે, મનખં નેં જાવા દે, કે વેય વસ્તી મ જાએંનેં પુંતાનેં હારુ ખાવાનું વેંસાતું લે.” 16પુંણ ઇસુવેં હેંનનેં કેંદું, “હેંનનું જાવું જરુરી નહેં! તમુંસ હેંનનેં ખાવા હારુ આલો.” 17હેંનવેં ઇસુ નેં કેંદું, “આં હમારી કનેં પાંસ રુટજ્યી અનેં બે માસલજ્યી નેં સુંડેંનેં બીજુ કઇસ નહેં” 18ઇસુવેં કેંદું, “હેંનનેં આં મારી કન લેં આવો.” 19તર હેંને મનખં નેં ખોડ મ બેંહવા હારુ કેંદું, અનેં હીની પાંસ રુંટજ્યી અનેં બે માસલજ્યી હાથ મ લીદી, અનેં હરગ મએં ભાળેંનેં પરમેશ્વર નું ધનેવાદ કર્યુ અનેં રુટજ્યી તુંડેં-તુંડેંનેં સેંલંનેં આલજ્યી, અનેં સેંલંવેં મનખં નેં આલજ્યી. 20ઝર બદ્દ મનખં ખાએંનેં ધાપેંજ્ય, તર સેંલંવેં રુટજ્યી અનેં માસલજ્ય ન વદેંલં બટકં નેં ભેંગં કર્ય. હેંનં થી બાર ટુંપલં ભરાએં જ્ય. 21અનેં ખાવા વાળં સુંરં અનેં બઈરં નેં સુંડેંનેં, લગ-બગ પાંસ હજાર માણસેંસ હેંતા.
ઇસુ નું પાણેં ઇપેર સાલવું
(મર. 6:45-52; લુક. 9:10-17)
22તર ઇસુવેં તરત પુંતાનં સેંલંનેં જબર-જસ્તી કરેંનેં નાવ મ સડવા હારુ કેંદું, કે વેયા હેંનેં કરતં પેલ પેંલે પાર જાએ, ઝર તક ઇસુ મનખં નેં વળાવે. 23ઇસુ મનખં નેં વળાવેંનેં, પ્રાર્થના કરવા હારુ અલગ ડુંગોર ઇપેર જાતોરિયો, તર હાંજ ના ટાએંમ મ વેયો વેંહાં એંખલો હેંતો. 24હેંના ટાએંમેં નાવ ધેડેં હી ઘણે સિટી ગલીલ દરજ્યા નેં વસ મ ઝાભોળં થી ડગમગેં રી હીતી, કેંમકે વાએંરું જુંર નું હામું સાલતું હેંતું. 25અનેં ઇસુ રાતેં લગ-ભગ સ્યારેંક વાગ્યે દરજ્યા મ સાલતો જાએંનેં સેંલં કનેં આયો. 26સેંલા ઇસુ નેં દરજ્યા મ પાણેં ઇપેર સાલતો ભાળેંનેં ઘબરાએંજ્યા. અનેં કેંવા મંડ્યા, “આ તે ભૂત હે” બીક નેં મોરેં સિસાવા મંડ્યા. 27તર ઇસુવેં તરત હેંનં હાતેં વાતેં કરજ્યી અનેં કેંદું, “હિમ્મત રાખો હૂં ઇસુ હે, સમકો નહેં.” 28પતરસેં ઇસુ નેં જવાબ આલ્યો, “હે પ્રભુ, અગર તુંસ હે, તે મનેં તારી કન પાણેં ઇપેર સાલેંનેં આવવા ની આજ્ઞા આલ.” 29ઇસુવેં કેંદું, “આવ! તર પતરસ નાવ મહો ઉતરેંનેં પાણેં ઇપેર સાલતો જાએંનેં હેંનેં કન જાવા મંડ્યો.” 30પુંણ ઝર જુંર ના વાએંરા નેં ભાળેંનેં પતરસ સમકેં જ્યો, અનેં બુડવા મંડ્યો, તર હેંને સિસાએં નેં કેંદું, “હે પ્રભુ, મનેં બસાવ.” 31ઇસુવેં તરત પુંતાનો હાથ લાંબો કરેંનેં હેંનેં હાએં પાડ્યો, અનેં હેંનેં કેંદું, “હે અરદા વિશ્વાસ વાળા, તેં હુંકા શક કર્યો?” 32ઝર ઇસુ નાવ મ સડેંજ્યો તે વાએંરું થમેં જ્યુ. 33ઇયુ ભાળેંનેં બાકી સેંલા ઝી નાવ મ હેંતા, વેયા ઇસુ ની બડાઈ કરેંનેં કેંવા મંડ્યા, “હાસેં હાસ તુંસ પરમેશ્વર નો બેંટો હે.”
ગન્નેસરત સેર મ ઇસુ બેંમાર મનખં નેં હાજં કરે હે
(મર. 6:53-56)
34વેયા પાર ઉતરેંનેં ગન્નેસરત પરદેશ મ પોત્યા. 35વેંહાં ન મનખંવેં ઇસુ નેં વળખેં લેંદો અનેં આજુ-બાજુ ની ઘણી બદી જગ્યા મ જાએંનેં વતાડ દેંદું કે ઇસુ આં હે, અનેં બદ્દ બેંમારં નેં હેંનેં કન લાય, 36અનેં ઇસુ નેં અરજ કરવા લાગ્ય કે વેયો હેંનનેં હેંનં સિસરં ના સેંડાનેંસ અડવા દે; અનેં ઝેંતરં હેંનેં અડ્ય, વેય હાજં થાએંજ્ય.

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 14: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល