મત્તિ 16

16
ઇસુ નેં પારખવું
(મર. 8:11-13; લુક. 12:54-56)
1ફરિસી ટુંળા ન મનખં અનેં સદૂકી ટુંળા ન મનખએં ટીકે આવેંનેં ઇસુ નેં પારખવા હારુ હેંનેં કેંદું, “હમનેં હરગ ની કઈક નિશાની વતાડ, હમું જાણન્યે કે તનેં પરમેશ્વરેં અધિકાર આલ્યો હે.” 2ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હાંજ ન તમું કો હે, કે મોસમ અસલ રેંહે, કેંમકે આકાશ રાતું હે.” 3અનેં હવેંર મ કો હે કે, “આજે કુંએંણું આવહે, કેંમકે આકાશ રાતું અનેં ભુરું હે, તમું આકાશ ના લક્ષણ ભાળેંનેં હેંનો મતલબ વતાડેં સકો હે, પુંણ એંના ટાએંમ ની નિશાની નો મતલબ કેંમ નહેં વતાડેં સક્તં? 4એંના જુંગ ન ભુંડં અનેં ખરાબ કામં કરવા વાળં મનખં નિશાની માંગે હે, પુંણ યોના ની નિશાની નેં સુંડેંનેં હેંનનેં બીજી કઇ નિશાની નેં આલવા મ આવે” અનેં વેયો હેંનનેં સુંડેંનેં જાતોરિયો.
ફરિસી અનેં સદૂકી મનખં નું ખમીર
(મર. 8:14-21)
5સેંલા દરજ્યા ને પેંલે પાર પોત્યા, પુંણ વેયા રુટજ્યી લાવવાનું ભુલેંજ્યા હેંતા. 6ઇસુવેં હેંનનેં કેંદું, “ભાળો, ફરિસી ટુંળા ન મનખં ના ખમીર અનેં હેરોદેસ રાજા ના ખમીર થી સેતેંન રો.” 7વેયા વિસાર કરેંનેં એક બીજા નેં કેંવા મંડ્યા, “આપું રુટજ્યી નહેં લાયા એંતરે હારુ ઇસુ એંમ કે હે.” 8ઇયુ જાણેંનેં, ઇસુવેં હેંનનેં કેંદું, “હે અરદા વિશ્વાસ વાળોં, તમું હુંકા વિસાર કરેંનેં એક-બીજા નેં કો હે કે હમારી કનેં રુટજ્યી નહેં? 9હું તમું હઝુ તક નહેં હમજ્યા? હું તમનેં હેંનં પાંસ હજાર ની પાંસ રુટજ્યી ઇયાદ નહેં, અનેં નેં ઇયુ કે તમવેં કેંતરં ટુંપલં ઉપાડ્ય? 10અનેં હેંનં સ્યાર હજાર મનખં નેં હાત રુટજ્યી, અનેં ઇયુ નહેં કે તમવેં વદેંલં બટકં ન કેંતરં ટુંપલં ઉપાડ્ય હેંતં? 11તમું હુંકા એંમ નહેં હમજતા કે મેંહ રુંટજ્ય ના બારા મ નહેં કેંદું, પુંણ ઇયુ કે તમું ફરિસી અનેં સદૂકી ટુંળા ન મનખં ના ખમીર થી સેતેંન રેંજો. 12તર હેંનં ના હમજ મ આયુ કે રુટજ્યી ના ખમીર થી નેં, પુંણ ફરિસી અનેં સદૂકી ટુંળા ન મનખં ના ઝૂઠા શિક્ષણ થી સેતેંન રેંવાનું કેંદું હેંતું.”
પતરસ ઇસુ નેં મસીહ કરેંનેં માને હે
(મર. 8:27-30; લુક. 9:18-21)
13ઇસુ કેસરિયા ફિલિપ્પી પરદેશ મ આયો અનેં પુંતાનં સેંલં નેં પૂસવા મંડ્યો, “મનખં મન માણસ ના બેંટા ના બારા મ હું કે હે?” 14હેંનવેં કેંદું, “અમુક કે હે તું યૂહન્નો બક્તિસ્મ આલવા વાળો હે, અનેં અમુક એલિય્યાહ, અનેં અમુક બીજં નું કેંવું હે કે યિર્મિયાહ કે એંવં ભવિષ્યવક્તં મનો કુઇ એક હે.” 15ઇસુવેં હેંનનેં કેંદું, “પુંણ તમું મનેં હું કો હે?” 16શમોન પતરસેં જવાબ આલ્યો, “તું જીવતા પરમેશ્વર નો બેંટો મસીહ હે.” 17ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “હે શમોન, યોના ના બેંટા, તું ધન્ય હે; કેંમકે કુઇ મનખેં નહેં, પુંણ મારે બએં ઝી હરગ મ હે, ઇયે વાત તારી ઇપેર પરગટ કરી હે. 18અનેં હૂં હુંદો તનેં કું હે કે તું પતરસ હે, અનેં હૂં એંના પાણા ઇપેર મારી મંડલી બણાવેં, અનેં અધોલોક ની કુઇ બી શક્તિ હેંનેં જીતી નેં સકે. 19હૂં તનેં હરગ ના રાજ ની સાવજ્યી આલેં, અનેં ઝી કઇ તું ધરતી ઇપેર બંદ કરહે, વેયુ હરગ મ બંદ થાએં જાહે. અનેં ઝી કઇ તું ધરતી ઇપેર ખુંલહે, વેયુ હરગ મ ખુંલાહે.” 20તર ઇસુવેં સેંલંનેં સેતવેંન કેંદું કે કેંનેં યે નહેં કેંતા વેહ! કે હૂં મસીહ હે.
પુંતાની મોત ના બારા મ ઇસુ ભવિષ્યવાણી કરે હે
(મર. 8:31-33; લુક. 9:22)
21હેંને દાડે થી ઇસુ પુંતાનં સેંલંનેં વતાડવા મંડ્યો, “જરુરી હે કે હૂં યરુશલેમ સેર મ જું અનેં અગુવા, અનેં મુખી યાજક, અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં ન હાથં થી ઘણું દુઃખ વેંઠું, અનેં મારેં નખાવું, અનેં તીજે દાડે પાસો જીવતો થાએં જું.” 22ઇયુ હામળેંનેં પતરસ હેંનેં અલગ લેં જાએંનેં વળગવા મંડ્યો, “હે પ્રભુ, પરમેશ્વર નેં કરે! તારી હાતેં એંવું કેંરં યે નેં થાએ” 23ઇસુવેં ફરેંનેં પતરસ નેં કેંદું, “શેતાન નેં જેંમ મનેં પારખવું બંદ કર! તું મનેં પરમેશ્વર ની મરજી પૂરી કરવા થી રુંકે હે, તું પરમેશ્વર ની વાતં ઇપેર નહેં, પુંણ મનખં ની વાતં ઇપેર મન લગાડે હે.”
ઇસુ નો સેંલો બણવા નો અરથ
(મર. 8:34-9:1; લુક. 9:23-27)
24તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “અગર તમં મહું કુઇ મારો સેંલો બણવા સાહો, તે તમારે જરુર પુંતે પુંતાનેં નકાર કરવો પડહે. અનેં પુંતાનો ક્રૂસ તુંકેંનેં મારી વાહે આવવું પડહે. 25કેંમકે ઝી કુઇ પુંતાનો જીવ બસાવા માંગે હે, વેયુ હેંનેં ખુંએં દડહે. અનેં ઝી મારી લેંદે પુંતાનો જીવ ખુંવા માંગે હે, વેયુ અમર જીવન મેંળવહે. 26અગર કુઇ મનખ દુન્ય ની ઘણી બદી વસ્તુ મેંળવે, અનેં પુંતાના આત્મા નું નુકસાન થાએ, તે હેંનેં હું ફાયદો થાહે? કુઇ મનખ પુંતાનું અમર જીવન વેંસાતું લેંવા હારુ, પરમેશ્વર નેં હું આલેં સકે? કઇસ નેં.” 27હૂં માણસ નો બેંટો પુંતાનં હરગદૂતં હાતેં પુંતાના બા ની મહિમા મ આવેં, અનેં હેંને ટાએંમેં, “હૂં દરેક મનખં નેં હેંના કામ નેં પરમણે ઈનામ આલેં.” 28ફેંર ઇસુવેં ભીડ અનેં પુંતાનં સેંલંનેં કેંદું, હૂં તમનેં હાસું કું હે કે તમં મનં અમુક મનખં ઝી આં ઇબં હે, મરવા થી પેલ પરમેશ્વર ના રાજ નેં સામ્રત હાતેં આવતું ભાળહે.

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 16: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល