લૂક 12

12
દંભ હામે સેતવણી
1એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે. 2કોય પણ એવી વસ્તુ નથી જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હંતાડી હકાહે પણ બધુય ઉઘાડું કરાહે. 3તમે જે કાય અંધારામાં કયો છો, ઈ અંજવાળામાં હંભળાહે; અને તમે અંદરના ઓરડામાં જે કાય કાનો કાન કીધું છે, તમારા ધાબા ઉપરથી હાદ પાડવામાં આયશે.
કોનાથી બીવું
4પછી ઈસુએ માણસોને કીધું કે, હું તમને કવ છું કે, જે મારા મિત્રો છે, લોકોથી બીવમાં, લોકો દેહને મારી હકશે, પણ તમારા આત્માને નાશ નથી કરી હકતા. 5પણ તમારે કોનાથી બીવું ઈ વિષે હું તમને કવ છું કે, મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે ઈ પરમેશ્વરથી તમે બીવો; હાં હું તમને કવ છું કે, એની બીક રાખજો. 6જઈ બે રૂપીયામાં પાંસ સકલીયો વેસાય છે, તો પણ પરમેશ્વર તેનામાંથી એકયને ભૂલતો નથી. 7હા પરમેશ્વર તમારા માથા ઉપર કેટલા વાળ છે ઈ હોતન જાણે છે. જેથી તમે બીતા નય, તમે ઘણીય સકલીઓ કરતાં વધારે કિંમતી છો.
ઈસુ વિષે સ્વીકાર કે નકાર
8હું તમને કવ છું કે, જો કોય મને માણસોની હામે સ્વીકાર કરશે, ઈ મારો ચેલો છે, એને હું માણસનો દીકરો પણ પરમેશ્વરનાં સ્વર્ગદુતોની હામે તેઓનો સ્વીકાર કરય. 9પણ જે કોય લોકોની હામે મારો નકાર કરશે, તો એને માણસનો દીકરો પણ પરમેશ્વરનાં સ્વર્ગદુતોની હામે નકાર કરશે. 10જે કોય માણસના દીકરાની વિરુધ કાક કેહે, તો એને વાંકની માફી આપી હકાય છે. પણ કોય માણસ પવિત્ર આત્માની વિરુધ નિંદા કરશે, તો એને માફ નય કરવામા આવે. 11જઈ લોકો તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને રાજ્યપાલો અને અધિકારીઓની હામે લય જાહે તો, ઉપાદી નો કરતાં કે, અમે કેવી રીતે જવાબ દેહુ કે શું કેહું. 12કેમ કે, પવિત્ર આત્મા ઈજ વખતે એને શીખવાડી દેહે કે, તમારે શું કેવું જોયી.
મુરખ રૂપીયાવાળાનો દાખલો
13ફરીથી ગડદીમાંથી એક માણસે ઈસુને કીધું કે, “હે ગુરુ, મારા ભાઈને કયો કે, બાપની વસીયતનો ભાગ મને આપી દેય.” 14પણ ઈસુએ એને કીધું કે, “હે માણસ, કોયે મને તમારા બાધણા વિષે ન્યાય કરનારો ઠરાવ્યો નથી જે લોકોની મિલકત વિષે છે!” 15અને ઈસુએ તેઓએ કીધું કે, “સાવધાન રયો, અને બધાય પરકારની લાલસ પણાથી પોતાની જાતને બસાવી રાખો; કારણ કે, કોયનું જીવન એની મૂડીના વધારાથી નથી હોતું.”
16પછી ઈસુએ આ દાખલો કીધો કે, “એક રૂપીયાવાળો માણસ હતો, અને એની જમીનમાં ઘણોય હારો પાક થયો. 17તઈ રૂપીયાવાળા માણસે એની જાતે હ્રદયમાં વિસાર કરયો, મને ખબર નથી કે, મારે શું કરવુ?” કેમ કે, મારી પાહે બધીય ઉપજ મુકવાની પુરતી જગ્યા નથી. 18પછી રૂપીયાવાળા માણસે કીધું કે, મને ખબર છે કે, મારે શું કરવુ: હું મારી વખારોને તોડીને વધારે મોટી કરય; હું ન્યા વખારમાં હારા ઘઉંના દાણા અને વસીયત રાખય. 19હું મારી જાતને કેય કે, ઓ જીવ, ઘણાય વરહ હાટુ ઘણીય માલ-મિલકત તારી હાટુ રાખી મુકી છે; આરામ કર, ખાય પીયને રાજી રે. 20પણ પરમેશ્વરે ઈ માણસને કીધું કે, “અરે મૂરખ! આજે રાતે તારું મોત થાહે, તો ઈ તારી જાત હાટુ ભેગી કરેલી વસ્તુઓ કોની થાહે?” 21એવુ જ ઈ માણસ હારે થાહે જે બધુય પોતાની હાટુ ભેગુ કરે છે. પણ પરમેશ્વરની સેવા કરવા હાટુ પોતાની લાયકાત અને મૂડીનો ઉપયોગ નથી કરતો.
સીન્તા કરવી નય
(માથ્થી 6:25-34; 6:19-21)
22ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, કે શું પેરશું, ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે. 23કેમ કે, ખોરાક કરતાં જીવ, અને દેહ લુગડા કરતાં વધારે મહત્વનું છે. 24કાગડાઓ ઉપર ધ્યાન દયો; તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી, તો પણ પરમેશ્વર તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં પણ વધારે મુલ્યવાન છો. 25તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક મિનીટ પણ વધારી હકતો નથી! 26જેથી જો તમે નાનું કામ પણ કરી હકતા નથી, તો તમે જીવનમાં બીજી બાબતોના વિષે ઉપાદી હુકામ કરો છો? 27ફૂલોને જોવ કે, તેઓ કેવા વધે છે; તેઓ નથી કામ કરતાં, અને નથી તેઓ મેનત કરતાં; તો પણ હું તમને કવ છું કે, સુલેમાન રાજા પણ પોતાની બધીય માલ-મિલકત, ગૌરવ અને હણગારેલા લુગડા પેરેલો ઈ ફૂલોમાના એક જેવો પણ નોતો. 28ઈ હાટુ જો પરમેશ્વર મેદાનના ખડને જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં બાળી નાખવામાં આયશે, ઈ ખડને એવું હારું બનાવે છે, હે ઓછા વિશ્વાસીઓ તમને એનાથી વધીને હારા લુગડા જરૂર પેરાયશે. 29અને તમે એની ઉપાદી નો કરતાં કે, અમે શું ખાહું કે, શું પીહું, અને એના વિષે કાય શંકા નો કરો. 30કેમ કે, લોકો જે પરમેશ્વરને નથી જાણતા તેઓ સદાય આ બધી વસ્તુઓની વિષે ઉપાદી કરે છે. પણ તમારો બાપ જે સ્વર્ગમાં છે ઈ જાણે છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે. 31પણ પેલા તમે પરમેશ્વરનાં રાજ્યને ગોતો, તો ઈ તમને હારી વસ્તુઓ પણ મળી જાહે.
આભમાં નો ખૂટે એવી વસ્તુ
32તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે. 33પોતાની વસ્તુઓ અને જમીન જાયદાદ વેસીને ગરીબ લોકોને આપી દયો; અને પોતાની હાટુ એવો બટવો તૈયાર કરો, જે કોયદી સોરાતુ નથી, કા સ્વર્ગમા એવી મિલકત ભેગી કરો કે, જે સદાયની હાટુ રેય છે, જ્યાં સોર આવતાં નથી, અને કીડા ખાય જાતા નથી. 34કેમ કે, જ્યાં તમારી મિલકત છે, ન્યા જ તમારું મન લાગેલુ રેહે.
જાગતા રયો
(માથ્થી 24:42-44)
35“તમે પોતાની કમર બાંધીને પોતાનો દીવો હળગતો રાખીને કામ કરવા હાટુ તૈયાર રયો. 36લગન પરસંગમાંથી ઘરે પાછા આવતાં માલિકની રાહ જોતા ચાકરો જેવા તમે થાવો, જઈ માલીક આવે, અને દરવાજો ખખડાયશે, તો તરત ચાકરો એની હાટુ કમાડ ઉઘાડી દેય. 37જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે. 38જો ઈ અડધી રાતે કે પછી મોડેથી આવે, અને તેઓના માલિકની આવવાની વાટ જોતા જોયી, તો ઈ ચાકર આશીર્વાદિત છે. 39આ યાદ રાખો કે, ઘરનો માલીક જો જાણતો હોત કે, ક્યા વખતે સોર આયશે, તો પછી માલીક સોરને એના ઘરનો કમાડ તોડીને ઘરવા નો દેત, તો ઈ જાગતો રેય. 40તમે પણ મારા પાછા આવવા હાટુ તયાર રેજો કેમ કે, માણસનો દીકરો તમે વિસારયું નય હોય એવા ટાણે આયશે.”
વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકર
(માથ્થી 24:45-51)
41તઈ પિતરે કીધું કે, “હે પરભુ, ઈ આ દાખલો અમારી હાટુ કીધો કે, બધાય લોકોની હાટુ હોતન કીધો છે?” 42પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે? 43આશીર્વાદિત છે ઈ ચાકર જેને ઘરનો માલીક પાછો આવીને કામ કરતાં જોવે છે. 44હું તમને હાસુ કવ છું કે, ઈ એને પોતાની બધી માલમિલકતનો કારભારી ઠરાયશે. 45પણ જો કારભારી ખરાબ હોય અને પોતાના મનમા વિસારે કે, મારા માલીકને આવવાની બોવ વાર છે, તો પછી એવું થાહે કે, પેલો ચાકર બીજા ચાકરો અને દાસીઓને મારવાનું સાલું કરશે. ઈ ખાહે, પીહે અને છાકટો બનવા લાગશે. 46પછી ઈ ચાકરનો માલીક એવા વખતે આયશે, જઈ ઈ ચાકરે વિસારુ નય હોય કે, માલીક આયશે, અને પછી ચાકરને બોવ ઠપકો આપશે, અને એને બીજા લોકો, જે એની આજ્ઞા પાળતા નથી, એની હારે આઘો કાઢી મુકશે. 47અને ઈ ચાકરે જે પોતાના માલિકની ઈચ્છા પરમાણે નો હાલ્યો, પણ ઈ તૈયાર નો રયો, અને એના માલિકની ઈચ્છા પરમાણે હાલ્યો, ઈ ઘણોય માર ખાહે. 48અને જે જાણયા વગર માર ખાવાનું કામ કરે, ઈ થોડીક માર ખાહે, એટલે જેને વધારે આપ્યુ છે, એની પાહેથી વધારે માગવામાં આયશે; અને જેને બોવ હોપવામાં આવ્યું છે, એની પાહેથી ઘણુય બધુય લેવામાં આયશે.
ભાગલાનું કારણ ઈસુ
(માથ્થી 10:34-36)
49હું પૃથ્વી ઉપર આગ લગાડવા આવ્યો છું; અને શું ઈચ્છું છું કે, ખાલી આ કે, આઘડી હળગી જાત! 50પણ જલદી જ મારે એક ભયાનક પીડાની જળદીક્ષા પામવી છે. અને જ્યાં હુધી આ પીડા પુરી નો થાય ન્યા હુધી હું ઘણોય મુજવણમાં રેય. 51શું તમે એમ માનો છો કે, હું જગતમાં શાંતિ લાવવા આવ્યો છું? નય, હું જગતમાં શાંતિ લાવવા નય પણ ભાગલા પાડવા આવ્યો છું 52કેમ કે, હવેથી ઈ પરિવારના પાચ માણસોના ભાગલા પડશે, અને ત્રણ બેનો વિરોધ કરશે, અને બે ત્રણનો વિરોધ કરશે. 53તેઓ જુદા પડશે અને બાપ દીકરાની, અને દીકરો બાપની હામે થાહે; માં દીકરીની, દીકરી માંની હામે થાહે, હાહુ વોવની, અને વોવ હાહુની હામે થાહે.
વખતની પરખ
54અને ઈસુએ લોકોને કીધું કે, “જઈ તમે આથમણી બાજુ વાદળ ઘેરાતા જોવો તઈ તમે કયો છો કે, વરસાદનું જાપટુ આયશે, અને ખરેખર વરસાદ પડશે,” અને ખરેખર એવુ જ થાય છે. 55જઈ દક્ષિણમાંથી પવન હાલતો હોય તઈ તમે કયો છો કે, આ દિવસે બોવજ લુ લાગશે અને ખરેખર એવુ જ થાય છે. 56ઓ ઢોંગીઓ! આભ અને પૃથ્વીને જોયને, આ વાતાવરણની વિષે શું થાવાનુ છે ઈ પારખી હકો છો. તો પછી પરમેશ્વર આ વખતમાં શું કરવાનો છે એના વિષે કેમ પારખી હક્તા નથી?
વિરોધી હારે સમાધાન
57તમારે પોતાની જાતને પાકું કરવુ જોયી કે, તમારી હાટુ શું કરવુ હારું છે. અને હજી પણ ઈ કરવાનો વખત છે. 58જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે અધિકારીની નજીક જઈ રયો છે, તો મારગમાં જ એની હારે સમાધાન કરવાની કોશિશ કરી લે, જો તુ એનો ઉકેલ નય લીયાવે તો તારે ન્યાયધીશ પાહે કોરાટે જાવું પડશે, અને ઈ તને અધિકારીઓને હોપે અને સિપાયો તને જેલખાનામાં નાખી દેહે. 59હું તમને હાસુ કવ છું કે, જઈ તમે જેલખાનામાં જાવ તો જ્યાં હુંધી તમે તમારા ફરીયાદીને બાકીના એકે-એક રૂપીયો નય સુકવી દયો, ન્યા હુધી તમે જેલખાનામાંથી બારે નીકળી નય હકો.

اکنون انتخاب شده:

લૂક 12: KXPNT

های‌لایت

به اشتراک گذاشتن

کپی

None

می خواهید نکات برجسته خود را در همه دستگاه های خود ذخیره کنید؟ برای ورودثبت نام کنید یا اگر ثبت نام کرده اید وارد شوید