લૂક 11

11
પ્રાર્થના વિષે ઈસુનું શિક્ષણ
(માથ્થી 11:25-27; 13:16-17)
1પછી ઈ કોય એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. જઈ એણે પ્રાર્થના કરવાનું પૂરુ કરયુ, તઈ એના ચેલાઓમાંના એકે એને કીધું કે, “હે પરભુ, જેમ યોહાન જળદીક્ષા દેનારે એના ચેલાઓને પ્રાર્થના કરતાં શીખવ્યુ એવી રીતે અમને પણ શીખવાડ.” 2ઈસુએ એના ચેલાઓને કીધું કે, “જઈ તમે પ્રાર્થના કરો, તઈ તમે આ રીતે પ્રાર્થના કરો, હે પરમેશ્વર અમારા બાપ, તું જે સ્વર્ગમાં છો, તારા પવિત્ર નામને માન મળે, તારું રાજ્ય બધી જગ્યાએ રેય. 3અમને ખાવાનું આપો જે આજે અમારે જરૂર છે. 4જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો. અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ ભુંડાયથી અમારો છુટકારો કર.”
5પછી ઈસુએ તેઓને કીધું કે, માની લયો કે, તમે અડધી રાતે તમારા કોય મિત્રની પાહે જયને ક્યો કે, “મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ, 6કેમ કે, અત્યારે મારો એક મિત્ર મારી મુલાકાતે આવ્યો છે, પણ મારી પાહે એને ખવડાવા હાટુ કાય નથી.” 7તમારો ભાયબંધ તમને ઘરમાંથી જ જવાબ આપશે કે, “વયો જા, મને તકલીફ નો આપ, હમણાં કમાડ બંધ છે, હું મારા બાળકો હારે પથારીમાં છું, એટલે હું ઉઠીને તને રોટલી આપી હકુ એમ નથી.” 8હું તમને કવ છું કે, તમે એના મિત્ર હોવા છતાં પણ ઈ ઉભો થયને નો દેય, તો પણ વિનવણીથી માંગવાનાં કારણે ઉઠીને તમને જરૂર પુરતું આપશે. 9હું તમને કવ છું કે; જે જરૂર છે ઈ પરમેશ્વર પાહેથી માગો, અને ઈ તમને દેહે; ગોતશો તો તમને જડશે; ખખડાવો, તો તમારી હાટુ ઉઘાડવામાં આયશે. 10કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે. 11જો તમારામાંનો કોયને એકનો એક દીકરો હોય, ઈ જો તમારી પાહે ખાવા હાટુ માછલી માગે, તો તમે ખરેખર એને ઝેરીલો એરુ નય આપો, શું તમે આપશો? 12કા ઈંડુ માગે તો એને વિછી આપશો? 13કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ પોતાના માંગવાવાળા લોકોને પવિત્ર આત્મા કેમ નય આપે?
બાલઝબુલ વિષે
(માથ્થી 12:22-30; માર્ક 3:20-27)
14એક દિવસ એક માણસ ઈસુ પાહે આવ્યો જે બોલી હક્તો નોતો કેમ કે, મેલી આત્માએ એને કાબુમાં કરી લીધો હતો. ઈસુએ મેલી આત્માને બારે કાઢી પછી ઈ માણસ બોલવા લાગ્યો, અને ઈ જોયને ટોળાના લોકો નવાય પામ્યા. 15પણ કેટલાક લોકોએ કીધુ કે, ઈસુ મેલી આત્માઓનો સરદાર જે શેતાન છે એની મદદથી મેલી આત્માઓને કાઢે છે. 16બીજા લોકોએ ઈસુનો પારખો કરવા હાટુ એને કીધુ કે, અમને સ્વર્ગની સમત્કારી નિશાની બતાય, કે પરમેશ્વરે તને મોકલ્યો છે. 17ઈસુએ તેઓના મન જાણીને અમને કીધું કે, જે કોય રાજ્યમાં ફૂટ પડે છે, ઈ રાજ્યનો નાશ થાય છે અને જે ઘરમાં બાધણા થાય છે, ઈ પરિવારમાં ભાગલા પડે છે. 18જેથી જો શેતાન પોતાની જ મેલી આત્માની વિરુધ થયો હોય, તો એનુ રાજ કેવી રીતે ટકી હકશે? તમે મને તો કયો છો કે, હું બાલઝબુલ શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢુ છું 19જો હું બાલઝબુલ શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢું છું, તો તમારા કુળના લોકો કોની મદદથી મેલી આત્માઓ કાઢે છે? એટલે ઈજ તમારો ન્યાય કરશે. 20પણ જો હું, પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે. 21જઈ બળવાન માણસ ઘણાય હથિયારો લયને પોતાના ઘરની રખેવાળી કરતો હોય, તો કોય પણ એના ઘરની વસ્તુઓ સોરી નો હકે. 22પણ જઈ એક એના કરતાં બળવાન માણસ ઈ માણસ ઉપર હુમલો કરીને હરાવી દેય, તો ઈ એના હથિયારો લય હકે છે જેની ઉપર એને ભરોસો હોય. પછી એના ઈ માણસના ઘરથી જે ઈચ્છે ઈ લય હકે છે. 23જે મારી હારે નથી, ઈ મારી વિરુધમાં છે, અને જે મારી હારે ભેગુ નથી કરતો, ઈ વીખી નાખે છે.
મેલી આત્મા પાછી આવે છે.
(માથ્થી 12:43-45)
24જઈ મેલી આત્મા માણસમાંથી નીકળા પછી, ઈ ઉજ્જડ જગ્યા ઉપર વિહામો ગોતવા હાટુ રખડતો ફરે છે. પણ એને વિહામો મળતો નથી, તઈ ઈ પોતે જ કેય છે કે, જે માણસમાંથી નીકળીને હું બારે આવ્યો હતો ન્યા જ હું પાછો જાય. 25જઈ પેલો આત્મા એની પાહે આવે છે તઈ ઈ માણસનું જીવન એક શણગારેલા ઘરની જેમ, ખાલી પડેલું જોવે છે. 26પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
આશીર્વાદિત લોકો
27જઈ ઈસુ વાતો કરી રયા હતાં, તઈ ઈ ટોળામાંથી એક બાયે મોટા અવાજે તેઓને કીધું કે, “ઈ બાયે, જેણે તને જનમ આપ્યો છે અને તને ધવડાવ્યો ઈ આશીર્વાદિત છે.” 28પછી ઈસુએ કીધું કે, “હા, પણ આશીર્વાદિત તેઓ છે, જે લોકો પરમેશ્વરની વાત હાંભળે છે, અને એને પાળે કરે છે.”
નિશાનીની માંગ
(માથ્થી 12:38-42; માર્ક 8:12)
29જઈ માણસોના હજી વધારે મોટા ટોળા ભેગા થાતા ગયા તઈ ઈસુ કેવા લાગ્યો કે, આ પેઢી તો ખરાબ પેઢી છે, ઈ સમત્કારીક નિશાની માગે છે, પણ યુનાની સમત્કારીક નિશાની વગર બીજી સમત્કારીક નિશાની તેઓને આપવામાં આયશે નય. 30જેવી રીતે આગમભાખીયો યુના નિનવેહ શહેરના લોકો હાટુ નિશાની જેમ ત્રણ દિવસ અને ત્રણ રાત માછલીના પેટમાં રયો એમ જ હું માણસનો દીકરો હોતન ત્રણ દિવસ અને ત્રણ રાત કબરમાં રેય. 31દક્ષિણની રાણી ન્યાયને દિવસે આ પેઢીના લોકોની હારે ઉઠીને, એને અપરાધી ઠરાયશે કેમ કે, ઈ સુલેમાનનું જ્ઞાન હાભળવા હારું બોવ આઘેથી આવી હતી અને જોવો આયા એક છે જે રાજા સુલેમાન કરતાય મોટો છે. 32ન્યાયના દિવસે નિનવેહ શહેરના લોકો આ પેઢીના લોકોની હારે અપરાધી ઠરાયશે કેમ કે, યુનાનું શિક્ષણ હાંભળીને તેઓએ પસ્તાવો કરયો અને જોવો, આ ઈ છે કે, જે યુના કરતાં મોટો છે.
દેહનો દીવો આંખ
(માથ્થી 5:15; 6:22-23)
33કોય પણ માણસ દીવો લયને એને વાસણ નીસે મુકતો નથી, એની બદલે એને દીવી ઉપર મુકે છે, જેથી ઘરમાં આવનારા જોય હકશે. 34આંખુ તારા દેહ હાટુ એક દીવાની જેમ છે, એટલે જો તારી આંખ હારી હોય તો તારો આખોય દેહ અંજવાળાથી ભરેલો છે; પણ જઈ તારી આંખુ ખરાબ છે, તો તારો આખોય દેહ પણ અંધકારથી ભરેલો હશે. 35ઈ હાટુ સાવધાન રે, તારામાં જે અંજવાળું છે એને અંધારું થાવા દેતો નય. 36જો તારું આખું દેહ અંજવાળું હોય, અને એનો કોય ભાગમાં અંધારું નય રેય, તો બધીય જગ્યાએ અંજવાળું થાહે, જેમ એક દીવો પોતાને અંજવાળાથી તમને અંજવાળું આપે છે.
ઈસુ ફરોશીઓ અને વિદ્વાનોનો વાંક કાઢે છે
(માથ્થી 23:1-36; માર્ક 12:38-40; લૂક 20:45-47)
37જઈ ઈસુએ વાતુ કરવાનું પુરું કરયુ, તો કોકે ફરોશી ટોળાના લોકોએ વિનવણી કરી કે, મારે ન્યા ખાવા હાલો, અને એના ઘરમાં જયને ઈસુ ખાવા બેઠા. 38ફરોશી ટોળાના લોકોએ ઈ જોયને નવાય પામો કે, ઈસુએ ખાતા પેલા પોતાના હાથ પગ ધોયા નથી. 39પરભુએ એને કીધું કે, હે ઢોંગીઓ ફરોશી ટોળાના લોકો તમે થાળી અને વાટકાઓ બારથી સાફ કરો છો, પણ તમારા અંદર તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી ખરાબ વસ્તુઓ છે. 40તમે મૂરખ છો? જેને પરમેશ્વરે બાનું બનાવ્યુ એની અંદરનું પણ નથી બનાવ્યુ? 41જેથી તમારી થાળીમાં વાટકામાં જે છે ઈ જરૂર છે ઈ એને આપો પછી તમે પુરેપુરા શુદ્ધ થાહો.
42પણ તમને ફરોશી ટોળાના લોકોને અફસોસ છે! કેમ કે, તમે તમારા બગીસામાં થાતો ફુદીનો, સીતાબ અને બીજી બધીય વસ્તુઓનો દસમો ભાગ આપો છો, પણ તમે લોકો તરફ ન્યાયી થાવાનો અને પરમેશ્વરને પ્રેમ કરવાનું ભુલી જાવશો, તમારે આ પરમાણે કરવું જોયી કે, દસમો ભાગ હોતન દેતા રયો અને આવી વાતોને હોતન કરતાં રયો. 43ફરોશી ટોળાના લોકો તમારી હાટુ અફસોસની વાત છે કેમ કે, તમે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં મુખ્ય આસનો ઉપર, સોકમાં સલામો કરીને માન આપે એવુ ઈચ્છો છો. 44તમને અફસોસ છે! કેમ કે, તમે તો છુપાયેલી કબરો જેવા છો લોકો અજાણતા એના ઉપરથી હાલે છે એવા તમે છો
45તઈ યહુદી નિયમના શિક્ષકોએ ઈસુને કીધું કે, “ગુરુ, આ વાતુ કયને તુ અમારી નિંદા કરશો.” 46ઈસુએ જવાબ આપ્યો કે, તમે યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કારણ કે, તમે એવા કડક નિયમો બનાવો છો, જેનું પાલન કરવાનું પણ લોકોની હાટુ ઘણુય કઠણ છે. તમે બીજા લોકોને ઈ નિયમનું પાલન કરવા હાટુ દબાણ કરો છો, પણ તમે તમારી જાતે ઈ નિયમો પરમાણે જરાય કોશિશ કરતાં નથી. 47તમારી હાટુ કેટલા અફસોસની વાત છે! કેમ કે, તમે આગમભાખીયાઓની કબરો બાંધો છો, પણ તમારા બાપદાદાઓએ જેણે તેઓને મારી નાખ્યા હતા. 48હવે તમે બધાય લોકોને બતાવો છો કે, ઈ તમારા બાપદાદાઓએ જે કીધું એની હારે સહમત છો, તેઓએ આગમભાખીયાઓને મારી નાખ્યા છે, અને તમે આગમભાખીયાઓ હાટુ કબરો બાંધો છો? 49ઈ હાટુ પરમેશ્વરની બુદ્ધિએ પણ કીધું છે કે, “હું તેઓની પાહે આગમભાખીયાઓ અને ગમાડેલા ચેલાઓને મોકલય, અને ઈ તેઓમાંથી કેટલાકને મારી નાખશે અને કેટલાકને હેરાન કરશે.” 50જેથી જગતની શરુઆતથી જે બધાય આગમભાખીયાઓનું લોહી વહેવડવામાં આવ્યું છે, ઈ હાટુ તમે લોકો જે હમણાં જીવો છો તેઓને સજા થાહે. 51આ ન્યાંથી સાલું થાય છે જઈ હાબેલનાં ભાઈએ એને મારી નાખ્યો અને પવિત્ર જગ્યા, વેદી અને મંદિરની વસે ઝખાર્યા આગમભાખીયાને મારી નાખ્યો, ન્યા હુધી સાલું રયુ. અને હા આ વખતના લોકોની ઉપર બધીય હત્યાનો દોષ મુકવામાં આયશે. 52ઓ યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કેમ કે, તમે પરમેશ્વર વિષે જ્ઞાન મેળવી લીધું છે, પણ તમે પોતે એમા જાતા નથી, અને બીજાઓ જે જાય છે એને પણ જાવા દેતા નથી.
53ઈસુએ આ કેવાનું પુરું કરયા પછી ઈ ન્યાંથી નીકળો. પછી યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એની વિરુધમાં ઉશ્કેરવા લાગ્યા. તેઓ ઘણીય બધીય બાબતો વિષે સવાલો પુછયા. 54અને એને પકડવાનો મોકો ગોતતા રયા કે, એની કોય વાતને પકડી હકે.

اکنون انتخاب شده:

લૂક 11: KXPNT

های‌لایت

به اشتراک گذاشتن

کپی

None

می خواهید نکات برجسته خود را در همه دستگاه های خود ذخیره کنید؟ برای ورودثبت نام کنید یا اگر ثبت نام کرده اید وارد شوید