લૂક 10
10
ઈસુ દ્વારા બીજા હિતેર ચેલાઓને મોકલવા
1અને ઈ વાતુ થયા પછી, પરભુ ઈસુએ બીજા હિતેર ચેલાઓને નીમ્યા, ઈ દરેક શહેરમાં અને જ્યાં જગ્યામાં ઈ પોતે જવાનો હતો, ન્યા તેઓમાંના બે બેને પોતાની આગળ મોકલ્યા. 2તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જે રીતે ખેતરમાં બોવ જ પાક હોય છે, એવા ઘણાય બધા લોકો છે, જે મારા સંદેશાને હાંભળવા હાટુ તૈયાર છે. પણ મારા સંદેશાને વિષે બતાવવા હાટુ લોકો ઓછા છે. ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.” 3જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું. 4બટવામાં રૂપીયા કે, જોળી કે, જોડા લેતા નય; અને મારગમાં કોયને સલામ કરતાં નય. 5જઈ પણ તમે એક ઘરમાં ઘરો ઈ પેલા લોકોને કયો કે, “જેઓ એના ઘરમાં છે તેઓને પરમેશ્વર શાંતિ આપે.” 6જો કોય પરમેશ્વરની હારે શાંતિ રાખવાવાળાને લાયક માણસ હશે, તો તમારી શાંતિ એની ઉપર આયશે, અને જો કોય નય હોય, તો ઈ તમારી પાહે પાછી આયશે. 7ઈ જ ઘરમાં મેમાન બનીને રયો, અને એની પાહેથી જે કાય મળે, ઈ ખાતા-પીતા રયો કેમ કે, મજુર એની મજુરીને લાયક છે; તમે એક ઘરેથી બીજા ઘરે જાતા નય. 8જે કોય શહેરમાં તમે જાવ ન્યા લોકો તમારો આવકાર કરે, તો તેઓ તમારી આગળ જે કાય મુકે ઈ ખાવ. 9ન્યા જે માંદા લોકો છે એને હાજા કરો: અને તેઓને ક્યો કે, “પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.” 10પણ જે કોય નગરમાં તમે જાવ અને ન્યા લોકો તમારો આવકાર નો કરે, તો એના મારગમાં જાવ, અને એમ કયો કે, 11“તમારા શહેરની ધૂળ પણ, જે અમારા પગે સોટેલી છે, અમે તમારી હામે ખખેરી નાખી છયી, પણ એટલું યાદ રાખજો કે, પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.” 12હું તમને કવ છું કે, જઈ પરમેશ્વર બધાયનો ન્યાય કરશે, તઈ ઘણાય વખત પેલા ભુંડા લોકો જેઓ તુર અને સદોમ શહેરમાં રેતા હતાં, તેઓની કરતાં ઈ શહેરના લોકોને વધારે સજા થાહે.
નઠોર ગામને હરાપ
(માથ્થી 11:20-24)
13ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનાય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરો હોત. 14પણ ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સિદોન શહેરના લોકોની સજા કરતાં વધારે સજા તમને દેહે. 15કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે; 16“જે કોય તમારુ હાંભળે છે, ઈ મારું હાંભળે છે, જે કોય તમારો નકાર કરે છે; ઈ મારો નકાર કરે છે, જે કોય મારો નકાર કરે છે, ઈ મને મોકલનારનો નકાર કરે છે.”
આનંદ કરતાં પાછા ફરેલા ચેલા
17ઈ બોતેર લોકો જેઓને ઈસુએ નીમ્યા હતાં તેઓએ જયને જેમ એણે કીધું હતું એમ કરયુ. જઈ ઈ પાછા આવ્યા તઈ તેઓ બોવ રાજી હતા. તેઓએ કીધું કે, “પરભુ, અમે પણ તમારા અધિકારથી લોકોમાંથી મેલી આત્માઓને નીકળવાનો હુકમ કરયો અને તેઓએ પણ અમારુ માન્યું.” 18ઈસુએ તેઓને કીધું કે, “મે જોયું કે, જઈ મેલી આત્માએ અમારી વાત માની, તઈ મે શેતાનને વીજળી પડવાની જેમ આભમાંથી નીસે પડતો જોયો. 19હાંભળો! એરુઓ, વીંછીઓ અને મેલી આત્માઓ અને વેરીઓના બધાય પરાક્રમ ઉપર મે તમને અધિકાર આપ્યો છે. અને તેઓ તમને નુકશાન નય પુગાડી હકે. 20તો પણ હરખાવમાં, કેમ કે, મેલી આત્માઓ તમારા હુકમને માને છે, પણ એને લીધે કે, તમારા નામ સ્વર્ગમા લખેલા છે, એને લીધે હરખાઓ.”
ઈસુ હરખાણો
(માથ્થી 11:25-27; 13:16-17)
21ઈ જ વખતે ઈસુ પવિત્ર આત્માથી હરખાયને બોલ્યો કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે. હા ઓ બાપ કેમ કે, તમને એવુ હારૂ લાગ્યુ છે. 22મારા બાપે મને બધુય હોપુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે, ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરા અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.”
23અને ઈસુએ ચેલાઓ તરફ ફરીને તેઓને ખાનગીમાં કીધું કે, “તમારી આંખુ આશીર્વાદિત છે કેમ કે, આ વાતોને ઈ જોવે છે. 24કેમ કે, હું તમને કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને રાજાઓ જોવા માગતા હતાં, પણ તેઓએ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માગતા હતાં, પણ હાંભળ્યું નય.”
ભલા સમરુનીનો દાખલો
25જઈ એક દિવસ ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા, તઈ યહુદી નિયમના શિક્ષકોમાંના એકે ઉભા થયને એની પરીક્ષા લેતા ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?” 26ઈસુએ એને કીધું કે, “મુસાના નિયમમાં જે લખેલુ છે, શું ઈ વાસુ છે, જે પરમેશ્વરે એને આપ્યુ છે. ઈ નિયમ શું કેય છે?” 27એણે જવાબ દીધો કે, “તારા પરભુ પરમેશ્વર ઉપર પુરા હૃદયથી અને પુરા જીવથી અને તારા પુરા સામર્થ્યથી અને તારા પુરા મનથી પ્રેમ રાખ; જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.” 28ઈસુએ એને કીધું કે, “ઈ ઠીક જવાબ દીધો છે, એમ કર એટલે તને અનંતજીવન મળશે.” 29પણ એણે પોતાને ન્યાયી ઠરાવાની ઈચ્છા રાખીને ઈસુને કીધું કે, “મારો પાડોશી કોણ છે?” 30ઈસુએ એક વાર્તા દ્વારા જવાબ દીધો કે, એક માણસ યરુશાલેમ શહેરથી યરીખો શહેર બાજુ જાતો હતો, તઈ ઈ લુટારાઓના હાથમાં પડયો, અને તેઓએ એના લુગડા અને બધીય વસ્તુઓ જે એને પાહે હતી, ઈ આસકી લીધી, અને તેઓ એને મારીને અધમુઓ મુકીને વયા ગયા. 31અને આવું થયુ કે એક યહુદી યાજક ઈ મારગે જાતો હતો, પણ આને જોયને મદદ કરયા વગર બીજી બાજુ વયો ગયો. 32એમ જ એક લેવી, જે મંદિરમાં કામ કરવાવાળો પણ તેજ મારગે આવ્યો, પણ આને જોયને મદદ કરયા વગર બીજી બાજુ હાલ્યો ગયો 33જઈ એક સમરૂન પરદેશના એક માણસ હાલતા હાલતા ન્યા પુગ્યો, જ્યાં ઈ ઘાયલ પડયો હતો, ઈ ન્યા આવ્યો તઈ એને જોયને એને દયા આવી. 34જેથી ઈ એની પાહે ગયો, અને એના ઘા ઉપર જૈતુન તેલ અને દ્રાક્ષારસ રેડયો અને પછી પાટા-પીંડી કરીને પોતાના જનાવર ઉપર બેહાડીને ઉતારામાં લય ગયો, અને એની સારવાર કરી. 35બીજે દિવસે એણે બે દીનાર (બે દિવસની મજદુરી જેટલું) કાઢીને ઉતારાવાળાને આપીને કીધું કે, “એની સારવાર કરજે, અને જે કાય વધારે ખરચ થાહે, ઈ હું પાછો આવય તઈ તને આપય.” 36તઈ ઈસુએ એને પુછયું કે, “હવે તુ શું વિસારે છે? લુટારાઓના હાથમાં પકડાયેલો માણસનો પાડોશી ઈ ત્રણ માથી એનો પાડોશી કોને કેવાય?” 37યહુદી નિયમના શિક્ષકોએ એને કીધું કે, “જેણે એની ઉપર દયા કરી ઈ.” ઈસુએ એને કીધું કે, “તુ પણ જયને ઈ પરમાણે કર.”
ઈસુ માર્થા અને મરિયમના ઘરે
38જઈ ઈસુ અને એના શિષ્યો એક હારે યાત્રા કરતાં હતાં અને ઈ વખતે તેઓ એક ગામમાં પુગ્યા, જ્યાં માર્થા નામે એક બાયે પોતાના ઘરમાં આવકાર કરયો. 39અને મરિયમ નામની એની એક બેન હતી; ઈ ઈસુના પગ આગળ બેહીને શિક્ષણ હાંભળતી હતી. 40પણ માર્થા ખાવાનું રાંધતી-રાંધતી હેરાન થય, અને એની પાહે આવીને કીધું કે, “ઓ પરભુ, મારી બેને મને કામ કરવા એકલી મુકી છે, એની શું તમને ચિંતા નથી? જેથી એને કેય કે, ઈ મને ઈ મદદ કરે.” 41પણ પરભુ ઈસુએ એને જવાબ દીધો કે, “માર્થા, માર્થા, તુ ઘણીય વાતુ વિષે ઘણીય ચિંતા કરશો. 42પણ ફક્ત એક જ વાતને ખરેખર હાંભળવાની જરૂર છે કે, હું શું શિક્ષણ આપું છું મરિયમે હારી પસંદગી કરી છે. ઈ કરવાથી જે આશીર્વાદ મેળવે છે ઈ એનાથી લય લેવામાં આયશે નય.”
اکنون انتخاب شده:
લૂક 10: KXPNT
هایلایت
به اشتراک گذاشتن
کپی
می خواهید نکات برجسته خود را در همه دستگاه های خود ذخیره کنید؟ برای ورودثبت نام کنید یا اگر ثبت نام کرده اید وارد شوید
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.