પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાસુ છે કે, માણસો ઠોકર ખાયને પાપ કરે, એવુ થાહે પણ જે માણસને લીધે પરીક્ષણ પામે છે, એને અફસોસ! “જે કોય આ નાનાઓમાંથી મારા ઉપર વિશ્વાસ કરે છે; તેઓમાંના એકને પણ કોય ઠોકર ખવડાવશે, તો એની હાટુ ઈ હારું હતું કે, એની ડોકે ઘંટીનું પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં દુબાડવામાં આવત.”