YouVersion Logo
Search Icon

યોહાન 21

21
તિબિરિયાસ દરજ્યા ની ધેડેં સેંલંનેં ભળાવું
1ઇની વાતં પસી ઇસુવેં પુંતે-પુંતાનેં તિબિરિયાસ દરજ્યા ની ધેડેં પુંતાનં સેંલં ઇપેર પરગટ કર્યો. 2અનેં ઇવી રિતી પરગટ થાયો, શમોન પતરસ અનેં થુંમો ઝી દિદુમુસ કેંવાએ હે, અનેં ગલીલ પરદેશ ના કાના ગામ નો નતનએલ, અનેં જબ્દી ના બે સુંરા, અનેં ઇસુ ન સેંલં મના બીજા બે સેંલા હુંદા ભેંગા હેંતા. 3શમોન પતરસેં હેંનનેં કેંદું, “હૂં માસલજ્યી હાવા જું હે.” હેંનવેં હેંનેં કેંદું, “હમું હુંદા તાર હાતેં આવજ્યે.” એંતરે હારુ વેયા નકળેંનેં નાવ મ બેંઠા, પુંણ હીની રાતેં એક યે માસલી નેં હવાઈ.
4બીજે દાડે હવેંર મ ઇસુ ધેડેં ઇબીલો હેંતો, તે હુંદો સેંલંવેં હેંનેં નેં વળખ્યો કે ઇયો ઇસુ હે. 5તર ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “હે મારં દોસદારોં, હું તમારી કન કઇક ખાવા હારુ હે?” હેંનવેં જવાબ આલ્યો, “ના.” 6હેંને હેંનનેં કેંદું, “નાવ ની જમણી બાજુ જાળ નાખો, તર તમનેં મળહે.” તર હેંનવેં જાળ નાખી, અનેં ઇતરી બદી માસલજ્યી આવજ્યી કે વેયા જાળ કેંસેં નેં સક્યા. 7એંતરે હારુ હેંને સેંલે ઝેંનેં ઇસુ વદાર પ્રેમ કરતો હેંતો, પતરસ નેં કેંદું, “આ તે પ્રભુ હે.” શમોન પતરસેં ઇયુ હામળેંનેં કે પ્રભુ હે, ફટાફટ સિસરં પેર્ય ઝી હેંને જાળ નાખવા ને ટાએંમેં કાડેં મેંલ્ય હેંતં, અનેં ઇસુ નેં મળવા ની ઉતાવેળ મ દરજ્યા મ કુદી પડ્યો. 8પુંણ બીજા સેંલા નાવ મ રેંનેં માસલજ્ય થી ભરીલી જાળ નેં કેંસતા જાએંનેં આયા, કેંમકે વેયા ધેડ થી વદાર સિટી નેં, પુંણ લગ-ભગ હો મીટર સિટી હેંતા.
9ઝર વેયા ધેડેં પોત્યા, તે હેંનવેં કોએંલં ની આગ અનેં હેંનેં ઇપેર માસલી મિલીલી, અનેં રુટી ભાળી. 10ઇસુવેં હેંનનેં કેંદું, “ઝી માસલજ્યી હમણં તમેં હાદી હે, હેંનં મહી થુડીક માસલજ્યી લાવો.” 11તર શમોન પતરસ નાવ ઇપેર સડેંનેં જાળ ધેડેં કેંસેં લાયો, અનેં હેંનેં મ એક હો તરેપન મુટી-મુટી માસલજ્યી હીતી, ઇતરી બદી માસલજ્યી હીતી તે હુદી જાળ નેં ફાટી. 12ઇસુવેં હેંનનેં કેંદું, “આવો ખાવાનું ખો.” સેંલં મહા કેંનેં યે હિમ્મત નેં થાઈ કે હેંનેં કઇક પૂસે, કે “તું કુંણ હે?” કેંમકે વેયા જાણેંજ્યા હેંતા કે ઇયો પ્રભુસ હે. 13ઇસુવેં રુટી લેંનેં સેંલંનેં આલી, અનેં વેમેંસ માસલી હુદી આલી. 14ઇયુ તીજી વાર થાયુ, કે ઇસુ મરેંલં મહો જીવતો થાવા પસી પુંતાનં સેંલંનેં ભાળવા જડ્યો.
ઇસુ અનેં પતરસ
15ખાવાનું ખાવા પસી ઇસુવેં સિમોન પતરસ નેં પૂસ્યુ, “હે શમોન, યૂહન્ના ના સુંરા, હું તું હાસેં એંનં બદ્દ થી વદેંનેં મારી ઇપેર પ્રેમ કરે હે?” હેંને જવાબ આલ્યો, “હાઓ પ્રભુ, તું તે જાણે હે કે હૂં તારી ઇપેર પ્રેમ કરું હે.” ઇસુવેં કેંદું, “મારં ઘેંઠં નેં સાર.” 16અનેં હેંને ફેંર બીજી વાર પૂસ્યુ, “હે શમોન, યૂહન્ના ના સુંરા, હું તું મારી ઇપેર પ્રેમ કરે હે?” હેંને જવાબ આલ્યો, “હાઓ પ્રભુ, તું જાણે હે હૂં તારી ઇપેર પ્રેમ રાખું હે.” ઇસુવેં હેંનેં કેંદું, “મારં ઘેંઠં ની રખવાળી કર.” 17ઇસુવેં તીજી વાર હેંનેં પૂસ્યુ, “હે શમોન, યૂહન્ના ના સુંરા, હું તું મારી ઇપેર પ્રેમ રાખે હે?” તર પતરસ ઉદાસ થાયો, એંતરે હારુ કે હેંને તીજી વાર એંવુંસ પૂસ્યુ, “હું તું મારી ઇપેર પ્રેમ રાખે હે?” અનેં પતરસેં જવાબ આલ્યો, “હે પ્રભુ, તું તે બદ્દું જાણે હે, તું તે ઇયુ જાણે હે કે હૂં તારી ઇપેર પ્રેમ રાખું હે.” ઇસુવેં હેંનેં કેંદું, “મારં ઘેંઠં નેં સાર.” 18હૂં તનેં હાસું-હાસું કું હે, ઝર તું જુંવન હેંતો, તે તું પુંતે તિયાર થાએંનેં ઝાં સાહે તાં જાતો હેંતો, પુંણ ઝર તું ડુંહો થાએં જાહેં, તર તું પુંતાના હાથ લંબાવહેં અનેં કુઇ બીજો તનેં તિયાર કરહે, અનેં ઝાં તું નેં જાવા સાહે તાં તનેં વેયો લેં જાહે. 19હેંને આ વાત સેંલંનેં એંમ વતાડવા હારુ કરી કે પતરસ કીવી રિતી મરહે, અનેં પરમેશ્વર ની મહિમા પરગટ કરહે. અનેં ફેંર એંમ કેંદું, “તું મારો સેંલો બણેં રે.”
ઇસુ અનેં હેંનો વાલો સેંલો
20પતરસેં વળેંનેં હેંના સેંલા નેં વાહે આવતં ભાળ્યો, ઝેંનેં ઇસુ વદાર પ્રેમ કરતો હેંતો, અનેં ઝી ખાવા ના ટાએંમેં ઇસુ ની બાજુ મ બેંઠેંલો હેંતો હેંને પૂસ્યુ હેંતું, “હે પ્રભુ, તનેં હવાડવા વાળો કુંણ હે?” 21હેંનેં ભાળેંનેં પતરસેં ઇસુ નેં પૂસ્યુ, “હે પ્રભુ, એંનેં હાતેં હું થાહે?” 22ઇસુવેં જવાબ આલ્યો, “અગર મારી અસ્યા વેહ, કે મનેં પાસો આવવા તક ઇયો જીવતો રે, તે હેંનેં થી તારે હું કામ? તું મારો સેંલો બણેં રે.” 23એંતરે હારુ ઇયે વાત વિશ્વાસી ભાજ્ય મ ફેલાએં ગઈ કે વેયો બીજો સેંલો નેં મરે. તે હુંદું ઇસુવેં હેંના બારા મ એંમ નહેં કેંદું કે વેયો નેં મરે, પુંણ એંમ કેંદું કે અગર મારી અસ્યા વેહ, કે મનેં પાસો આવવા તક ઇયો જીવતો રે, તે હેંનેં થી તારે હું કામ?
સમાપન વસન
24ઇયો વેયોસ સેંલો હે, ઝેંને ઇયુ બદ્દું ભાળ્યુ હે, અનેં ઝી ઇની વાતં ની ગવાહી આલે હે, અનેં ઝેંને ઇની વાતં ના બારા મ લખ્યુ હે. અનેં આપું જાણન્યે હે કે હીની ગવાહી હાસી હે.
25ઇસુવેં બીજં હુંદં ઘણં બદં કામં કર્ય હે. અગર એક-એક કરેંનેં લાએંણ મ લખવા મ આવતું, તે હૂં હમજું હે કે ઝી સોપડજ્યી લખવા મ આવતી, વેયે આખી દુન્ય મ હુદી નેં હમાતી.

Currently Selected:

યોહાન 21: GASNT

Tõsta esile

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in